દિલ્હી હાઇકોર્ટે પતંજલીનો ટ્રેડમાર્ક વાપરનાર કંપનીઓની ઝાટકણી કાઢી

દિલ્હી હાઇકોર્ટે પતંજલીનો ટ્રેડમાર્ક વાપરનાર કંપનીઓની ઝાટકણી કાઢી

નવી દિલ્હીઃ દિલ્હી હાઇકોર્ટે ચાર આર્યુવેદ કંપનીઓ અને એક ટ્રસ્ટ પર પતંજલિ નામથી ઉત્પાદન બનાવવા, વેચવા અને જાહેરાત કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે કારણ કે આ લોગો યોગગુરૂ રામદેવની કંપનીનો રજિસ્ટર્ડ ટ્રેડમાર્ક છે. જસ્ટિસ રાજીવ સહાયની પીઠે ઉપરોક્ત આદેશ રામદેવની કંપની પતંજલિ આયુર્વેદ લિમિટેડની અરજીની સુનવણી દરમિયાન આપ્યો હતો.  અરજીમાં કહેવામાં આવ્યું હતું કે તેમના ટ્રેડમાર્કના નામથી કર્મવીર આયુર્વેદ, ડો.જી બાયોટેક, ધાત્રિ અને દિવાઇ ગ્રામોદ્યોગ સેવા સંસ્થા નામની ચાર ફર્મ પોતાના ઉત્પાદનો બનાવી અને વેચી રહી છે. 

પતંજલિએ તર્ક આપ્યો છે કે, ફર્મ દાવો કરી રહી છે કે આવુ મહર્ષિ પતંજલિ વૈદિક ફાઉન્ડેશન ટ્રસ્ટની મંજૂરીની સાથે કરી રહી છે. ચારેય કંપનીઓ અને ટ્રસ્ટને પતંજલિ ટ્રેડમાર્કનો ઉપયોગ કરવાથી રોકવા માટે કોર્ટે તેમને નોટિસ જાહેર કરી અને 16 મેની સુનાવણીમાં જવાબ માંગ્યો છે. આ અગાઉ બાબા રામદેવે જાહેરાત કરતાં કહ્યું હતું કે આવતા વર્ષ સુધી તેમની કંપની ગાર્મેન્ટ સેક્ટરમાં પણ ઉતરશે. ગોવા ફેસ્ટ 2018માં પહોંચેલા રામદેવે કહ્યું કે, ‘લોકો મને પૂછી રહ્યા છે કે તમે તમારી કંપનીની જિન્સને માર્કેટમાં ક્યારે લોન્ચ કરી રહ્યા છો. જેથી અને આવતા વર્ષથી એથનિક વિયર સહિત બાળકો, પુરૂષો અને મહિલાઓ માટે ગાર્મેન્ટ પ્રોડકટ્સ લોન્ચ કરવાનો નિર્ણય લીધો છે. 

બાબા રામદેવે એ પણ જાહેરાત કરી કે કંપની સ્પોર્ટ્સ અને યોગ માટે ગાર્મેન્ટસ પણ લોન્ચ કરશે. કંપની કોસ્મેટિક અને ફૂડ પ્રોડક્ટ્સના બિઝનેસમાં અગાઉથી જ છે. તેમણે દાવો કર્યો કે પતંજલિ આર્યુવેદ વર્ષ દર વર્ષ નાણાંકીય રીતે મજબૂત થઇ રહી છે અને આવનારા દિવસોમાં કંપની ટર્નઓવરના મામલે દેશની સૌથી મોટી કંપની બની જશે. પતંજલિની ફિસ્કલ પોલિસીઝ પર વાત કરતાં રામદેવે કહ્યું કે તેમની કંપનીમાં મોટી સેલેરીવાળા પ્રોફેશનલ્સ એપોઇન્ટ નથી કરવામાં આવતા પરંતુ એવા લોકોને રાખવામાં આવશે જેઓ કામ પ્રત્યે પ્રતિબદ્ધ છે. રામદેવ પોતાની કંપનીની જાહેરાતમાં જાતે જ નજરે પડે છે. આ અંગે તેમણે કહ્યું કે એડ કેમ્પેનમાં મોટા ચહેરાને ન લેવાથી કંપનીના ખાસ્સા રૂપિયા બચ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news