અયોધ્યા ચુકાદા અંગે મુસ્લિમ પક્ષ સુપ્રીમમાં દાખલ કરશે પુર્નવિચાર અરજી

મુસ્લિમ પક્ષકારોએ શનિવારે અયોધ્યા મુદ્દે આવેલા સુપ્રીમ કોર્ટનાં ચુકાદા પર રિવ્યુ પિટિશન દાખલ કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય લખનઉ ખાતે ઇસ્લામિક શિક્ષણ કેન્દ્ર દારુલ ઉલૂમ નદવાતુલ ઉલેમા (નદવા કોલેજ)માં બેઠકમાં લેવામાં આવ્યો. મળતી માહિતી અનુસાર આ એક અનૌપચારિક બેઠક હતી, જેમાં મુસ્લિમ પક્ષનાં અનેક મોટા ચહેરાઓ પણ હાજર રહ્યાહ તા. સુપ્રીમ કોર્ટનાં નિર્ણય અંગે રિવ્યુ પિટિશન દાખલ કરવા અંગે સંમતી વ્યક્ત કરી હતી. આ દરમિયાન પક્ષકારો પાસે વકીલાતનામા અંગે હસ્તાક્ષર પણ કરાવવામાં આવ્યા હતા.
અયોધ્યા ચુકાદા અંગે મુસ્લિમ પક્ષ સુપ્રીમમાં દાખલ કરશે પુર્નવિચાર અરજી

લખનઉ : મુસ્લિમ પક્ષકારોએ શનિવારે અયોધ્યા મુદ્દે આવેલા સુપ્રીમ કોર્ટનાં ચુકાદા પર રિવ્યુ પિટિશન દાખલ કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય લખનઉ ખાતે ઇસ્લામિક શિક્ષણ કેન્દ્ર દારુલ ઉલૂમ નદવાતુલ ઉલેમા (નદવા કોલેજ)માં બેઠકમાં લેવામાં આવ્યો. મળતી માહિતી અનુસાર આ એક અનૌપચારિક બેઠક હતી, જેમાં મુસ્લિમ પક્ષનાં અનેક મોટા ચહેરાઓ પણ હાજર રહ્યાહ તા. સુપ્રીમ કોર્ટનાં નિર્ણય અંગે રિવ્યુ પિટિશન દાખલ કરવા અંગે સંમતી વ્યક્ત કરી હતી. આ દરમિયાન પક્ષકારો પાસે વકીલાતનામા અંગે હસ્તાક્ષર પણ કરાવવામાં આવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે આ બેઠકમાં જફરયાબ જિલાની પણ હાજર રહ્યા હતા. અયોધ્યા મુદ્દે ઓલ ઇન્ડિયા પર્સનલ લો બોર્ડ (AIMPLB) પણ રવિવારે બેઠક કરવા જઇ રહ્યા છે. બોર્ડની બેઠક પહેલા અનેક મુસ્લિમ પક્ષકાર અયોધ્યા અંગે પુનર્વિચાર અર્જી માટે તૈયાર થઇ ગયા. જો કે ઇકબાલ અંસારી અને સુન્ની વકફ બોર્ડે આ બેઠક સાથે છેડો ફાડ્યો હતો. બાબરી મસ્જિદ મુદ્દે 4 વાદી મુલાકાતમાં હાજર રહ્યા હતા. જો કે ફિરંગી મહલી, કલ્વે જવ્વાદ અને ઇકબાલ અંસારી જેવા નેતાઓ નથી ઇચ્છતા કે ચુકાદા પર પુનર્વિચાર અરજી દાખલ કરવામાં આવે. અંતિમ ચુકાદો રવિવારે થનારી ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડની બેઠકમાં કરવામાં આવશે. 

સબરીમાલા મંદિરના કપાટ ખુલ્યા, કેરળ પોલીસે 10 મહિલાઓને પરત મોકલી
મસ્જિદનો બીજો વિકલ્સ સ્વીકાર નહી
અયોધ્યા અંગે સુપ્રીમ કોર્ટનાં નિર્ણય પર ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડની પ્રસ્તાવિત રવિવારની બેઠકથી 2 દિવસ પહેલા જમીયત ઉલેમા એ હિંદ (JUH) એ નિર્ણય કર્યો હતો કે તેઓ મસ્જિદ માટે 5 એકર વૈકલ્પિક ભુમિ સ્વિકાર નહી કરે. અત્રે ઉલ્લેખનીય છે કે, જેયુએચ અયોધ્યા મુદ્દે એક મુખ્ય મુસ્લિમ પક્ષ વાદી છે. જમીયત ઉલેમા એ હિંદ (જેયુએચ)ની કાર્યકારી સમિતીની ગુરૂવારે દિલ્હીમાં થયેલી બેઠક દરમિયાન સંસ્થાએ કહ્યું કે, મસ્જિદ માટે આપવામાં આવેલ વૈકલ્પિક જમીન કોઇ પણ કિંમત પર સ્વીકાર્ય નથી, પછી તે પૈસા હોય કે ભુમિ હોય.

ગુજરાતનાં એક પણ શહેરનું પાણી પીવા લાયક નહી, ટોપ-20માં માત્ર ગાંધીનગર
જેયુએચે સુપ્રીમ કોર્ટે નિર્ણય મુદ્દે સમીક્ષા અરજી કરવાની સંભાવનાનો ઇન્કાર નથી કર્યો. જેયુએચના અધ્યક્ષ અરશદ મદનીએ કહ્યું કે, પાંચ સભ્યોની તથ્યાન્વેષી સમિતી મુદ્દે કાયદાકીય મંત્વો લેશે. ઉત્તર પ્રદેશની જમીયત ઉલેમા એ હિંદના અધ્યક્ષ અશદ રશ્દીએ કહ્યું કે, કાર્યકારી સમિતીની બેઠકમાં બે મહત્વપુર્ણ નિર્ણય લેવામાં આવ્યા. એક મસ્જિદ માટે પાંચ એકરની વૈકલ્પિક જમીન સંબંધિત હતું અને બીજી એક સમીક્ષા અરજી દાખલ કરવાની સંભાવના અંગે હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news