ચોંકાનારો કિસ્સો! અમદાવાદમાં નરાધમે 9 વર્ષના બાળકને ધાબે લઈ જઈને કર્યું ન કરવાનું કામ!

શહેરના કૃષ્ણનગર પોલીસ મથક વિસ્તારમાં આવતા નવા નરોડાની પાશ્વનાથ સોસાયટીમાં રહેતા એક પરિવારે પોતાના 9 વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય થયું હોવાની ફરિયાદ નોંધાવી હતી.

ચોંકાનારો કિસ્સો! અમદાવાદમાં નરાધમે 9 વર્ષના બાળકને ધાબે લઈ જઈને કર્યું ન કરવાનું કામ!

ઉદય રંજન/અમદાવાદ: નવા નરોડા વિસ્તારમાં 9 વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવાની ઘટના સામે આવી છે. બાળકને લલચાવી તેના પર આ કૃત્ય કરવામાં આવ્યું હતું. જોકે પરિવારને જાણ થતાં કૃષ્ણનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે.

અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં રહેતા એક નરાધમે તેની જ સોસાયટીમાં રહેતા એક બાળકને પોતાની હવસનો શિકાર બનાવ્યો છે. શહેરના કૃષ્ણનગર પોલીસ મથક વિસ્તારમાં આવતા નવા નરોડાની પાશ્વનાથ સોસાયટીમાં રહેતા એક પરિવારે પોતાના 9 વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય થયું હોવાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને આધારે પોલીસે ફરિયાદીની જ સોસાયટીમાં રહેતા યોગેશ ઉર્ફે યોગો સોલંકીની ધરપકડ કરી છે.

આરોપી યોગેશ સોલંકીની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે ગઈકાલે સવારે જ્યારે બાળક તેના ઘરેથી રમવા બહાર નીકળ્યું ત્યારે આરોપી યોગેશએ  બાળકને તેના અન્ય મિત્રો મારા ઘરે રમે છે અને તેને ચોકલેટ આપુ તેવી લાલચ આપી બાળકને ધાબા પર લઈ ગયો હતો અને ત્યાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. જોકે સમગ્ર મામલે પરિવારને ખ્યાલ આવતા આરોપી યોગેશ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

હાલ તો પોલીસે ફરિયાદના આધારે આરોપી યોગેશ ઉર્ફે યોગો સોલંકીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ હવે એ પણ તપાસ કદી રહી છે કે અગાઉ આ આરોપી યોગેશે અન્ય કોઈ બાળક કે બાળકીને પોતાની હવસનો શિકાર બનાવ્યા છે કે કેમ?

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news