કોરોના વિરૂદ્ધ જંગ! પ્લાઝ્મા બેંક પર દિલ્હી સરકારે મોટી જાહેરાત
દેશમાં કોરોના (Corona-Virus)ના કેસ સતત વધતા જાય છે. આ દરમિયાન દિલ્હી સરકારે એક મોટી જાહેરાત કરી છે. દિલ્હી સરકાર દેશની પ્રથમ પ્લાઝ્મા બેંક બનાવશે. બ્લડ બેંકની તર્જ પર આ પ્લાઝ્મા બેંક બનશે.
Trending Photos
નવી દિલ્હી: દેશમાં કોરોના (Corona-Virus)ના કેસ સતત વધતા જાય છે. આ દરમિયાન દિલ્હી સરકારે એક મોટી જાહેરાત કરી છે. દિલ્હી સરકાર દેશની પ્રથમ પ્લાઝ્મા બેંક બનાવશે. બ્લડ બેંકની તર્જ પર આ પ્લાઝ્મા બેંક બનશે.
દિલ્હી સરકાર પ્લાઝ્મા થેરેપી પર ફોકસ કરી રહી છે. આ બેંક 2 દિવસમાં શરૂ થઇ જશે. પ્લાઝ્મા દાન કરનાર માટે હોટલાઇન નંબર જાહેર કર્યા છે અને તેમના માટે ટ્રાંસપોર્ટ ની પણ સુવિધા હશે.
દિલ્હીની પ્લાઝ્મા બેંક ILBS હોસ્પિટલમાં બનાવવામાં આવશે. બે દિવામાં શરૂ થઇ જશે. સરકારી તથા પ્રાઇવેટ તમામ હોસ્પિટલમાં દાખલ દર્દીઓ માટે આ બેંક હશે. તો બીજી તરફ લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે જે લોકો કોરોનાથી સાજા થઇ ગયા છે, તે વધુમાં વધુ દાન કરે અને બાકી લોકોના જીવ બચાવે.
તમને જણાવી દઇએ કે એલએનજેપીમાં ગત થોડા દિવસોમાં 35 દર્દીઓને પ્લાઝ્મા આપવામાં આવ્યા છે. પ્લાઝમા દાન કરનારની આવવા જવાની વ્યવસ્થા દિલ્હી સરકાર કરશે. એક નંબર જાહેર કરવામાં આવશે. જેના પર કોલ કરીને પ્લાઝમા ડોનેટ કરવા વિશે જાણકારી આપવી પડશે. સરકાર તરફ્થી સાજા થયેલા દર્દીઓનો સંપર્ક કરવામાં આવશે.
તેની સાથે દિલ્હી સરકાર, LNJP ના ડોક્ટર અસીમ ગુપ્તાના પરિજનોને એક કરોડ રૂપિયાનું સન્માન રાશિ મળશે. ડોક્ટર અસીમ ગુપ્તાની કોરોના સંક્રમણનું કારણ મોત થઇ હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે