'મારા પિતાએ મારું શોષણ કર્યું, હું ડરીને પલંગ નીચે સંતાઈ જતી', સ્વાતિ માલીવાલે વર્ણવી આપવિતી

Delhi Commission For Women: દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે શનિવારે એક સનસનીખેજ દાવો કર્યો છે. તેમણે પોતાના પિતા પર શોષણનો આરોપ લગાવ્યો છે. સ્વાતિએ કહ્યું- જ્યારે હું નાની હતી ત્યારે મારા પિતા મારું શોષણ કરતા હતા.

'મારા પિતાએ મારું શોષણ કર્યું, હું ડરીને પલંગ નીચે સંતાઈ જતી', સ્વાતિ માલીવાલે વર્ણવી આપવિતી

Swati Maliwal: તમને યકીન ના આવે વિગતો સામે આવી છે. DCWના વડા સ્વાતિ માલીવાલે તેના પિતા પર બાળપણમાં તેની સાથે દુર્વ્યવહાર કરવાનો આરોપ લગાવ્યો છે અને પોતાની આપવિતી સંભળાવી છે.  સ્વાતિએ ખુલાસો કર્યો છે કે જ્યારે પિતા ઘરે આવતા ત્યારે હું ડરીને બેડ નીચે સંતાઈ જતી. પિતા ઘરમાં ખૂબ મારતા અને દિવાલ પર માથું અથડાવતા હતા.

દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે શનિવારે એક સનસનીખેજ દાવો કર્યો છે. તેમણે પોતાના પિતા પર શોષણનો આરોપ લગાવ્યો છે. સ્વાતિએ કહ્યું- જ્યારે હું નાની હતી ત્યારે મારા પિતા મારું શોષણ કરતા હતા. તે મને ખૂબ મારતા હતા, જેથી એ ઘરે આવે ત્યારે ડરના માર્યા હું પલંગ નીચે સંતાઈ જતી હતી. હું બહુ નાની હતી. ઘણી વખત હું પલંગની નીચે સંતાઈને  સ્ત્રીઓને અધિકારો કેવી રીતે મળે એની આખી રાત પ્લાનિંગ કરતી હતી. એ સમયે જ મેં નક્કી કરી લીધું હતું કે, છોકરીઓ અને મહિલાઓનું શોષણ કરનારાઓને પાઠ ભણાવશે.

સ્વાતિએ આગળ કહ્યું- મને હજુ પણ યાદ છે. જ્યારે તેઓ મને મારવા આવતા ત્યારે મારા વાળ પકડી લેતા અને મારું માથું દિવાલ પર જોરથી અથડાવતા હતા. જેના કારણે તેને ઈજા થતી અને લોહી વહેતું રહેતું. ખૂબ જ દર્દ થતું હતું. પરંતુ હું માનું છું કે જ્યારે કોઈ વ્યક્તિ ઘણા અત્યાચારો સહન કરે છે ત્યારે જ તે બીજાની પીડા સમજી શકે છે. ત્યારે જ તેની અંદર આવી આગ જાગે છે, જેના કારણે તે આખી સિસ્ટમને હલાવી દે છે. કદાચ મારી સાથે પણ એવું જ થયું છે અને અમારા બધા એવોર્ડ મેળવનારાઓની પણ એક જ વાર્તા છે.

સ્વાતિ માલીવાલ દિલ્હી મહિલા આયોગ (DCW)ના અધ્યક્ષ છે. 2021માં સ્વાતિને સતત ત્રીજી વખત DCWની જવાબદારી સોંપવામાં આવી હતી. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હી મહિલા આયોગની વર્તમાન ટીમને બીજી ટર્મ આપવાના નિર્ણયને મંજૂરી આપી હતી. સ્વાતિ 2015 થી સતત દિલ્હી મહિલા આયોગના વડા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news