ડિયર જિંદગી : અપ્રિયને વાગોળવાની કુટેવ !

આપણે અપ્રિય વસ્તુઓમાં એવા અટવાયેલા રહીએ છીએ કે જીવનમાં તણાવ અને ખરાબ અનુભવનો અજાણતામાં સંગ્રહ કરતા રહીએ છીએ. અપ્રિયને વાગોળવાની કુટેવ એક રીતે મનને અસ્વસ્થ અને ખાલી બનાવી નાખે છે.

ડિયર જિંદગી : અપ્રિયને વાગોળવાની કુટેવ !

આપણને બધાને શું યાદ રહે છે? સૌથી મોટો સુખદ અને રોમાંચકારી અનુભવ અથવા તો જેણે આપણું મન કડવાશથી ભરી દીધું હોય ! પહેલી નજરમાં તમને લાગે છે કે તમે સુખને નથી ભુલતા, પણ હકીકત આ નથી. સુખની એક સીમા છે. તેની ઉંમર બહુ નાની છે, તમારી સમજથી પણ નાની.

બીજી તરફ ખરાબ અને કડવો અનુભવ હંમેશા મન પર છવાયેલો રહે છે. અપ્રિયનો ઘા મનમાં કોઈ તીરની જેમ સમાયેલો રહે છે. ખરાબ અનુભવ હંમેશા મગજમાં આગિયાની જેમ ચમકતો રહે છે. આ આપણા મનનો કોઈ સ્થાયી ભાવ નથી, પણ એની સતત હાજરીથી મન સ્વસ્થ નથી રહી શકતું. મનમાં વિકારને પોતાનું સ્થાન જમાવવા માટે એક ખૂણો મળી જ રહે છે. આપણે બધા આપણો સ્વભાવ બહુ સારી જાણીએ છીએ. આપણે બધું સહન કરી શકીએ છીએ પણ મનમાં કોઈ વસ્તુ જગ્યા બનાવી લે તો એને હટાવવાનું પસંદ નથી કરતા. આપણી આ આદતને કારણે મગજમાં ખરાબ અનુભવ તેમજ ઘટના એવા ઘા પડે છે જેની સફાઈ ન થવાને કારણે એમાંથી દુખ સતત દુઝતું રહે છે. 

ધીમેધીમે આ દુખ આપણા મનની અંદર પહોંચી જાય છે. આપણે માનસિક રીતે ધીમેધીમે અપ્રિય વસ્તુઓને વાગોળવા લાગીએ છીએ. તમારા ઘર-પરિવાર તેમજ મિત્રોની બેઠક વિશે થોડું ગહન ચિંતન કરો. તમે સહેલાઈથી સમજી શકશો કે જ્યારે પણ મિત્રો અને પરિવાર જુની યાદ વાગોળતા હોય ત્યારે તેમાં મોટાભાગના અનુભવ ખરાબ અને અપમાનનો બોધ કરાવતા હોય છે. 

તમારા માનસિક સ્વાસ્થ્ય, વિચાર તેમજ તણાવથી મુક્તિની દિશામાં જે વસ્તુઓ સૌથી વધારે બાધક છે એમાં સૌથી મહત્વનો મુદ્દો છે અપ્રિય વસ્તુઓને વાગોળવાની કુટેવ.  આપણે અપ્રિય વસ્તુઓમાં એવા અટવાયેલા રહીએ છીએ કે જીવનમાં તણાવ અને ખરાબ અનુભવોનો અજાણતામાં સંગ્રહ કરીએ છીએ. અપ્રિયને વાગોળવાની કુટેવ એક રીતે મનને અસ્વસ્થ અને ખાલી બનાવી નાખે છે.

આ વાતને સરળતાથી સમજીએ તો તમે તમારા ઘરમાં કચરાને કેટલા દિવસ સુધી ભેગો કરી શકો છો? કચરો તો કચરો છે. તેને ગમે તેટલો સંભાળવામાં આવે તો પણ એક સીમા પછી એને સાચવી નથી શકાતો. આ સંજોગમાં કચરામાંથી મુક્તિ મેળવી જરૂરી છે. મનમાં ખરાબ અનુભવની યાદગીરી પણ વાગોળવાના અનુભવ સમાન છે. એકવાર એમાં આનંદ મળવા લાગે છે તો એવું લાગે છે એના સિવાય બીજું કંઈ કામ નથી જ્યારે બીજો પક્ષ તમારા નિયંત્રણ અને પહોંચથી દૂર શાંતિપૂર્ણ રીતે જીવન પસાર કરી રહ્યો છે. 

આપણે યાદ રાખવું પડશે કે જિંદગી ટ્રેન જેવી છે. એ નિયત સમયે સ્ટેશન પર આવે છે, થોડા સમય સુધી પ્રવાસીની રાહ પણ જુએ પણ અંતે એ કોઈની રાહમાં લાંબો સમય ઉભી નથી રહેતી. એણે જે પ્રવાસીઓ મળે એને લઈને આગળ જવું જ પડે છે. 

જીવન પ્રત્યે આ દૃષ્ટિકોણ જ અપનાવાની જરૂર છે. તમે અણગમતી યાદગીરીને વાગોળીને આખું જીવન તો નથી ગાળી શકતા. વસ્તુઓ આવે છે અને જાય છે. ખાટા-મીઠા અનુભવ તો થતા રહે છે. જિંદગીના સફરમાં થયેલા દરેક અનુભવને 'સ્ટેશન'થી વધારે મહત્વ આપવાની જરૂર નથી. તમામ ખરાબ અનુભવ પછી ટ્રેન બીજા સ્ટેશન સુધી નીકળી પડે છે. બસ, આ નીતિ જ આપણે અપનાવાની છે.

તમામ લેખો વાંચવા માટે કરો ક્લિક - ડિયર જિંદગી

સરનામું :  
ડિયર જિંદગી (દયાશંકર મિશ્રા)
Zee Media,
વાસ્મે હાઉસ, પ્લોટ નં. 4, 
સેક્ટર 16 A, ફિલ્મ સિટી, નોઇડા (યુપી) 

(લેખક ઝી ન્યૂઝના ડિજિટલ એડિટર છે)

તમારા સવાલ અને સૂચનો ઇનબોક્સમાં જણાવો : 
(https://www.facebook.com/dayashankar.mishra.54)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news