ડિયર જિંદગી: તમે માતાને મારી પાસે કેમ મોકલ્યા!
બંગાળી આંટી નથી રહ્યાં! તેમનુ નામ તો અમને ખબર નથી, તેમને બધા પ્રેમથી આ જ નામે બોલાવતા હતાં. જ્યારે આ અંગે ખબર પડી, ત્યારે તેમની 'વિદાય'ને ચોવીસ કલાકથી પણ વધુ વીતી ગયા હતાં.
Trending Photos
બંગાળી આંટી નથી રહ્યાં! તેમનુ નામ તો અમને ખબર નથી, તેમને બધા પ્રેમથી આ જ નામે બોલાવતા હતાં. જ્યારે આ અંગે ખબર પડી, ત્યારે તેમની 'વિદાય'ને ચોવીસ કલાકથી પણ વધુ વીતી ગયા હતાં. આ અંગે અમને મોડી જાણ થઈ તેના અનેક કારણ હતાં. હવે અમે તે કોલોનીમાં રહેતા નથી. અંકલ-આંટી બંને માટે મોબાઈલ રાખવો, તેને સંભાળવો શક્ય નથી. આથી, અમને ફક્ત એટલી જ ખબર હતી કે હાલ તેઓ બેંગ્લુરુમાં છે.
જ્યારે તેઓ તેમની પુત્રી પાસે બેંગ્લુરુ જવાના હતાં, ત્યારે અમે તેમને મળવા ગયા હતાં. તેમને અમારા છોકરાઓ પ્રત્યે ખુબ પ્રેમ અને પત્ની સાથે પ્રેમાળ ભાવ હતો. પરંતુ તેઓ તે વખતે આરામ કરી રહ્યાં હતાં એટલે અમારે તેમને મળ્યા વગર જ પાછા ફરવું પડ્યું.
આ ડિયર જિંદગી તે 'બંગાળી આન્ટી'ની સ્મૃતિમાં નથી. તેમની એકમાત્ર પુત્રીનો તેમના પ્રત્યેનો વ્યવહાર, તેમની સમજથી દૂર એવી સોચ અંગે પણ નથી. આ તે પાડોશીઓ વિશે છે જેઓ સંવેદનાની સૂકાઈ રહેલી નદી, નીરસ સંબંધો અને પોતાના ફ્લેટ સુધી સમેટાયેલી ચિંતા વચ્ચે એક એવી દુનિયાના સૂત્રધાર છે જેમાં બધા માટે આશા, સુખ, સરોકાર છે!
આ 'ડિયર જિંદગી' એટલા માટે છે, જેનાથી માનવતાનો સ્વાદ કડવી યાદો વચ્ચે કસાયેલો ન થઈ જાય. 'એક બીજાનો સાથ' જેવી વાતો ફક્ત પુસ્તકોમાં કેદ થઈને ન રહી જાય. આપણને યાદ રહે કે આત્મીયતા, સ્નેહની આપણને બધાને જરૂર છે. આ ઉલ્લેખ જીભ પર કાયમ રહે, એટલા માટે સારી ચીજોનો વારંવાર ઉલ્લેખ કરવો જોઈએ.
આશુતોષ પંત, અનિલ જાંગીડ, અશોક જાંગડા અને સીમા પંત, પૂજા, કવિતા આંટીના નજીકના પાડોશી રહ્યાં. તેમણે આંટીની દેખભાળ, હોસ્પિટલ લાવવા-લઈ જવા, ડોક્ટર સાથે નિયમિત સંપર્ક જાળવી રાખવા જેવી જવાબદારી આત્મીયતા, સ્નેહ અને જવાબદારીના સહજબોધથી નીભાવી.
પાડોશીઓથી વધુ આ ત્રણેય પરિવાર આંટીના સ્વઘોષિત 'સંરક્ષક' હતાં. જેમણે પોતે એક વયોવૃદ્ધ દંપત્તિની સેવાનો ભાર એક વર્ષથી પણ વધુ સમયથી પોતાના ઉપર લઈ રાખ્યો હતો.
આંટીની એકમાત્ર પુત્રી બેંગ્લુરુમાં રહે છે. આર્થિક રીતે સમૃદ્ધ છે. આંટીના ઈન્દિરાપુરમમાં બે ફ્લેટની તે એકમાત્ર વારસદાર છે. આમ છતાં આંટીની પુત્રી તરફથી માતા પ્રત્યે આવું રૂક્ષ વલણ મેં મારા સંબંધીઓ, મિત્રવર્તુળમાં ક્યારેય જોયું નથી.
આ દરમિયાન જ્યારે પણ તેમની પુત્રીને ફોન કરવામાં આવ્યો, તેણે હંમેશા રૂક્ષતા, ઊંડી ઉદાસીનો પરિચય કરાવ્યો. 80 વર્ષથી વધુ ઉંમરની માતા પ્રત્યે એક સક્ષમ પુત્રીનું આ વલણ દરેકને ચોંકાવનારું હતું.
પાડોશીઓએ જ્યારે આંટીની પુત્રીને તેમના સ્વાસ્થ્ય અંગે જણાવ્યું તો તેમણે કહ્યું કે તેમાં કોઈ મોટી વાત નથી. ત્યાં જ તેમની દેખભાળ કરો. એરપોર્ટ પર રવાના કર્યા બાદ જ્યારે હાલચાલ માટે સંપર્ક કરવામાં આવ્યો તો તેમણે કહ્યું કે 'તેમની તબિયત એટલી પણ ખરાબ નહતી કે તમે તેમને અહીં મોકલી દીધા! ત્યાં પણ તેમને સરળતાથી રાખી શકાયા હોત'.
આપણી આસપાસ અનેક લોકો છે, જેમાંનો એક હું પણ છું, જે કહે છે કે પુત્રની સરખામણીમાં પુત્રી વધુ સંવેદનશીલ, દેખભાળ કરનારી હોય છે. હું આ ઘટનાને મીસાલ તરીકે રાખવા માંગતો નથી, પરંતુ આવી ચીજોથી આપણે એટલું તો સમજવું પડશે કે કાળજી લેવાની વાતને 'જેન્ડર' સાથે જોડવું એ યોગ્ય નથી!.
એક સમૃદ્ધ સુશિક્ષિત પુત્રના માતા સાથે મતભેદ હોઈ શકે છે, પરંતુ આવું કેવી રીતે શક્ય બને કે તે માતાની અંતિમ પળોમાં તેના પાડોશીઓથી એટલા માટે નારાજ થઈ જાય કારણ કે તેમણે એક બીમાર માતાને તેમની પુત્રી પાસે મોકલી દીધી! પ્રેમ, સ્નેહ અને ખ્યાલ રાખવાની ચર્ચા વચ્ચે આપણે એ સમજવું જરૂરી છે કે આપણે જે બાળકો માટે ગાંડપણ કાઢી રહ્યાં છે તેમને આપણે શું શીખવી રહ્યાં છીએ! તેઓ શું શીખી રહ્યાં છે, તેનાથી વધુ જરૂરી તેઓ કેવા મનુષ્ય બની રહ્યાં છે, તેમના મનમાં આપણા માટે 'રંધાઈ' રહ્યું છે, તે છે. આપણે તેમની કોમળ ભાવનાઓને કેવી રીતે સંભાળી રહ્યાં છીએ, તે અંગે ખુબ જ ગંભીરતાથી વિચારવાની જરૂર છે.
તમામ લેખો વાંચવા માટે કરો ક્લિક - ડિયર જિંદગી
સરનામું :
ડિયર જિંદગી (દયાશંકર મિશ્રા)
Zee Media,
વાસ્મે હાઉસ, પ્લોટ નં. 4,
સેક્ટર 16 A, ફિલ્મ સિટી, નોઇડા (યુપી)
(લેખક ઝી ન્યૂઝના ડિજિટલ એડિટર છે)
તમારા સવાલ અને સૂચનો ઇનબોક્સમાં જણાવો :
(https://www.facebook.com/dayashankar.mishra.54)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે