દિલ્હી હિંસાઃ IB કર્મચારીના પરિવારે નોંધાવી 2 ફરિયાદ, તાહિર હુસૈન પર લગાવ્યો હત્યાનો આરોપ

આમ આદમી પાર્ટીના કોર્પોરેટર પર હિંસામાં માર્યા ગયેલા આઈબીના કર્મચારી અંકિત શર્માના પરિવારે હત્યાનો આરોપ લગાવ્યો છે.   

Updated By: Feb 27, 2020, 06:24 PM IST
 દિલ્હી હિંસાઃ IB કર્મચારીના પરિવારે નોંધાવી 2 ફરિયાદ, તાહિર હુસૈન પર લગાવ્યો હત્યાનો આરોપ

નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટી (AAP) કોર્પોરેટર તાહિર હુસૈન પર હિંસામાં મૃત્યુ પામેલા આઈબી કર્મચારી અંકિત શર્માના પરિવારજનોએ હત્યાનો આરોપ લગાવ્યો છે. ડીસીપી ઓફિસમાં તાહિર વિરુદ્ધ 2 ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદમાં તાહિર હુસૈન વિરુદ્ધ હત્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. તાહિર પર દિલ્હીમાં હિંસા ભડકાવવાના આરોપ પણ લાગી રહ્યાં છે. તાહિરની છત પર તોફાનોનો સામના મળ્યો છે. તાહિરની મકાનની છત પર પથ્થર અને પેટ્રોલ બોંબ પણ મળ્યા છે. 

આ મામલામાં તાહિરનું નિવેદન સામે આવ્યું છે. તેણે કહ્યું કે, તે નિર્દોષ છે તેના પર ખોટા આરોપ લગાવવામાં આવી રહ્યાં છે. તેણે કહ્યું કે, મેં દિલ્હીમાં હિંસા ભડકાવવાની નહીં પરંતુ રોકવાનો પ્રયત્ન કર્યો છે. AAP કોર્પોરેટર તાહિર હુસૈને સમાચાર એજન્સી એએનઆઈને વાતચીતમાં કહ્યું કે, 'મેં હિંસા રોકવા માટે કામ કર્યું. હું નિર્દોષ છું. તાહિરે કહ્યું કે, 24 ફેબ્રુઆરીએ પોલીસે મારા ઘરમાં સર્ચ કર્યું અને અમને ત્યાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. અમને એક સુરક્ષિત જગ્યાએ શિફ્ટ કરી દેવામાં આવ્યા હતા. 25 ફેબ્રુઆરીએ બપોરે 4 કલાક સુધી પોલીસ ઘરમાં હાજર હતી.'

Tahir Hussain

આપ કોર્પોરેટરે કહ્યું કે, મેં પોલીસને તે વિસ્તારમાં હાજર રહેવાની વિનંતી કરી કારણ કે મારા ઘરને નિશાન બનાવવામાં આવી રહ્યું હતું અને તેનો ઉપયોગ ખોટા કામ માટે કરી શકાયો હોત. તેણે કહ્યું કે, મારા ઘરમાં દિલ્હી પોલીસ હાજર હતી. હવે તે જણાવી શકે છે ખરેખર શું થયું હતું. હું પોલીસને સહયોગ કરીશ. 

Delhi Violence: તમામ મૃતકોના પરિવારને મળશે 10-10 લાખ રૂપિયાનું વળતર, કેજરીવાલે કરી જાહેરાત  

હુસૈને કહ્યું કે, આઈબી અધિકારી અંકિત શર્માના મોત વિશે સાંભળીને ખુબ દુખ થયું. તેને ન્યાય મળવો જોઈએ. હું આ ઘટનામાં સામેલ નથી. આ મામલાની તપાસ થવી જોઈએ. 

તમને જણાવી દઈએ કે ભાજપ નેતા કપિલ મિશ્રાએ તાહિર હુસૈન પર ઉત્તર-પૂર્વી દિલ્હીમાં હિંસા ભડકાવવાનો આરોપ લગાવ્યો છે. મિશ્રાએ આરોપ લગાવ્યો છે કે તાહિર હિંસા પાછળ છે અને આઈબી અધિકારી સહિત ત્રણ લોકોની હત્યા માટે પણ જવાબદાર છે. તેના ઘરની છત પરથી હિંસાનો સામાન મળ્યો છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...