રાશિફળ 20 જુલાઈ: આ રાશિના જાતકોને પ્રબળ ધનલાભના યોગ, વૃશ્ચિકવાળા ગણેશની મૂર્તિ સાથે રાખે

રાશિફળ 20 જુલાઈ: આ રાશિના જાતકોને પ્રબળ ધનલાભના યોગ, વૃશ્ચિકવાળા ગણેશની મૂર્તિ સાથે રાખે

રાશી ભવિષ્ય (20-7-2018)

સૌને જય શ્રીકૃષ્ણ.

આજનું પંચાંગ

તારીખ

20 જુલાઈ, 2018 ગુરૂવાર

માસ

અષાઢ સુદ આઠમ

નક્ષત્ર

ચિત્રા

યોગ

સિદ્ધિ

ચંદ્ર રાશી

તુલા

અક્ષર

ર,ત

  1. રવિયોગ સવારે 8.10 થી સવારે 10.18 સુધી
  2. શુક્રદેવનો મંત્ર – ઓમ શું શુક્રાય નમઃ
  3. બીજો મંત્ર છે – ઓમ દ્રાં દ્રીં દ્રૌં સઃ શુક્રાય નમઃ
  4. શુક્રદેવનું યંત્ર પણ સાથે રાખી શકાય.
  5. વળી જેમની જન્મકુંડળીમાં શુક્ર નબળો હોય તે ચોખાનું દાન પણ આપી શકે છે.

મેષ (અલઈ)

  • આજનો દિવસ અત્યંત વ્યસ્ત રહે
  • ધર્મકાર્યોમાં પણ આજે પ્રવૃત્ત રહો.
  • મિત્રો, સ્નેહી-સંબંધીઓ સાથે મળવાનું થાય.
  • સંધ્યા સમયે થોડી તકેદારી રાખવી.

વૃષભ (બવઉ)

  • આનંદમય દિવસ પસાર થાય.
  • આવકની નવી તકોનું નિર્માણ થાય
  • યુવા હૃદયના આનંદ જળવાય
  • કફજન્ય બિમારીથી સાચવવું.

મિથુન (કછઘ)

  • નાની નાની વાતોનો વિરોધ ન કરતા.
  • આપની પ્રતિષ્ઠાને હાનિ પહોંચી શકે છે
  • જીવનસાથી સાથે નાની મુસાફરી સૂચવે છે
  • નિરર્થક પ્રવૃત્તિથી દૂર રહેજો

કર્ક (ડહ)

  • પુરુષ જાતકોને ખાસ સલાહ છે કે આજે પત્ની સાથે વિવાદ ટાળજો.
  • નાની વાતોમાં ઘરમાં કલહ થાય
  • આરોગ્યના સંદર્ભમાં ખર્ચ પણ થઈ શકે છે

સિંહ (મટ)

  • દેવમંદિરે દર્શન જવાનું આયોજન થાય
  • જીવનસાથી સાથે સુમેળ રહેશે
  • સ્ત્રી જાતકોને આજે વિશેષ પણે સાજ-શણગાર કરવાની ઇચ્છા થાય
  • નોકરી કરતા જાતકોને સ્થાનાંતર પણ થઈ શકે

કન્યા (પઠણ)

  • આજે કેટલાક મહેમાનોનું સ્વાગત કરવું પડે
  • આવક જળવાઈ રહે
  • આકસ્મિક લાભની શક્યતા પણ રચાઈ છે
  • સંતાનનું આરોગ્ય જાળવવું તેમજ પેટની બિમારીથી સાવધ રહેવું

તુલા (રત)

  • આપના માટે ખૂબ સાનુકૂળ પરિસ્થિતિ છે
  • જમીન-મકાનથી લાભ
  • જમીન-મકાનની લે-વેચ સાથે સંકળાયેલાને લાભ
  • સેનીટેશન સાથે જોડાયેલા કર્મચારીને લાભ

વૃશ્ચિક (નય)

  • વાહન અકસ્માતના યોગ પણ રચાયા છે
  • સાવધાની રાખવી, શક્ય હોય તો વાહનમાં ગણેશજીની મૂર્તિ અવશ્ય સાથે રાખજો.
  • મુસાફરીના યોગ પણ રચાયેલા છે
  • ધનસ્થાન બળવાન બનતું દેખાય છે

ધન (ભધફઢ)

  • આપને સુખ જણાય નહીં
  • ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈ ઓછપ વર્તાય
  • ઉદાસીન સ્વભાવ રહે
  • પણ, લાભ મળશે. આપ પ્રફુલ્લિત રહેજો.

મકર (ખજ)

  • ધાર્મિક પ્રસંગે સહભાગી બનો
  • ધન વ્યય થાય પણ કાબૂમાં રહે
  • જીવનસાથી સાથે વૈમનસ્ય ટાળજો
  • રાઈનો પહાડ ન બને તે જોજો

કુંભ (ગશષસ)

  • ધર્મ-ભક્તિ, જપ-તપમાં રુચિ જણાય
  • જીવનસાથી દ્વારા લાભ છે
  • માતા તરફથી પણ લાભ થશે
  • તમારી બુદ્ધિ ચાતુર્ય અને વિવેક પ્રત્યે સજાગ થજો

મીન (દચઝથ)

  • અચાનક ધનલાભ થઈ શકે છે
  • આજનો દિવસ પ્રશ્નોનો ઉકેલ માટેનો છે
  • એક પછી એક પ્રશ્નો હાથ પર લેવા માંડો
  • માતાનું આરોગ્ય જાળવવું

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news