INDvsENG 1st ODI: ભારતે ઈંગ્લેન્ડને ઘરઆંગણે પછાડ્યું, ટીમ ઈન્ડિયાની શાનદાર જીતના 5 કારણો

રોહિત શર્મા અને વિરાટ કોહલીની શાનદાર બેટિંગ તથા કુલદીપ યાદવની ઉટકૃષ્ટ બોલિંગના કારણે ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડ પર 8 વિકેટથી જીત નોંધાવી

INDvsENG 1st ODI: ભારતે ઈંગ્લેન્ડને ઘરઆંગણે પછાડ્યું, ટીમ ઈન્ડિયાની શાનદાર જીતના 5 કારણો

નોર્ટિંઘમ: ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડના પ્રવાસે પોતાનું શાનદાર પ્રદર્શન ચાલુ જ રાખ્યું છે. પહેલી વનડેમાં ઈંગ્લેન્ડ ટીમ 268 રન બનાવીને આઉટ થઈ ગઈ. જવાબમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીની શાનદાર બેટિંગ તથા કુલદીપ યાદવની ઉટકૃષ્ટ બોલિંગના કારણે ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડ પર 8 વિકેટથી જીત નોંધાવી અને 3 મેચોની સીરિઝમાં 1-0ની લીડ મેળવી. આ અગાઉ ભારતે ઈંગ્લેન્ડને ટી20 સીરિઝમાં 2-1થી હરાવ્યું હતું. 

સારી શરૂઆત બાદ ઈંગ્લેન્ડ  માટે કુલદીપ યાદવ મુસીબત બનીને આવ્યો. તેણે શાનદાર બોલિંગ કરીને ઈંગ્લેન્ડને મોટો સ્કોર કરતા રોકી. કુલદીપના કહેર બાદ પણ ઈંગ્લેન્ડના બેટ્સમેન 50 ઓવરના એક બોલ પહેલા જ 268 રન બનીને આઉટ થઈ ગયાં. કુલદીપ યાદવની કારકિર્દીનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હતું. ઈંગ્લેન્ડ તરફથી જોસ બટલર અને બેન સ્ટોક્સે અડધી સદી ફટકારી હતી. 

આ મેચમાં ટીમ ઈન્ડિયાની જીતમાં કુલદીપ યાદવની બોલિંગ અને રોહિત શર્માની સદી ખુબ મહત્વના રહ્યાં. આ ઉપરાંત કેપ્ટન વિરાટ કોહલીની ઈનિંગ, શિખર ધવનની શાનદાર શરૂઆત અને ટોસની પણ ભૂમિકા રહી. 

જીતના કારણો

કુલદીપ યાદવની ઘાતક બોલિંગ અને 6 વિકેટ
આ મેચમાં તેણે 10 ઓવરમાં 25 રન આપીને 6 વિકેટ લીધી અને ઈંગ્લેન્ડના તમામ દિગ્ગજ બેટ્સમેનોને આઉટ કર્યાં. જેમાં જોસ બટલર, બેન સ્ટોક્સ પણ સામેલ હતાં. કુલદીપ આ કારનામુ કરનાર 8મો બેટ્સમેન છે. 

રોહિત શર્માની શાનદાર સદી
આ મેચમાં રોહિત શર્માએ શાનદાર સદી ફટકારી. રોહિતે માત્ર 82 બોલમાં પોતાની સદી પૂરી કરતા 114 બોલ પર અણનમ 137 રન ફટકાર્યાં. જેમાં 15 ચોગ્ગા અને 4 છગ્ગા સામેલ છે. રોહિતે પહેલા તો ધીમી બેટિંગ કરી પરંતુ ધવનના આઉટ થયા બાદ તેણે એવરેજ ઓછી થવા દીધી નહીં. પહેલા 54 બોલમાં અડધી સદી પૂરી કરી અને ત્યારબાદ ઝડપી રમત દાખવીને 18 બીજા બોલ રમીને અડધી સદી પૂરી કરી.

કેપ્ટન વિરાટ કોહલીની અડધી સદી
વિરાટ કોહલીએ પણ રોહિત શર્મા સાથે મળીને શાનદાર રમતનું પ્રદર્શન કર્યું અને 75 રન બનાવ્યાં. વિરાટ પોતાની સદી જો કે પૂરી કરી શક્યો નહીં પરંતુ ભારત માટે જીતનો આધાર નક્કી કરી નાખ્યો. વિરાટ પહેલીવાર કેરિયરમાં સ્ટમ્પ આઉટ થયો. રોહિત શર્મા સાથે મળીને તેણે 167 રનની ભાગીદારી કરી. 

શિખર ધવનની શાનદાર શરૂઆત
જ્યારે ટીમ ઈન્ડિયાએ 268 રનના જવાબમાં શરૂઆત કરી તો પહેલા શિખર ધવને ઈંગ્લેન્ડના બોલરોને હાવી થવા દીધા જ નહીં. બીજી ઓવરમાં જ તેણે 3 ચોગ્ગા ફટકારીને ટીમને મજબુત શરૂઆત આપી. શિખરે 8મી ઓવરમાં આઉટ થતા પહેલા 40 રન બનાવી નાખ્યા હતાં. જેના કારણે ટીમ ઈન્ડિયા 7મી ઓવરમાં જ 50 રન કરવામાં સફળ રહી. 

ટીમ ઈન્ડિયાની જીતમાં ટોસ પણ મહત્વનો
જે રીતે ઈંગ્લેન્ડની પીચો પર આજકાલ વનડે અને ટી20 મેચ ચાલી રહ્યાં છે તેમાં ટોસ જીતવો મહત્વનો ગણાઈ રહ્યો છે. પિચોનું સપાટ હોવું એ ટોસ જીતનારી ટીમને પહેલા બોલિંગ કરવા માટે પ્રેરે છે. ટી20 સીરિઝમાં પણ ત્રણેય મેચોમાં ટોસ જીતનારી ટીમ જ મેચ જીતી હતી. દર વખતે ટોસ જીતનારી ટીમે પહેલા બોલિંગ પસંદ કરી અને જીત મેળવી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news