Delhi Violence: દિલ્હી હિંસાનું ચોંકાવનારૂ સત્ય, પથ્થરમારામાં 22 લોકોના મોત, 13 ગોળીના બન્યા શિકાર

નોર્થ-ઈસ્ટ દિલ્હીમાં થયેલી હિંસામાં માર્યા ગયેલા લોકોમાં 22 લોકોના મોત પથ્થરબાજીને કારણે થયા છે. દિલ્હી પોલીસે હિંસામાં મૃત્યુ પામેલા લોકોમાંથી 35ના મરવાના કારણોની તપાસ કરી લીધી છે.

Delhi Violence: દિલ્હી હિંસાનું ચોંકાવનારૂ સત્ય, પથ્થરમારામાં 22 લોકોના મોત, 13 ગોળીના બન્યા શિકાર

નવી દિલ્હીઃ નોર્થ-ઈસ્ટ દિલ્હીમાં થયેલી હિંસામાં માર્યા ગયેલા લોકોમાં 22 લોકોના મોત પથ્થરબાજીને કારણે થયા છે. દિલ્હી પોલીસે હિંસામાં મૃત્યુ પામેલા લોકોમાંથી 35ના મરવાના કારણોની તપાસ કરી લીધી છે, જેમાં 22ના મોત પથ્થરબાજી કે હુમલાને કારણે જ્યારે 13ના મોત ગોળી લાગવાને કારણે થયા છે. 

પોલીસે શુક્રવારે નોર્થ-ઈસ્ટ દિલ્હીમાં થયેલી હિંસામાં 35 લોકોના માર્યા ગયાના કારણોનો ખુલાસો કર્યો અને તેમના મોતનું કારણ પણ જણાવ્યું હતું. 35માંથી 22ના મોત પથ્થરમારો કે તેના પર શારીરિક હુમલાને કારણે થયા જ્યારે 13ના મોત બંદૂકની ગોળી લાગવાથી થયા છે. 

રિપોર્ટ અનુસાર, અત્યાર સુધી ઉપલબ્ધ રિપોર્ટ પ્રમાણે હિંસા દરમિયાન (મંગળવાર સુધી) 35 લોકોએ ઈજા થવા કે અન્ય કારણોથી જીવ ગુમાવ્યો છે. ગોળી લાગવાને કારણે 13 લોકોના મોત થયા છે જ્યારે 22 લોકો ઈજા થવાને કારણે ગંભીર રૂપથી ઘાયલ થયા અને બાદમાં તેનું મોત થયું છે. 

દિલ્હી પોલીસના પ્રવક્તાએ તે પણ કહ્યું કે, આ હિંસા દરમિયાન માર્યા ગયેલા લોકોમાં મોટા ભાગની ઉંમર 20 અને 30ની વચ્ચે છે. પરંતુ હોસ્પિટલના અધિકારીઓ મૃત્યુ પામનારની સંખ્યા 41 ગણાવી છે. 

આલોક તિવારી (32 વર્ષ - શારીરિક હુમલોને કારણે)

મોહસીન (25 વર્ષ - શારીરિક હુમલો)

સલમાન (24 વર્ષ - પથ્થરમારો)

આઈબી કર્મચારી અંકિત શર્મા (26 વર્ષ - શારીરિક ત્રાસ)

અસફાક હુસેન (શારીરિક હુમલો)

દિલબરસિંહ નેગી (21 વર્ષ - શારીરિક હુમલો)

મહરૂફ અલી (32 વર્ષ - શારીરિક હુમલો)

મહેતાબ (22 વર્ષ - શારીરિક હુમલો)

ઝાકિર (24 વર્ષ - શારીરિક હુમલો)

દીપક કુમાર ( વર્ષ - છરાબાજી)

ગોળીથી મોત

અમન (18 વર્ષ)

દિનેશ (35 વર્ષ)

હેડ કોન્સ્ટેબલ રતન લાલ (42 વર્ષ)

ઇસ્તાયક (24 વર્ષ)

મોહમ્મદ મુબારક હુસેન (28 વર્ષ)

મોહમ્મદ મુદસર (30 વર્ષ)

પ્રવેશ (48 વર્ષ)

રાહુલ સોલંકી (26 વર્ષ)

વીર ભાન (50 વર્ષ)

મોહમ્મદ ફુરકાન (30 વર્ષ)

શાદ મોહમ્મદ (35 વર્ષ)

દિલ્હી પોલીસે અત્યાર સુધી રાહુલ ઠાકુર, ફૈજાન, નિતિન અને વિનોદના મોતના કારણોની ઓળખ કરી નથી. આ વચ્ચે દિલ્હી પોલીસ પ્રમાણે નોર્થ-ઈસ્ટ દિલ્હીની આ હિંસામાં અત્યાર સુધી 123 એફઆઈઆર નોંધાઈ ચુકી છે. આ મામલામાં પોલીસે અત્યાર સુદી 100 લોકોની ધરપકડ પણ કરી છે, જ્યારે 530 લોકોને કસ્ટડીમાં લીધા છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news