તારીખ
|
13 જુલાઈ, 2018 શુક્રવાર
|
માસ
|
અષાઢ સુદ પ્રતિપ્રદા ક્ષય તિથિ છે.
|
નક્ષત્ર
|
પુનર્વસુ નક્ષત્ર
|
યોગ
|
વ્યાઘ્રાત
|
ચંદ્ર રાશી
|
મિથુન (બપોરે 1.41 પછી ચંદ્ર કર્કમાં)
|
અક્ષર
|
કછઘ (ડહ)
|
- આજે કુમારયોગ સવારે 8.19થી સાંજે 7.00 વાગ્યા સુધી રહેશે.
- શુક્રવાર છે માટે મહાલક્ષ્મીની ઉપાસના કરવી અત્યંત શુભ રહેશે.
- ઘરમાં ચાંદીની થાળી હોય તો તેમાં શ્રીમહાલક્ષ્મીને નૈવેદ્ય ધરજો.
- અથવા, ચાંદીનો ગ્લાસ કે વાટકી હોય તો તેમાં કેસર મિશ્રીત દૂધ અથવા દૂધપાકનું નૈવેદ્ય ધરજો.
- આમાંથો કંઈ પણ ન હોય તો સ્ટીલના પાત્રમાં શ્રીમહાલક્ષ્મીજીને હળદર નાંખી તે દૂધ શ્રીમહાલક્ષ્મીજીને અર્પણ કરજો.
મેષ (અલઈ)
|
- આજે ઘરમાં અનઅપેક્ષીત ખર્ચ થાય.
- બપોર પછી ઘરમાં કંકાસ ન થાય તે જોવું.
- જીવનસાથી સાથે સુમેળ રાખવો.
- વિદ્યાઅભ્યાસમાં વિદ્યાર્થીઓને સાનુકૂળતા રહે.
|
વૃષભ (બવઉ)
|
- અંતરમાં આનંદ રહે.
- સંબંધોના નવા આયામ પ્રસ્થાપિત થઈ શકે.
- સાથે કાર્ય કરતા વ્યક્તિઓને સહકાર મળે.
- કેમિકલ સાથે કાર્ય કરતા જાતકોએ જાળવવું.
|
મિથુન (કછઘ)
|
- વાણી અને ખર્ચમાં સંયમ રાખજો.
- વાહન ચલાવતા સાચવવું.
- સ્ત્રી જાતકોએ વિશેષ સાવધાની રાખવી.
- ઈલેક્ટ્રીક અને ઈલેક્ટ્રોનીક સાથે સંકળાયેલા જાતકોએ કામ કરતી વખતે સાવધાની રાખવી.
|
કર્ક (ડહ)
|
- વિદ્યાર્થી મિત્રો માટે આજે ખૂબ સાનુકૂળ સમય છે.
- જે વિદ્યાર્થીમિત્રોને જે તે વિષયમાં કોઈ તકલીફ હોય તો તેમાં ધ્યાન પરોવજો, પ્રયત્ન કરજો સફળ થશો.
- ગૃહસ્થ જાતકોને પરિવાર સાથે બહારગામ જવાનું થઈ શકે છે.
- અચાનક આપ ગુસ્સે થઈ જાવ તેવું પણ બને. માટે સંયમ રાખજો.
|
સિંહ (મટ)
|
- શિક્ષણ ક્ષેત્રે સંકળાયેલા જાતકોને સફળતા.
- આ જાતકોને બઢતીની તકો પણ દેખાય છે.
- પ્રતિપક્ષનો સહકાર પણ મળે.
- એસીડીટીથી પીડાતા જાતકોએ સાવચેત રહેવું.
|
કન્યા (પઠણ)
|
- જે મિત્રોએ અને વડીલો સાથે સુમેળ રાખવો.
- મદદ કરી તેમની સાથે ખટરાગ ન થાય તે જોવું.
- સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ થઈ શકે છે.
- જો વિરોધ નોંધાવવો હોય તો સાનુકૂળતા છે.
|
તુલા (રત)
|
- પિતા દ્વારા ભાગ્યવૃદ્ધિ થાય.
- ઉપરી અધિકારી દ્વારા સહકાર મળે.
- જમીનના ધંધા સાથે સંકળાયેલાને લાભ.
- જો દત્તકપુત્ર લેવો હોય તો આજે સક્રીય થવાય.
|
વૃશ્ચિક (નય)
|
- હરવા-ફરવા જવાની ઇચ્છા થાય.
- ઘરમાં સુખ-સુવિધાની વૃદ્ધિ થઈ શકે છે.
- ધર્મકાર્યમાં ખર્ચ પણ થાય.
- પીએચ.ડી.ની ડીગ્રી મેળવવા માંગતા જાતકોને સફળતા.
|
ધન (ભધફઢ)
|
- કોઈ જૂનું રોકાણ કર્યું હોય તે આજે ફળદાયી રહે.
- ધંધા સંબંધી કાર્યોમાં નીરસતા રહે.
- પુરુષ જાતકોએ સ્ત્રી પાત્રો સાથે કંકાસ કરવો નહીં.
- સંતાન દ્વારા ધન પ્રાપ્તિ થાય.
|
મકર (ખજ)
|
- વ્યૂહ રચના ઘડવી હોય તો જીવનસાથીનો સાથ મળે.
- બપોર પછીનો સમય અનુકૂળ છે.
- વીલવારસાનો પ્રશ્ન ઉકલી શકે છે.
- અચાનક ધનલાભ થાય.
|
કુંભ (ગશષસ)
|
- આજે આરોગ્ય જાળવજો.
- શરીરે થોડું તાપમાન જણાય.
- ભાગ્યનો સાથ મળતો જણાય છે.
- ચિંતાનું કોઈ મોટું કારણ નથી.
|
મીન (દચઝથ)
|
- આજે કભી ખુશી કભી ગમ જેવો માહોલ છે.
- બપોર પછી સાવધાન રહેવું.
- નોકરીના સ્થાને સાનુકૂળતા નથી જણાતી.
- રમતા રમતા લડી પડ્યા ભાઈ જીવન છે... આ ઉક્તી ધ્યાનમાં રાખજો...
- એટલે કે, જીવનમાં મનદુઃખ થયે રાખે. મૂંઝાશો નહીં.
|
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે