ભાજપના દેવેન્દ્ર ફડણવીસે લીધી મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન તરીકે શપથ, રાતોરાત પલટાઈ બાજી 

મહારાષ્ટ્રમાં મોટો રાજકીય ભૂકંપ આવ્યો છે. રાજ્યમાં દેવેન્દ્ર ફડણવીસને ફરીવાર મુખ્યપ્રધાન તરીકે કમાન સોંપવામાં આવી છે.

ભાજપના દેવેન્દ્ર ફડણવીસે લીધી મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન તરીકે શપથ, રાતોરાત પલટાઈ બાજી 

મુંબઈ : મહારાષ્ટ્ર (Maharastra)માં મોટો રાજકીય ભૂકંપ આવ્યો છે. રાજ્યમાં દેવેન્દ્ર ફડણવીસ (Devendra Phadanvis)ને ફરીવાર મુખ્યપ્રધાન (CM) તરીકે કમાન સોંપવામાં આવી છે. શરદ પવારના ભત્રીજા અજિત પવાર (Ajit Pawar)ને નાયબ મુખ્યપ્રધાનનું પદ સોંપવામાં આવ્યું છે. 

— ANI (@ANI) November 23, 2019

— ANI (@ANI) November 23, 2019

જુઓ LIVE TV

મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઈને છેલ્લા એક મહિનાથી ચાલી રહેલી કવાયત હેઠળ આ ગઈ કાલે ત્રણ પાર્ટીઓ શિવસેના, એનસીપી અને કોંગ્રેસના  દિગ્ગજ નેતાઓની મુંબઈના નેહરુ સેન્ટર ખાતે બેઠક યોજાઈ હતી. આ મહાબેઠક બાદ એસીપી ચીફ શરદ પવારે ચોક્કસપણે એ કહ્યું કે ત્રણેય પાર્ટીઓ ઉદ્ધવ ઠાકરેને સીએમ બનાવવા પર સહમત છે. તેમણે કહ્યું કે શનિવારે જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સ કરીને ત્રણેય  પાર્ટીઓ ઔપચારિક જાહેરાત કરશે જો કે થોડીવાર  બાદ જ્યારે બેઠકમાંથી કોંગ્રેસ અને એનસીપીના નેતાઓ બહાર નીકળવા લાગ્યા તો માહોલ ધીરે ધીરે બદલાવા લાગ્યો અને આજે એનું પરિણામ જોવા મળ્યું છે.

બેઠક બાદ એનસીપી અધ્યક્ષ શરદ પવારે કહ્યું કે લીડરશીપને લઈને ઉદ્ધવ ઠાકરેના નામ પર સહમતિ બની છે. ત્રણેય પાર્ટીઓના નેતાઓ વચ્ચે દોઢ કલાકથી પણ વધુ સમય સુધી આ બેઠક ચાલી હતી પણ લાગે છે કોઈ એકમત સધાયો નથી.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news