PF સબ્સક્રાઇબર્સ માટે આવતીકાલની સવાર લાવશે ખરાબ સમાચાર, થઇ શકે આ મોટી જાહેરાત

Employees’ Provident Fund Organisation (EPFO) દરમાં ઘટાડાનો નિર્ણય કરી શકે છે. નવા દર પર નિર્ણય લેવા માટે આવતીકાલે 4 માર્ચના રોજ EPFO સેંટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (CBT) ની બેઠક થશે. આવા માહોલમાં દરમાં ઘટાડો નક્કી ગણવામાં આવે છે. 

PF સબ્સક્રાઇબર્સ માટે આવતીકાલની સવાર લાવશે ખરાબ સમાચાર, થઇ શકે આ મોટી જાહેરાત

નવી દિલ્હી: EPF Interest Rate Cut: મોંઘું પેટ્રોલ-ડીઝલ, LPG ના વધતા જતા ભાવ અને CNG, PNG ની મોંઘવારી બાદ હવે વધુ એક આંચકો સહન કરવા માટે તૈયાર થઇ જાવ. નાણાકીય વર્ષ 20-21માં  EPF (Employees Provident Fund)ના વ્યાજમાં ફરી એકવાર ઘટાડો થવાનો છે. જો આમ થયું તો 6 કરોડથી વધુ પગારધારક વર્ગ માટે એક મોટો આંચકો હશે. અત્યાર સુધી EPF સબ્સક્રાઇબર્સ જે ગત વર્ષ સુધી વ્યાજ નહી મળવાને લીધે પરેશાન હતા. હવે તેના પર ફરીથી માર પડવાની છે. 

EPF પર મળનાર વ્યાજ ઘટશે
સૂત્રો દ્રારા મળતી માહિતી અનુસાર કોરોના સંકટકાળમાં લોકોને ખૂબ મોટી સંખ્યામાં EPF ઉપાડવામાં આવ્યો છે, આ દરમિયાન અંશદાન (PF Contribution) માં પણ ઘટાડો આવ્યો છે. જેના લીધે Employees’ Provident Fund Organisation (EPFO) દરમાં ઘટાડાનો નિર્ણય કરી શકે છે. નવા દર પર નિર્ણય લેવા માટે આવતીકાલે 4 માર્ચના રોજ EPFO સેંટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (CBT) ની બેઠક થશે. આવા માહોલમાં દરમાં ઘટાડો નક્કી ગણવામાં આવે છે. 

4 માર્ચના રોજ થશે વ્યાજ દર ફેંસલો
નાણાકીય વર્ષ 2020માં EPFO ની કમાણી પર ખરાબ અસર પડે છે. પીટીઆઇ સાથે વાત કરતાં EPFO ના ટ્રસ્ટી ઇ રઘુનાથને જણાવ્યું હતું કે 4 માર્ચનાર ઓજ સેંટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝની બેઠક શ્રીનગરમાં થશે. તેમને મળનાર ઇમેલમાં વ્યાજ દરને લઇને કોઇપણ પ્રકારની કોઇ જાણકારી આપવામાં આવી નથી. 

તમને જણાવી દઇએ કે સરકારે નાણાકીય વર્ષ 2019-20 માટે 8.5 ટકા વ્યાજ આપવાની જાહેરાત કરી હતી, સેંટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝએ પહેલાં કહ્યું હતું કે 31 માર્ચના રોજ ખતમ નાણાકીય વર્ષમાં બે હપ્તામાં 8.5 ટકા વ્યાજની ચૂકવણી કરવામાં આવશે. એટલે કે 8.15 ટકા ઇન્વેસ્ટમેંટથી અને 0.35 ટકા વ્યાજની ચૂકવણી ઇક્વિટ દ્રારા કરવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news