આંધ્રપ્રદેશ: ચિત્તુરમાં પાટાપરથી ઉતરી કેરળ એક્સપ્રેસ, અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા

આંધ્રપ્રદેશના ચિતુરમાં દિલ્હી-ત્રિવેન્દ્રમ કેરળ એક્સપ્રેસ શનિવારે રાત્રે પાટા પરથી ઉતરી ગઇ. જો કે આ ઘટનામાં અત્યાર સુધી કોઇ પ્રકારની દુર્ઘટના નહી થઇ હોવાનાં સમાચાર નથી

આંધ્રપ્રદેશ: ચિત્તુરમાં પાટાપરથી ઉતરી કેરળ એક્સપ્રેસ, અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા

ચિતુર : આંધ્રપ્રદેશના ચિતુરમાં દિલ્હી-ત્રિવેન્દ્રમ કેરળ એક્સપ્રેસ શનિવારે રાત્રે પાટા પરથી ઉતરી ગઇ. જો કે આ ઘટનામાં અત્યાર સુધી કોઇ પ્રકારની દુર્ઘટના નહી થઇ હોવાનાં સમાચાર નથી. મળતી માહિતી અનુસાર તમામ યાત્રીઓ સુરક્ષીત છે. ટ્રેનનાં પાટાપરથી ઉતર્યા હોવાનાં સમાચાર મળ્યા બાદ રેલવે અધિકારીક ઘટના સ્થળ પર પહોંચી ચુક્યા છે. કેરળ એક્સપ્રેસ (દિલ્હીથી ત્રિવેન્દ્રમ) નો એક કોચ ચિતુરચિતુરમાં યેરોપેડુ રેલ્વે સ્ટેશન પર પાટાપરથી ઉતરી ગયું. દક્ષિણ મધ્ય રેલવે સીપીઆરઓનું કહેવું છે કે ટ્રેનની પેન્ટ્રી કાર પાટાપરથી ઉતરી ગઇ.તમામ યાત્રીઓ સુરક્ષીત છે. કર્મચારી અને ટેક્નોલોજી કર્મચારી ઘટના પર પહોંચીગયા અને પાટાપરથી ઉતરવાનાં કારણની તપાસ કરી રહ્યા છે. 

અયોધ્યા ચુકાદા અંગે મુસ્લિમ પક્ષ સુપ્રીમમાં દાખલ કરશે પુર્નવિચાર અરજી
અત્યારથી જ થોડા દિવસ પહેલા હૈદરાબાદનાં કાચેગુડાસ્ટેશન પર બે ટ્રેનોની વચ્ચે ટક્કર થઇ ગઇ હતી. કોંગુ એક્સપ્રેસ અને મલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ (MMTS) ટ્રેન વચ્ચે 11 નવેમ્બર થયેલી આ દુર્ઘટનામાં દસ યાત્રીઓ ઘાયલ થઇ ગયા હતા. જેને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. દુર્ઘટના તે સમયે થઇ જ્યારે પ્લેટફોર્મની રાહ જોઇ રહેલી કોંગુ એક્સપ્રેસને લોકલ ટ્રેન દ્વારા ટક્કર મારી દીધી. સિગ્નલની ખોટી માહિતીને કારણે આ દુર્ઘટના થઇ છે. દુર્ઘટનાની તુરંત બાદ અધિકારીઓ પહોંચી ગયા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news