ઓક્સિજનની કમી વચ્ચે દિલ્હીમાં Corona વિસ્ફોટ, 28,395 કેસ, કેજરીવાલે કેન્દ્રને કરી અપીલ

સ્વાસ્થ્ય વિભાગ પ્રમાણે, દિલ્હીમાં અત્યાર સુધી  9,05,541 લોકો સંક્રમિત થયા છે અને 12638 દર્દીઓના મૃત્યુ થયા છે. રાજ્યમાં અત્યાર સુધી 8,07,328 લોકો સાજા થયા છે. 

Updated By: Apr 20, 2021, 11:16 PM IST
ઓક્સિજનની કમી વચ્ચે દિલ્હીમાં Corona વિસ્ફોટ, 28,395 કેસ, કેજરીવાલે કેન્દ્રને કરી અપીલ

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય રાજધાનીમાં કોરોના વિસ્ફોટ થયો છે. અહીં છેલ્લા 24 કલાકમાં નવા 28395 કેસ સામે આવ્યા છે. આ એક દિવસમાં સૌથી મોટો આંકડો છે. સ્વાસ્થ્ય વિભાગ તરફથી જાહેર થયેલા આંકડા પ્રમાણે આજે રાજધાનીમાં 277 દર્દીઓના મૃત્યુ થયા છે. મહત્વનું છે કે સતત વધી રહેલા કેસો વચ્ચે દિલ્હીમાં ઓક્સિજનની અછત સર્જાય છે. 

સ્વાસ્થ્ય વિભાગ પ્રમાણે, દિલ્હીમાં અત્યાર સુધી  9,05,541 લોકો સંક્રમિત થયા છે અને 12638 દર્દીઓના મૃત્યુ થયા છે. રાજ્યમાં અત્યાર સુધી 8,07,328 લોકો સાજા થયા છે. 

છેલ્લા કેટલાક દિવસોમાં નવા કેસ સામે આવ્યા છે
સોમવારે, 23,686 લોકોને ચેપ લાગ્યો હતો અને 240 દર્દીઓ મૃત્યુ પામ્યા હતા.
રવિવારે 25462 લોકોને ચેપ લાગ્યો હતો અને 161 દર્દીઓનાં મોત નીપજ્યાં હતાં.
શનિવારે 24375 લોકોને ચેપ લાગ્યો હતો અને 167 દર્દીઓનાં મોત નીપજ્યાં હતાં.
શુક્રવારે, 19486 લોકોને ચેપ લાગ્યો હતો અને 141 દર્દીઓ મૃત્યુ પામ્યા હતા.
ગુરુવારે, 16699 લોકોને ચેપ લાગ્યો હતો અને 112 દર્દીઓનાં મોત થયાં હતાં.
બુધવારે, 17282 લોકોને ચેપ લાગ્યો હતો અને 104 દર્દીઓ મૃત્યુ પામ્યા હતા.
મંગળવારે 13468 લોકોને ચેપ લાગ્યો હતો અને 81 દર્દીઓનાં મોત નીપજ્યાં

આ પણ વાંચોઃ દવા, રસીકરણ, ઓક્સિજન, લૉકડાઉન સહિત અનેક મુદ્દા પર બોલ્યા PM, જાણો સંબોધનની 10 મોટી વાતો  

કોરોનાના સતત વધી રહેલા કેસને કારણે હોસ્પિટલમાં ભીડ વધી રહી છે. આ વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઓક્સિજન સપ્લાઈની કમીનો દાવો કર્યો છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું, દિલ્હીમાં ઓક્સિજનનું ગંભીર સંકટ છે. હું ફરીથી કેન્દ્રને આગ્રહ કરુ છું કે દિલ્હીમાં જલદી ઓક્સિજનની સપ્લાઈ કરે. કેટલીક હોસ્પિટલોમાં કલાકો ચાલે એટલું ઓક્સિજન વધ્યું છે. 

કોરોનાના વધતા પ્રકોપને જોતા રાજ્યમાં 26 એપ્રિલ સુધી લૉકડાઉન લાગૂ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને કહ્યુ કે, દિલ્હીમાં લૉકડાઉન શરૂ થી ગયુ છે. આ નિર્ણય તમારા સ્વાસ્થ્ય અને સુરક્ષાને ધ્યાનમાં રાખી લેવામાં આવ્યો છે. કૃપા કરીને તેમાં સરકારનો સહયોગ કરો. તમારા ઘર પર રહો અને સંક્રમણથી બચીને રહો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube