જેએનયુ News

કનૈયા કુમાર પર ચાલશે દેશદ્રોહનો કેસ, ટુકડે ટુકડે ગેંગ સામે ZEE NEWS ની જીત
જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટીમાં દેશ વિરોધી નારા લગાવવાનાં મુદ્દે ટુકડે ટુકડે ગેંગને મોટો ઝટકો લાગ્યો છે. આ મુદ્દે આરોપી કન્હૈયા કુમાર પર હવે દેશદ્રોહનો કેસ ચાલશે. દિલ્હીની કેજરીવાલ સરકારે ગૃહ વિભાગને દિલ્હી પોલીસને કનૈયા કુમાર વિરુદ્ધ દેશદ્રોહનો કેસ ચલાવવાની પરવાનગી આપી છે. દિલ્હી સરકારે દિલ્હી પોલીસની સ્પેશ્યલ સેલને કનૈયા વિરુદ્ધ દેશદ્રોહની વિવિધ કલમ હેઠળ કેસ ચલાવવા માટેની પરવાનગી આપી દીધી છે. આ ફાઇલ દિલ્હી સરકારનાં ગૃહ વિભાગ પાસે હતી. જેએનયુ વિદ્યાર્થી સંઘના પૂર્વ અધ્યક્ષ કનૈયા કુમાર પર વર્ષ 2016માં જેએનયુ પરિસરમાં લગાવાયેલા ભારત વિરોધી નારાઓ અને નફરત ફેલાવવાનાં આરોપમાં દિલ્હી પોલીસે એક વર્ષ પહેલા આરોપપત્ર દાખલ કર્યું હતું. આ મુદ્દો સૌથી પહેલા ZEE NEWS દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો.
Feb 28,2020, 20:16 PM IST
JNUના સાઈડ ઈફેક્ટ્સ : આ પ્રોજેક્ટ્સમાંથી દીપિકાને હાથ ધોવા પડ્યા...
બોલિવુડની દિગ્ગજ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ (Deepika Padukone) ભારતમાં સૌથી વધુ કમાણી કરનારી એક્ટ્રેસ છે, પરંતુ જેએનયુ ઘટના (JNU Violence) બાદથી અનેક મોટા બ્રાન્ડ્સે તેનાથી દૂર ભાગી રહ્યાં છે. જ્યારે કે, કેટલાક બ્રાન્ડ્સનું કહેવું છે કે, તે દીપિકા પાદુકોણ પર ફિલ્માવેલ કેટલીક જાહેરાતો થોડા સમય માટે હટાવી રહ્યાં છે. કોકા-કોલા અને એમેઝોનનું પ્રતિનિધિત્વ કરનારા આઈપીજી મેડીબ્રાન્ડ્સના મુખ્ય કાર્યકારી અધિકારી શશી સિન્હાએ કહ્યું કે, સામાન્ય રીતે, બ્રાન્ડ્સ સુરક્ષિત રહેવાનુ પસંદ કરે છે અને કોઈ પણ વિવાદથી સાવધાન રહે છે. ઉલ્લેખનીય છે કે, આ ઘટના બાદથી જ મોદી સરકારના કૌશલ વિકાસ અને ઉદ્યોગ મંત્રાલયે દીપિકા પાદુકોણ પર ફિલ્માયેલી સ્કીલ ઈન્ડિયાનો પ્રમોશનલ વીડિયો ડ્રોપ કરી દીધો છે.
Jan 13,2020, 13:24 PM IST
JNU હિંસાનો વધુ એક Videoનો રાઝ ખૂલ્યો, હુમલાના ષડયંત્રની ખૂલી ગઈ પોલ
જેએનયુ હિંસા (JNU Violence) નો વધુ એક વીડિયો સામે આવ્યો છે. 5 જાન્યુઆરીના રોજ સાબરમતી હોસ્ટેલમાં થયેલી હિંસાથી પહેલા દંડાની પાસે પેરિયાર હોસ્ટલની બહાર બુકાનીધારી એકછા થયા હતા. પોલીસ ભીડને કાબૂ કરવાનો પ્રયાસ કરી રહી હતી. વીડિયોમા વિદ્યાર્થીઓ દંડા પકડેલા જોવા મળી રહ્યાં છે. આ વીડિયો પેરિયાર હોસ્ટેલમાં થયેલા હુમલા પહેલાનો છે. અનેક વિદ્યાર્થીઓ હુમલાની તૈયારી કરી રહ્યાં છે. તે સમયે વર્દીમાં કેટલાક પોલીસવાળા દેખાઈ રહ્યાં છે. પોલીસવાળા ઉગ્ર વિદ્યાર્થીઓને રોકતા દેખાઈ રહ્યાં છે. વર્દીમાં જે પોલીસ છે, તે વિદ્યાર્થીઓને સમજાવીને તેઓની પાસેથી દંડા પરત લઈ રહ્યાં છે. એક વિદ્યાર્થીની સાથે ધક્કામુક્કી થઈ રહી છે, તે હાથ જોડી રહ્યો છે. 
Jan 11,2020, 21:57 PM IST
LIVE DEBATE સાચું કોણ: ABVP અને NSUI વચ્ચે ઘર્ષણ મુદ્દે ખાસ ચર્ચા, જુઓ Live...
દિલ્હીમાં જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (JNU)ની હિંસાના પડઘા અમદાવાદમાં પણ પડેલા જોવા મળ્યાં. 7મી જાન્યુઆરીના રોજ અહીં પાલડી ખાતે ABVP અને NSUI વચ્ચે ઘર્ષણ થયું હોવાની ઘટના બની. ભાજપની વિદ્યાર્થીપાંખ ABVP અને કોંગ્રેસની વિદ્યાર્થીપાંખ NSUIના સભ્યો વચ્ચે સામસામે પથ્થરમારો થયો અને લાકડીઓ સાથે પ્રદર્શનકારીઓ રસ્તા પર ઉતરી આવ્યા. આ ઘર્ષણ દરમિયાન NSUIના રાષ્ટ્રીય મહામંત્રી નિખિલ સવાણી (Nikhil Savani) ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતાં અને હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. આજે તેઓને એસવીપીમાંથી ડિસ્ચાર્જ કરાયા અને ત્યારબાદ તેમણે એક પ્રેસ કોન્ફરન્સ કરી સત્તાધારી ભાજપ સરકાર અને ભાજપની વિદ્યાર્થી પાંખ ABVP પર ગંભીર આરોપ લગાવ્યાં.
Jan 9,2020, 22:35 PM IST
ઈજાગ્રસ્ત નિખીલ સવાણીએ હોસ્પિટલથી બારોબાર મીડિયા સંબોધન કર્યું, પોલીસ પર લ
દિલ્હીમાં જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (JNU)ની હિંસાના પડઘા અમદાવાદમાં પણ પડેલા જોવા મળ્યાં. 7મી જાન્યુઆરીના રોજ અહીં પાલડી ખાતે ABVP અને NSUI વચ્ચે ઘર્ષણ થયું હોવાની ઘટના બની. ભાજપની વિદ્યાર્થીપાંખ ABVP અને કોંગ્રેસની વિદ્યાર્થીપાંખ NSUIના સભ્યો વચ્ચે સામસામે પથ્થરમારો થયો અને લાકડીઓ સાથે પ્રદર્શનકારીઓ રસ્તા પર ઉતરી આવ્યા.  આ ઘર્ષણ દરમિયાન NSUIના રાષ્ટ્રીય મહામંત્રી નિખિલ સવાણી (Nikhil Savani) ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતાં અને હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. આજે તેઓને એસવીપીમાંથી ડિસ્ચાર્જ કરાયા અને ત્યારબાદ તેમણે એક પ્રેસ કોન્ફરન્સ કરી સત્તાધારી ભાજપ સરકાર અને ભાજપની વિદ્યાર્થી પાંખ ABVP પર ગંભીર આરોપ લગાવ્યાં. 
Jan 9,2020, 12:19 PM IST
JNUમાં દીપિકાની સામે લાગ્યા 'આઝાદી'ના નારા અને  #BoycottChhapaak ટ્રેન્ડ
Jan 8,2020, 10:42 AM IST

Trending news