Daily Horoscope 3 March 2021: આજે બિઝનેસમાં મળશે સફળતા, જમીન સંપત્તિથી ફાયદાના યોગ

ગ્રહો અને નક્ષત્રો પોતાની ચાલ હર પળે બદલતા રહે છે. આ નક્ષત્રોની આપણા જીવન ઉપર પણ ખુબ અસર પડે છે. જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઈ રહ્યો છે તે મુજબ તમારું જીવન પ્રભાવિત થતું હોય છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ પણ અલગ હોય છે. ક્યારેક આપણને સફળતા મળે છે અને ક્યારેક દિવસ સામાન્ય પસાર થાય છે. જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ.

Updated By: Mar 3, 2021, 08:19 AM IST
Daily Horoscope 3 March 2021: આજે બિઝનેસમાં મળશે સફળતા, જમીન સંપત્તિથી ફાયદાના યોગ

મેષ
બિઝનેસમાં કઈંક નવું કરવાના ચક્કરમાં તમારી પરેશાનીઓ વધી શકે છે. આજે તમે નોકરી અને બિઝનેસમાં ઉતાવળ ન કરો.  અટવાયેલા કામો પૂરા કરવા માટે સારો દિવસ છે. તમારી યોગ્યતા અને અનુભવથી કામ કરવું પડશે. 

વૃષભ
તમારો દિવસ પરિવાર, અંગત જીવન અને પૈસાના મામલે જ વિતશે. તમારી જવાબદારીઓ પર પૂરેપૂરું ધ્યાન આપો. પાર્ટનર માટે સમય કાઢો.   

મિથુન
ઓફિસમાં પોતાને નિયંત્રણમાં રાખો. પદલાભના યોગ છે. કાર્યક્ષેત્રે પરેશાનીઓ વધી શકે છે. તમારા મનમાં ભારે ઉથલપાથલ થઈ શકે છે. જૂની વાતોમાં તમે ગૂંચવાયેલા રહેશો. કોઈ સમસ્યાનું સમાધાન હાથોહાથ નહીં થાય

કર્ક
કેટલાક ખાસ કામ અધૂરા રહી શકે છે. કામમાં મન નહીં લાગે. બિઝનેસમાં નવા કરાર પણ હાલ ન કરો તો સારું. સ્વાસ્થ્ય મામલે દિવસ ઠીક છે. મિત્રો અને ભાઈઓનો સહયોગ મળશે. નવા કામ શરૂ થશે અને વિચારેલા કામો પૂરા પણ થશે. સંપત્તિના કામકાજ પર ધ્યાન આપશો. તમારું પરાક્રમ વધી શકે છે.  નોકરી અને ધંધામાં અચાનક નિર્ણય લેવા પડશે. નુકસાન પણ થઈ શકે છે. કન્ફ્યૂઝન વધશે. 

સિંહ
કાર્યક્ષેત્રે પરેશાની અને અસુવિધા થઈ શકે છે. કોઈ પરેશાનીવાળી સ્થિતિ હોય તો તમે તેને સાવધાનીથી પતાવો. આજે તમે કોઈ નિર્ણય ન લો કો કોઈ તારણ ન કાઢો. સ્વભાવમાં તેજી કે થોડી ગૂંચવણોનો અંદાજો રહેશે. 

કન્યા
આજનો દિવસ તમારા માટે સાવધાનીભર્યો રહેશે. તમે સમજી વિચારીને બોલો. પાર્ટનર સાથે વાહન ચલાવતી વખતે સાવધાની રાખો.  અનેક પ્રકારની સમસ્યાઓ ઉકેલવાની કોશિશ કરશો અને તેમાં સફળ થવાની શક્યતા પણ છે. આજે તમે તમારી વાત સ્પષ્ટ રીતે કહેવાની કોશિશ કરો. 

તુલા
આજે તમે તમારી વાત સ્પષ્ટ રીતે કહેવાની કોશિશ કરો. બીજાની વાત પણ એટલી જ સારી રીતે સમજવાની કોશિશ કરો. તમારા માટે દિવસ સારો હોઈ શકે છે. પૈસા સંબંધિત કેટલાક મામલા પર તમારે ધ્યાન આપવું પડશે. દરેક પ્રકારના પડકાર માટે તૈયાર રહો. 

વૃશ્ચિક
આજે તમે દરેક વ્યક્તિ અને તમારા કામકાજથી કઈક શીખવાની કોશિશ કરો. કૌટુંબિક સંબંધોને મજબૂત કરવા માટે સારો સમય છે. જૂના કોઈ નુકસાનની ભરપાઈ થઈ શકે છે. આજે ફ્રી થઈને કામ કરો. ભાઈઓ, મિત્રો અને સાથે કામ કરનારા લોકોની મદદ મળી શકે છે.   આજે તમે પોતાની યોજના પર ભરોસો રાખો. પૈસાના મામલે રસપ્રદ ઓફર મળી શકે છે. . અચાનક ધનલાભથી તમે ખુશ થઈ શકો છો. પરિવારમાં વાતાવરણ સારું રહેશે. બિઝનેસમાં પ્રગતિના યોગ છે. 

ધન
 તમારા ક્ષેત્રમાં બીજાથી આગળ નીકળવા માટે તમે ઉત્સાહી થઈ શકો છો. કોઈ સ્થાનથી પૈસા મળવાનો ઈન્તેજાર હશે તો પૈસા મળી પણ શકે છે. જમીન સંપત્તિથી ફાયદાના યોગ છે. વિદ્યાર્થીઓને સ્પર્ધામાં સફળતા મળી શકે છે. મહિલાઓ માટે શુભ દિવસ છે. ધનલાભની સંભાવના છે.  રોમાન્સ અને સંબંધો મામલે સ્થિતિ પહેલા કરતા સારી થઈ શકે છે. માંગલિક કામોમાં સામેલ થવાની તક મળી શકે છે. 

મકર
 નવા મિત્રો સાથે મુલાકાત થશે. બિઝનેસમાં અટવાયેલા નાણા પાછા મળવાના યોગ છે. ખુલ્લા મન અને ઉત્સાહથી બધાની વાત સાંભળીને કામ કરો. ઓફિસમાં વધારાની જવાબદારી મળશે. બીજાની વાત સાંભળો અને સકારાત્મક રહો. જૂની વાતો ભૂલી જાઓ. પોતાના પર ભરોસો રાખીને મહેનત કરો. માહિતી ભેગી કરો. લોકોને મળો અને પ્રવાસ પણ કરો.

કુંભ
વિચારેલા કામો પૂરા થશે. કામ કાજ માટે એકથી વધુ વિકલ્પ ઉપલબ્ધ થશે. ઓફિસમાં કોઈ નવી વસ્તુ શીખશો. કેટલાક ફેરફારોની શરૂઆત આજથી થશે. રહસ્યપૂર્ણ મામલા તરફ તમે ઢળી શકો છો. સારો વ્યવહાર તમને સફળ બનાવશે અને લોકો પણ ખુશ થશે. નવું પ્લાનિંગ અને તકને લઈને કોઈ મોટો નિર્ણય લેશો. નોકરીમાં નવું પદ  કે કામની ઓફર મળી શકે છે. ધનલાભ થશે. આ

મીન
ધનલાભના યોગ છે. દુશ્મનો પર જીત મળી શકે છે. ઓફિસમાં વધુ મહેનત કરવી પડી શકે છે. નોકરીમાં પ્રોગ્રેસ થશે. પરિવારજનોનું પૂરેપૂરું સમર્થન અને સહયોગ મળશે. દૂર સ્થાનથી લોકો સાથે વાતચીત થશે. આજે એવી મુસાફરી થઈ શકે છે જેનો ફાયદો તમને આવનારા સમયમાં મળશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube