JNUમાં વિવેકાનંદની મૂર્તિ મુદ્દે વિદ્યાર્થી સંઘ પદાધિકારીઓએ ઉઠાવ્યા સવાલ
મળતી માહિતી અનુસાર સ્વામી વિવેકાનંદની પ્રતિમા તંત્રએ ખંડની ડાબી તરફ અને પંડિત નેહરૂની પ્રતિમા સામે રહેશે
Trending Photos
નવી દિલ્હી : જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટી (JNU)માં પંડિત જવાહરલાલ નેહરૂની પ્રતિમા સામે સ્વામી વિવેકાનંદની પ્રતિમા લગાવવાની યોજનાનો મુદ્દો સતત ગરમાઇ રહ્યો છે. જેએનયુ વિદ્યાર્થી સંઘના ઉપાધ્યક્ષ સારિકા ચૌધરીએ સોમવારે કહ્યું કે, અમને જણાવવામાં આવ્યું છે કે, યુનિવર્સિટી પાસે મેસ વર્કર્સનાં ભથ્થા સુધી આપવા માટે પુરતો ફંડ નથી આપવામાં આવ્યો. સારિકાએ યુનિવર્સિટીનાં વીસી પર આરોપ લગાવતા કહ્યું કે, વીસી પોતાનાં રાજનીતિક સંબંધો સાધવા માટે વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓની સમસ્યા પર ધ્યાન નથી આપી રહ્યા.
જેએનયુમાં ઝડપથી બનશે સ્વામી વિવેકાનંદની પ્રતિમા
જેએનયુમાં ઝડપથી સ્વામી વિવેકાનંદની પ્રતિમા બનશે. બીજી તરફ આ મુદ્દે વિદ્યાર્થી સંઘ અને શિક્ષણ સંઘ આશ્ચર્ય વ્યક્ત કરી હ્યા છે કે તેના માટે નાણા ક્યાંથી આવશે. જણાવાઇ રહ્યું છે કે કાર્યકારી પરિષદે ગત્ત વર્ષે જુલાઇમાં તેના માટે મંજુરી આપી હતી ત્યાર બાદ એક સમિતી બનાવવાઇ હતી. જણાવાઇ રહ્યું છે કે પ્રતિમા તંત્ર ખંડના ડાબા અને પંડિત જવાહરલાલ નેહરૂની પ્રતિની સામે આવેલી હશે.
પ્રતિમા નિર્માણ માટે નાણાનો સ્ત્રોત શું છે-વિદ્યાર્થી સંઘ
આ મુદ્દે જેએનયુનાં વિદ્યાર્થી સંઘ અને શિક્ષક સંઘને પુછવામાં આવ્યું હતું કે, પ્રતિમા નિર્માણ માટે નાણાનો સ્ત્રોત શું છે. તેમણે કહ્યું હતું કે, એક તરફ યુનિવર્સિટીની પાસે પુસ્તકાલય અને વિદ્યાર્થીઓને શિષ્યવિૃતી આપવા માટે નાણા નથી અને બીજી તરફ આ પ્રતિમાઓ બનાવવામાં વ્યસ્ત છે.
JNUનો વિવાદો સાથે રહ્યો છે જુનો સંબંધ
JNU કોઇના કોઇ કારણે સતત વિવાદોમાં રહે છે. ગત્ત વર્ષે JNUનાં વાઇસ ચાન્સેલર એમ.જગદીશકુમારે સરકારે યુનિવર્સિટી કેમ્પમાં એક ટેંક ઉભા કરવાની માંગ કરી હતી. કુમારના અનુસાર આ ટૈંક જેએનયૂ સ્ટુડેંટ્સમાં સેના પ્રત્યે પ્રેમની ભાવના જગાવશે. ઉલ્લેખનીય છે કે જેએનયુની અંદર અનેક વખત વિવાદ થઇ ચુક્યો છે. અને ત્યાનાં કેટલાક વિદ્યાર્થીઓ પર દેશ વિરોધી ગતિવિધિઓમાં સમાવિષ્ટ હોવાનો આરોપ લગાવ્યો હતો. તેમનાં પર હાલ કેસ પણ ચાલી રહ્યો છે અને દિલ્હી પોલીસ તપાસ કરી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે