આજે ધનતેરસઃ જાણો પૂજાનું શુભ મુહૂર્ત કયું છે અને તેની વિધી

ધનતેરસ પર મા લક્ષ્મીનો આર્શીવાદ મેળવવા માટે તેમની પૂજા કરાય છે. માનવામાં આવે છે, મા લક્ષ્મી અને દેવ કુબેરને પ્રસન્ન કરવાથી વ્યક્તિને ક્યારેય ધનનું સંકટ નથી આવતું. તેનાથી લાભ થાય છે.

આજે ધનતેરસઃ જાણો પૂજાનું શુભ મુહૂર્ત કયું છે અને તેની વિધી

દિવાળીના બે દિવસ પહેલા ધનતેરસનો તહેવાર ઉજવવામાં આવે છે. એવી માન્યતા છે કે, આ દિવસે એટલે કે ધનત્રયોદશીના દિવસે ભગવાન ધનવંતરીનો જન્મ થયો હતો. ત્યારથી ધનત્રયોદશીના દિવસને ધનતેરસના રૂપમાં ઉજવવામાં આવ્યો અને આ દિવસે ધનતેરસના રૂપમાં પૂજવામાં આવે છે. આ વખતે 5 નવેમ્બરના રોજ ધનતેરસ છે. આ દિવસે ખરીદારી કરવી શુભ માનવામાં આવે છે. ખાસ કરીને વાસણો અને દાગીનાની ખરીદી કરાય છે. આ વખતે લોકોને ધનતેરસની પૂજા કરવા માટે માત્ર 1 કલાક 55 મિનીટનો જ સમય મળ્યો છે. 

ધનતેરસ 2018નું મુહૂર્ત

  • ધનતેરસની પૂજાનું શુભ મુહૂર્ત - 5 નવેમ્બર સાંજે 6.05 વાગ્યાથી 8.01 સુધી
  • શુભ મુહૂર્તનો સમય - 1 કલાક 55 મિનીટ
  • પ્રદોષ કાળ - સાંજે 5.29થી રાત્રે 8.07 વાગ્યા સુધી
  • વૃષભ કાળ - સાંજે 6.05 વાગ્યાથી રાત્રે 8.01 વાગ્યા સુધી
  • ત્રયોદશી તિથી આરંભ - 5 નવેમ્બરના રોજ સવારે 1.24 વાગ્યે
  • ત્રયોદશી તિથિ પૂર્ણ સમય - 5 નવેમ્બરના રોજ રાત્રે 11.46 મિનીટે

राशि अनुसार धनतेरस पर क्या खरीदें, जानिये

ધનતેરસ પર ખરીદી કરવાનું મુહૂર્ત

  • સવારે 07.07 થી 09.15 સુધી
  • બપોરે 01.00 થી 02.30 સુધી
  • રાત્રે 05.35 થી 07.30 સુધી 

આવી રીતે કરો ઉપાય
ધનતેરસ પર મા લક્ષ્મીનો આર્શીવાદ મેળવવા માટે તેમની પૂજા કરાય છે. માનવામાં આવે છે, મા લક્ષ્મી અને દેવ કુબેરના પ્રસન્ન કરવાથી વ્યક્તિને ક્યારેય ધનનું સંકટ નથી આવતું. તેનાથી લાભ થાય છે. આ માટે મા લક્ષ્મીની મૂર્તિ કે તસવીર પાસે તેમના ચરણોમાં કોડીઓ રાખો. જ્યોતિષોનું માનવું છે કે, તેનાથી ધનલાભ થાય છે. આ ઉપરાંત ઘરની તિજોરીના દરવાજા પર મહાલક્ષ્મીનું એવુ ચિત્ર લગાવો, જેમાં માતા બેસેલા છે. તેમની સાથે તેમના બે હાથી પણ સૂંઢ ઉઠાવેલા નજર આવતા હોય. ધ્યાન રાખો કે, ચિત્ર સાદુ અને પરંપરાગત રીતમાં બનાવેલું છે. આવી તસવીર તિજોરી પર લગાવવાથી ત્યાં હંમેશા મા લક્ષ્મીનો વાસ રહેશે અને વ્યક્તિની પાસે ધન-દૌલત ક્યારેય ઘટશે નહિ. 

धनतेरस के दिन अपनाए ये उपाय, आप भी हो जाएंगे मालामाल

કુબેર છે ધનના દેવતા
ધનના દેવતા કુબેરને માનવામાં આવે છે. માન્યતા છે કે, દેવતા કુબેરનું સ્થાન ઉત્તર દિશામાં હોય છે. તેથી રોકડા રૂપિયા હંમેશા ઉત્તર દિશામાં જ રાખો, તેનાથી ધનલાભ થશે. આ દિશા રત્ન આભૂષણો રાખવા માટે પણ દક્ષિણ દિશા શુભ કહેવાય છે. દક્ષિણ દિશામાં ભારે કિંમતી વસ્તુઓ રાખવું બહુ જ શુભ કહેવાય છે. ધનતેરસ અને દિવાળી પર મહાલક્ષ્મી યંત્રનું પૂજન કરીને તેની સ્થાપના કરવું બહુ જ ફાયદાકારક હોય છે. આ યંત્ર ધન વૃદ્ધિ માટે ઉપયોગી માનવામાં આવે છે. 

22 carat gold

ધનતેરસના દિવસે સોના-ચાંદીની ખરીદી
ધનતેરસના દિવસે લોકો સોના-ચાંદીની ખરીદી પણ કરતા હોય છે. કેટલાક લોકો સોના-ચાંદીનો સિક્કો પૂજામાં મુકતા હોય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news