સમાજવાદી પાર્ટીના સંસ્થાપક મુલાયમ સિંહ યાદવને 'ભારત રત્ન' આપવાની માંગ, રાષ્ટ્રપતિને પત્ર મોકલ્યો

સપાના વરિષ્ઠ નેતા આઈપી સિંહે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને લખેલા પત્રમાં ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવને દેશનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્ન આપવાની માંગ કરી છે. 

સમાજવાદી પાર્ટીના સંસ્થાપક મુલાયમ સિંહ યાદવને 'ભારત રત્ન' આપવાની માંગ, રાષ્ટ્રપતિને પત્ર મોકલ્યો

લખનઉઃ સમાજવાદી પાર્ટીના સંસ્થાપક  (Samajwadi Party founder) અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવ (Mulayam Singh Yadav) ના નિધન બાદ હવે તેમને દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્ન (‘Bharat Ratna’) આપવાની માંગ ઉઠી રહી છે. સપાના વરિષ્ઠ નેતા આઈપી સિંહે બુધવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને લખેલા પત્રમાં કહ્યું કે મુલાયમ સિંહ યાદવના નિધન સાથે દેશમાં સમાજવાદનો એક સ્વર્ણિમ અધ્યાય સમાપ્ત થઈ ગયો છે. સિંદે કહ્યું કે મુલાયમ સિંહે સામાજિક ન્યાયની ઐતિહાસિક લડાઈ લડી અને રાષ્ટ્ર પ્રત્યે પોતાનું સર્વસ્વ સમર્પિત કરી દીધું.

સપા નેતા આઈપી સિંહે આ પત્ર ટ્વિટર પર પણ પોસ્ટ કર્યો છે. સિંહે એક અન્ય ટ્વીટમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આગરા-લખનઉ એક્સપ્રેસવેનું નામ ધરતી પુત્ર મુલાયમ સિંહ યાદવ એક્સપ્રેસવે રાખવાની પણ વિનંતી કરી છે. 

સપા નેતાએ રાષ્ટ્રપતિને લખેલા પત્રમાં કહ્યું કે મુલાયમ સિંહ યાદવ ત્રણવાર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીની સાથે-સાથે એકવાર દેશના રક્ષામંત્રી પણ રહ્યાં પરંતુ તે હંમેશા જમીન સાથે જોડાયેલા નેતા રહ્યાં. તે ગરીબોના મસીહા હતા અને આજીવન ગરીબ કલ્યાણની રાજનીતિ કરી. 

સપા નેતા આઈપી સિંહે પત્રમાં કહ્યુ કે મુલાયમ સિંહ યાદવના નિધનથી દેશમાં શોકનો માહોલ છે અને બધામાં નિરાશાનો ભાવ છે. તેવામાં તેમના કરોડો ચાહનારા અને સમાજવાદી વિચારધારાના દરેક સિપાહીની ભાવનાઓનો ખ્યાલ કરતા યાદવને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્ન આપવાની જાહેરાત કરવામાં આવે. 

ઉલ્લેખનીય છે કે સમાજવાદી પાર્ટીના સંસ્થાપક અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવનું 10 ઓક્ટોબરે ગુરૂગ્રામની મેદાંતા હોસ્પિટલમાં નિધન થયું હતું. તેઓ 82 વર્ષના હતા. તેમના અંતિમ સંસ્કાર મંગળવારે સૈફઈમાં કરવામાં આવ્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news