Delhi Covid Cases: દિલ્હીમાં કોરોનાએ ફરી બતાવ્યું વિકરાળ રૂપ, સંક્રમણ દર 2.5%
Corona's Positivity Rate: દિલ્હીમાં કોરોનાનો પોઝિટિવિટી રેટમાં ફરી એકવાર ઉછાળો જોવા મળ્યો છે. દિલ્હી સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર 13 એપ્રિલના રોજ દિલ્હીમાં કોરોનાના 299 નવા કેસ સામે આવ્યા અને સંક્રમણ દર 2.49% થઇ ગયો. રાહતની વાત એ છે કે કોરોનાના કોઇપણ દર્દીનું મોત થયું નથી.
Trending Photos

શું કહે છે આંકડો?
ગત 24 કલાકમાં દિલ્હીમાં 12,022 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા અને 173 દર્દીઓ સાજા થયા. દિહ્લીમાં હાલ કોરોના કુલ 814 એક્ટિવ કેસ છે. તમને જણાવી દઇએ કે 11 એપ્રિલના રોજ દિલ્હીમાં સંક્રમણ દર 2.7% હતી. જોકે 12 એપ્રિલના રોજ ઘટીને 1.71% થઇ ગયો. પરંતુ 13 એપ્રિલના રોજ સંક્રમણ દર ફરી એકવાર વધીને 2.49% થઇ ગયો છે.
સ્કૂલો પર પણ પડી રહી છે અસર
કેટલીક સ્કૂલોમાં ઘણા બાળકો અને ટીચર્સ કોરોના પોઝિટિવ થયા બાદ સ્કૂલો બંધ કરી દીધી છે. તમને જણાવી દઇએ કે દિલ્હી તે 4 રાજ્યોમાં ત્રીજા નંબર પર છે જેમાં કોરોના વાયરસ મહામારી ફરી એકવાર ઝડપથી પ્રસરી રહી છે.
ભારતના કયા રાજ્યોમાં પર વધુ અસર
તાજેતરમાં જ સ્વાસ્થ્ય સચિવને એક પત્ર લખીને પ્રદેશ સરકારને ચેતાવણી આપી હતી. સાથે જ સંક્રમણને રોકવા માટે જરૂરી ઉપાય કરવાની પણ સલાહ આપી હતી. દિલ્હીની સાથે કેરલ, મહારાષ્ટ્ર, મિઝોરમ અને હરિયાણા સરકારને પણ આવો જ પત્ર મોકલવામાં આવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે