અયોધ્યા કેસ : 'પૂજા માટે થતી ભગવાનની પરિક્રમા પુરાવો હોઈ શકે નહીં'
અયોધ્યા કેસના 17માં દિવસે આજે મુસ્લિમ પક્ષકાર રાજીવ ધવને દલીલો રજુ કરી. દલીલની શરૂઆત કરતા તેમણે કહ્યું કે હું મારી દલીલો શરૂ કરતા પહેલા માફી માંગવા માંગુ છું.
Trending Photos
નવી દિલ્હી: અયોધ્યા કેસના 17માં દિવસે આજે મુસ્લિમ પક્ષકાર રાજીવ ધવને દલીલો રજુ કરી. દલીલની શરૂઆત કરતા તેમણે કહ્યું કે હું મારી દલીલો શરૂ કરતા પહેલા માફી માંગવા માંગુ છું. હું મીડિયામાં મારી ટિપ્પણીઓ અને વરિષ્ઠ વકીલ પીએન મિશ્રા પર કરાયેલી ટિપ્પણીઓ બદલ માફી માંગુ છું. બધી જગ્યાએ એ મહેસૂસ થઈ રહ્યું છે કે હું ચિડીયો થતો જઈ રહ્યો છું.
હિન્દુ પક્ષકારોની દલીલો પર રાજીવ ધવને કહ્યું કે તે કયો કાયદો છે કે જેનો ઉલ્લેખ તમે અહીં કર્યો છે? અમે જે કાયદાને અનુસરતા રહ્યાં તે વૈદિક કાયદો નથી. લીગલ સિસ્ટમ 1858માં શરૂ થઈ હતી.
રાજીવ ધવને કહ્યું કે મારા મિત્ર વૈદ્યનાથને અયોધ્યામાં લોકો દ્વારા પરિક્રમા કરવા સંબંધી એક દલીલ કરી છે. પરંતુ કોર્ટમાં હું જણાવવા માંગુ છું કે પીજા માટે થનારી ભગવાનની પરિક્રમા પુરાવો હોઈ શકે નહીં. અહીં તેને લઈને દલીલ કરવામાં આવી પરંતુ તેને સાંભળ્યા બાદ પણ હું તે જોઈ શકતો નથી કે પરિક્રમા ક્યાં છે. આથી તે પુરાવો નથી.
રાજીવ ધવને કહ્યું કે બારના વિદેશી હુમલાવર હોવા પર કોઈ ટિપ્પણી કરવા માંગતો નથી. પરંતુ ધવને કહ્યું કે સાબિત કરવા માટે એટલું જરૂર કહીશ કે ત્યાં મસ્જિદ હતી.
જુઓ LIVE TV
રાજીવ ધવને કહ્યું કે તમે કયો કાયદો ત્યાં લાગુ કરશો, શું આપણે વેદોઅને સ્કંદ પુરાણ લાગુ કરવું જોઈએ. રાજીવ ધવને સુપ્રીમ કોર્ટને ધર્મના ન્યાય, સામ્યતા અને શુદ્ધ વિવેક-વ્યવસ્થા અને કેટલાક મુસાફરોનું સંક્ષિપ્ત વિવરણ આપ્યું.
આ સાથે જ રાજીવ ધવને કોર્ટ પાસે સપ્તાહ વચ્ચે બુધવારે પોતાના માટે બ્રેકની માગણી કરી. ધવને કહ્યું કે તેમના માટે સતત દલીલો રજુ કરવી મુશ્કેલ રહેશે. જેના પર ચીફ જસ્ટિસે કહ્યું કે તેનાથી કોર્ટને પરેશાની થશે. તમે ઈચ્છો તો શુક્રવારે બ્રેક લઈ શકો છો. રાજીવ ધવને કહ્યું કે હું સહમત છું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે