રાશિફળ 2 સપ્ટેમ્બર: આ રાશિના જાતકો માટે આજે પ્રેમમાં તરબોળ થવાનો દિવસ, મેષ-મીનના જાતકો ખાસ વાંચે

રાશિફળ 2 સપ્ટેમ્બર: આ રાશિના જાતકો માટે આજે પ્રેમમાં તરબોળ થવાનો દિવસ, મેષ-મીનના જાતકો ખાસ વાંચે

રાશિ ભવિષ્ય

મેષ (અલઈ)

  • અચાનક ધન લાભ સૂચવે છે.
  • આરોગ્યની જાળવણી કરવાની રહેશે.
  • જેમને હૃદય સંબંધી સમસ્યા હોય તેમણે ખાસ સાચવવાનું રહેશે. મનમાં ઓમ નમઃ શિવાયનો મંત્રજાપ કરજો દિવસ શાંતિપૂર્વક પસાર થશે.

વૃષભ (બવઉ)

  • આજે પ્રણયીજનોને મીઠાં ઝઘડા પણ થાય.
  • કાપડના વેપારીઓને લાભ મળતો દેખાય છે.
  • આજે પેલા ગીતની પંક્તિ સ્હેજ યાદ કરી લેજો... કભી કીસી કો મુકંમલ જહાં નહીં મિલતા...
  • થોડું ચલાવી લેવાનો અભિગમ અપનાવજો.

મિથુન (કછઘ)

  • સમસ્યાઓ હળવી થઈ છે.
  • પણ સંપૂર્ણપણે શાંત નથી થઈ.
  • સંધ્યા સમયે થોડું મન ઊચાટમાં રહે.
  • ધનસ્થાન પ્રબળ દેખાય છે.

કર્ક (ડહ)

  • કાર્યક્ષેત્રે ઘણું કામ પહોંચે.
  • શોધ અને સંશોધન ક્ષેત્રે જોડાયેલા જાતકો માટે સંતોષજનક પરિસ્થિતિ રહેશે.
  • આકરી વાણી ન બોલાઈ જાય તેનું ધ્યાન રાખવું.
  • સરકાર સંબંધી કાર્યોમાં સાવચેતી રાખવી.

સિંહ (મટ)

  • ખોટો નિર્ણય લેવાઈ જવાની શક્યતા છે.
  • તમને ઘરમાં પોતાનું માન-સન્માન ઓછું થતું લાગે.
  • પણ હા, જો આપ ધાર્મિક પ્રવૃત્તિ સાથ જોડાયેલા હો તો આપને માટે સંતોષજનક પરિસ્થિતિ છે.

કન્યા (પઠણ)

  • ગાઢ સંબંધો દેખાય છે.
  • કુંવારા યુવક-યુવતીઓ જો સારા મિત્રો હોય તો આજે તે મિત્રતા પ્રણયીજનમાં પરિવર્તિત થવાની શક્યતા છે.
  • પણ, ઘરમાં અશાંતિ ખોરવાય નહીં તે જોવું.

તુલા (રત)

  • આજે તમે મગજ ખૂબ કસો.
  • પરિસ્થિતિને શીર્ષાસન કરાવવાની ક્ષમતા છે આપમાં.
  • રાજકીય ક્ષેત્રે, બાંધકામ ક્ષેત્રે, વળી જે લેબરવર્ક કરતા હોય તેમને સાનુકૂળતા રહેશે.

વૃશ્ચિક (નય)

  • જીવનસાથી સાથે આજે પ્રેમમાં ભીંજાવાનું છે.
  • એટલે કે, સંબંધોમાં નવી તાજગી દેખાય.
  • જેમ જેમ દિવસ વીતે તેમ તેમ પ્રફુલ્લિતતા પણ વધે.
  • આપના માટે આનંદપ્રદ દિવસ છે.

ધન (ભધફઢ)

  • માતા તરફથી કોઈ વારસો મળી શકે.
  • અન-અપેક્ષિત ધનલાભ થઈ શકે.
  • પણ જો આપ ગુહ્યરોગથી પીડાતા હોવ તો સાવચેતી રાખજો.

મકર (ખજ)

  • અસ્થિભંગની આછી શક્યતા છે સાચવજો.
  • સ્ત્રી જાતકો માટે આનંદમય દિવસ છે.
  • પણ વૈવાહિક જીવનમાં થોડી ચડભડ રહે.
  • પતિ-પત્નીનો મામલામાં આખા કુટુંબનો મૂડ ન ખરાબ થાય તે જોવું પડશે.

કુંભ (ગશષસ)

  • પોતાના જ્ઞાતીજનોથી લાભ રહે.
  • કોઈ સીઝનલ બિમારીથી પીડાતા હોવ તો આજે રાહત મળે.
  • સંતાન સંબંધી કાર્યમાં સફળતા મળે.
  • આજે રાત્રે મોડે સુધી કાર્ય કરવું પડે તેવું દેખાય છે.

મીન (દચઝથ)

  • પ્રારબ્ધ બળવાન છે.
  • સૂક્ષ્મ અવલોકનમાં આજે રસ પડે.
  • દાક્તરી ક્ષેત્રે જોડાયેલા જાતકોને આજે સંતોષજનક પરિસ્થિતિ રહે.

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news