ઉત્તરાખંડ ફરવા ગયેલા મોરબીના 47 પ્રવાસીઓ પહાડીઓ વચ્ચે ફસાયા
મોરબી જિલ્લાના 47 યાત્રાળુઓ ઉત્તરાખંડમાં ફસાયા છે. ઉત્તરાખંડ (Uttarakhand) ના ચમોલીમાં ભારે વરસાદ પડવાના કારણે હાલમાં રસ્તાઓ બંધ થઇ ગયા છે અને ટ્રાફિક પણ જામ થયો હોવાથી ગુજરાતના જુદાજુદા શહેરોના યાત્રાળુઓ ફસાયા છે. ત્યારે મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના મીતાણાથી બાલાજી ટ્રાવેલ્સ બસમાં ગયેલા 47 યાત્રાળુઓ ઉત્તરાખંડમાં ગયા હતા અને ફસાયા છે. જોકે, જે લોકો ફસાયા છે તે તમામ હાલમાં હેમખેમ છે તેવા સમાચાર સામે આવ્યા છે.
Trending Photos
હિમાંશુ ભટ્ટ/મોરબી :મોરબી જિલ્લાના 47 યાત્રાળુઓ ઉત્તરાખંડમાં ફસાયા છે. ઉત્તરાખંડ (Uttarakhand) ના ચમોલીમાં ભારે વરસાદ પડવાના કારણે હાલમાં રસ્તાઓ બંધ થઇ ગયા છે અને ટ્રાફિક પણ જામ થયો હોવાથી ગુજરાતના જુદાજુદા શહેરોના યાત્રાળુઓ ફસાયા છે. ત્યારે મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના મીતાણાથી બાલાજી ટ્રાવેલ્સ બસમાં ગયેલા 47 યાત્રાળુઓ ઉત્તરાખંડમાં ગયા હતા અને ફસાયા છે. જોકે, જે લોકો ફસાયા છે તે તમામ હાલમાં હેમખેમ છે તેવા સમાચાર સામે આવ્યા છે.
હાલમાં મોરબી જિલ્લાના જે યાત્રાળુઓ ફસાયા છે, તેમાં મોરબીના વજેપર વિસ્તારમાં રહેતા ખોડા બાપાના પરિવારના સભ્યો સામેલ છે. જેમાં 5 બાળકો, 15 મહિલા અને 5 વૃદ્ધ સહિતના લોકોનો સમાવેશ થાય છે. આમ એક જ પરિવારના 20 જેટલા સભ્યો ઉત્તરાખંડ ગયા છે. ત્યારે રાજ્યના પંચાયત વિભાગના મંત્રી બ્રિજેશ મેરજાએ મોરબી જિલ્લાના યાત્રાળુઓ પૈકીના વિવેકભાઇ મનસુખભાઇ પરમાર સાથે વાતચીત કરી હતી અને તેઓના ખબર પૂછ્યા હતા.
આ પણ વાંચો : ‘ઘરનું ઘર’ લેવા નીકળેલા રસ્તા પર રગદોળાયા, વડોદરામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફોર્મ લેવા થઈ ધક્કામુક્કી
રાજ્યના ડિઝાસ્ટર મેનેજમેન્ટના કમિશનર સાથે સંપર્કમાં રહીને યાત્રાળુઓને માટે વ્યવસ્થા ગોઠવાવી હતી. હાલમાં ભારે વરસાદના લીધે રસ્તા બંધ થતા મોરબી જિલ્લાના 47 યાત્રાળુઓ સહિતના ઘણા લોકો ત્યાં ફસાયા છે. જો કે, ઉત્તરાખંડના પાગલનાકા તરીકે ઓળખાતા પહાડી વિસ્તારમાં જે લોકો ફસાયા હતા, તેઓને હાલમાં સલામત સ્થળે મોકલી દેવામાં આવેલ છે અને ઉત્તરાખંડ સરકાર તથા વહીવટી તંત્ર દ્વારા તમામ કામગીરી કરવામાં આવી રહી હોય વહેલી તકે પરિસ્થિતિ સામાન્ય થશે અને મોરબીના લોકો ઘરે આવશે તેવી લાગણી સહુ કોઈ એ વ્યક્ત કરેલ છે.
ઉત્તરાખંડમાં ફસાયેલા મોરબીના લોકોનું લિસ્ટ
મનસુખભાઈ ડી પરમાર, ભારતીબેન એમ પરમાર, જીજ્ઞાબેન એમ પરમાર, નીતાબેન પરમાર, વિવેકભાઈ પરમાર, કલ્યાણભાઈ પરમાર, મંજુલાબેન પરમાર, મનિષાબેન પરમાર, જલ્પાબેન પરમાર, પરાગભાઈ પરમાર, માવજીભાઈ પરમાર, મીનાબેન પરમાર, કિશનભાઈ પરમાર, પ્રેમજીભાઈ પરમાર, ગીતાબેન પરમાર, કાશીબેન પરમાર, અમિતભાઈ પરમાર, ખુશીબેન પરમાર, ભૂમિબેન પરમાર, કલ્પેશભાઈ પરમાર, રૂપલબેન પરમાર, શિવાભાઈ પરમાર, વાલજીભાઈ પરમાર, ઓધવજીભાઈ પરમાર, ઊર્મિલાબેન પરમાર, અંકિતાબેન પરમાર, મનીષભાઈ પરમાર, પાયલબેન પરમાર, લક્ષ્મણભાઈ પરમાર, ભાનુંબેન પરમાર, નિમિષાબેન પરમાર, દેવાંશીબેન પરમાર, બાબુભાઈ પરમાર, હીરાભાઈ પરમાર, સોનલબેન પરમાર, મિતાબેન પરમાર, હર્ષાબેન પરમાર, રોહિતભાઈ પરમાર, ભોગીલાલ નકુમ, સવિતાબેન નકુમ, અવચરભાઈ કંઝારિયા, જમનબેન કંઝારિયા, પ્રદીપભાઈ અગ્રાવત, હેતલબેન રાઠોડ, ગૌરીબેન પિત્રોડા, લીલાબેન દેત્રોજા, ભગવાનસિંહ, શિવમ ગોસ્વામી, ચિરાગબેન ગોસ્વામી, રસિકભાઈ દેકેવાડિયા, સરલાબેન દેકેવાડિયા, રાજેશભાઇ ગંડેચા, પુષ્પાબેન ગંડેચા
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે