રાશિફળ: આ રાશિના જાતકોને અચાનક ધનલાભના યોગ, દરેક જાતક અહીં જણાવેલ પાઠ અચૂક કરે, જાણો પંચાંગ

આજે ગુરુવાર છે. ગુરૂગ્રહની ઉપાસના કરવી ખૂબ જ લાભપ્રદ રહેશે.

રાશિફળ: આ રાશિના જાતકોને અચાનક ધનલાભના યોગ, દરેક જાતક અહીં જણાવેલ પાઠ અચૂક કરે, જાણો પંચાંગ

રાશી ભવિષ્ય (5-7-2018)

આજનું પંચાંગ

તારીખ 5 જુલાઈ, 2018 ગુરૂવાર
માસ જેઠ વદ છઠ સાતમ
નક્ષત્ર ઉત્તરા ભાદ્રાપદ
યોગ સૌભાગ્ય
ચંદ્ર રાશી મીન
અક્ષર દચઝથ

1. આજે ગુરુવાર છે. ગુરૂગ્રહની ઉપાસના કરવી ખૂબ જ લાભપ્રદ રહેશે.
2. જેમની કુંડળીમાં ગુરૂગ્રહ નબળો હોય તે પીળી વસ્તુનું દાન આપી શકે. પીળી કઠોળ, પીળાવસ્ત્ર, સુવર્ણનું દાન પણ આપી શકાય પણ સુવર્ણ ખૂબ જ મોંઘુ છે એટલે એ શક્ય નબને પણ જેમને શક્ય બનતું હોય તે આપી શકે.
3. આજે ઘીનો દીવો પ્રગટાવી શ્રીસૂક્તનો પાઠ અચૂક કરવો.
4. શુક્રદેવના મંત્રનો જાપ પણ કરવો... હેમકુંદ મૃલાભં દૈત્યાનાં પરમંમ ગુરૂ, સર્વશાસ્ત્ર પ્રવક્તારંતં નમામી ભાર્ગવં.

રાશિફળ (5-7-2018)

મેષ (અલઈ)

  • આજનો સૂર્યોદય આપના માટે આનંદપૂર્ણ દિવસનું નિર્માણ કરશે.
  • મુસાફરીના યોગ પણ અહીં દેખાય છે.
  • માતાનું આરોગ્ય વિશેષ જાળવવું.
  • કફજન્ય બિમારીથી સાચવવું.

વૃષભ (બવઉ)

  • ઘરમાં અચાનક કોઈ ફેરફાર દર્શાવે છે.
  • એ ફેરફાર શુભ હોઈ શકે છે.
  • મિત્રો સાથે સુમેળ સારો તેમનાથી લાભ પણ થશે.
  • આજે આપના સંબંધો કામ કરે.

મિથુન (કછઘ)

  • જો કોઈને છેતરવા જશો તો તમે જ છેતરાઈ જશો.
  • માટે, કાળજી રાખજો. સરળ રહેજો.
  • સ્નાયુનો દુઃખાવો ન થાય તે પણ જોવો.
  • વળી, નેત્રપીડાથી પણ આજે સાચવવું.

કર્ક (ડહ)

  • આજે આપનું ભાગ્ય બળવાન
  • વડીલ જાતકો છે તેમના માટે સાનુકૂળતા છે.
  • ધાર્મિકયાત્રા પ્રવાસ પણ થઈ શકે.
  • કાર્યમાં તમારું મન આજે ખૂબ પરોવાય.

સિંહ (મટ)

  • આરોગ્ય અચૂક જાળવવું.
  • જળવિહાર કરવાના હોય તો ખાસ ચેતજો.
  • વડીલો સાથે સંયમપૂર્ણ વ્યવહાર કરજો.
  • બપોરનો સમય આપના માટે સાનૂકુળ છે.

કન્યા (પઠણ)

  • જીવનસાથી સાથે વૈમનસ્ય ન થાય તે જોવું.
  • પરિવારમાં પણ મતમતાંતર થઈ શકે છે.
  • આ બધા વચ્ચે પણ આવકનો સ્રોત જળવાશે.
  • કોઈ મોટી ચિંતાની શક્યતા નથી.

તુલા (રત)

  • પુરુષ જાતકોને આજે અચાનક ધનલાભ થાય.
  • જૂનો તૂટી ગયેલો સંબંધ ફરીથી પણ જોડાય.
  • વેપારી મિત્રોને આજે નીરસતા દેખાય.
  • સંતાન સાથે સુમેળ જાળવવો.

વૃશ્ચિક (નય)

  • આજે આપ ખૂબ જ સક્રીય રહેશો.
  • કામકાજથી કદાચ આજે થાક પણ લાગી જશે.
  • ઘરમાં આનંદપૂર્ણ વાતાવરણ રહેશે.
  • હાડકાની બિમારીથી સાચવજો.

ધન (ભધફઢ)

  • તપસ્વીઓ, સાધકો તેમજ ધાર્મકાર્ય સાથે જોડાયેલા માટે નિર્મળ વાતાવરણનું નિર્માણ થાય.
  • બ્લડપ્રેશરના દર્દીઓએ જાળવવું.
  • કોઈ સમારકામ કાર્યમાં ખર્ચ થઈ શકે.

મકર (ખજ)

  • ઉત્સાહમાં કાર્ય કરો. પણ મળતું દેખાય નહીં.
  • આપ આપનો ઉત્સાહ જાળવી રાખજો.
  • સફળતા ખૂબ નજીક આવી પહોંચી છે.
  • સવારે 8 થી 10ના સમય દરમિયાન શાંતિ જાળવવી.

કુંભ (ગશષસ)

  • આજે સ્નાયુની બીમારી અથવા ચામડીની બિમારી ન થાય તે ખાસ જાળવવું.
  • આપને ધીમો પણ નક્કર લાભ મળશે.
  • જેમ ધીમી ધારનો વરસાદ સારો પાણીમાં જમીનમાં ઊતરે તેમ આ લાભ તમારો આગળનો રસ્તો વધુ સરળ બનાવશે.

મિન (દચઝથ)

  • સફળ દિવસ છે.
  • કાર્યમાં ચીવટ પણ સારી રહેશે.
  • ગળ્યું નહીં પણ મધુર ભોજન જમજો. આરોગ્ય જળવાશે.
  • સંબંધોમાં કટવાટ ન આવે તે પણ ચોક્સાઈ રાખજો.

અમિત ત્રિવેદી

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news