Earthqauke In Delhi: દિલ્હી-NCRમાં ધરા ધ્રુજી ઉઠી, લોકો હાંફળા ફાંફળા થઈ દોડવા લાગ્યા

દિલ્હી-NCR માં ભૂકંપના જોરદાર આંચકા અનુભવ્યા છે. 30 સેકન્ડથી વધુ સમય સુધી આ ઝટકા અનુભવાયા. નેપાળમાં પણ ભૂકંપ અનુભવાયો છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.8 માપવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્રબિન્દુ નેપાળમાં હતું. દિલ્હી ઉપરાંત ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડમાં પણ અનેક જગ્યાએ ભૂકંપના આંચકા મહેસૂસ કરાયા. 

Earthqauke In Delhi: દિલ્હી-NCRમાં ધરા ધ્રુજી ઉઠી, લોકો હાંફળા ફાંફળા થઈ દોડવા લાગ્યા

Delhi Earthqauke: દિલ્હી-NCR માં ભૂકંપના જોરદાર આંચકા અનુભવ્યા છે. 30 સેકન્ડથી વધુ સમય સુધી આ ઝટકા અનુભવાયા. નેપાળમાં પણ ભૂકંપ અનુભવાયો છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.8 માપવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્રબિન્દુ નેપાળમાં હતું. દિલ્હી ઉપરાંત ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડમાં પણ અનેક જગ્યાએ ભૂકંપના આંચકા મહેસૂસ કરાયા. 

નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજીના જણાવ્યાં મુજબ બપોરે 2.28 વાગે ભૂકંપનો આંચકો અનુભવાયો. તેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.8ની હતી. ભૂકંપનું કેન્દ્ર નેપાળમાં જમીનની 10 કિમી અંદર હોવાનું કહેવાય છે. 

— National Center for Seismology (@NCS_Earthquake) January 24, 2023

આ અગાઉ 5 જાન્યુઆરીએ પણ દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના જોરદાર આંચકાનો અનુભવ થયો હતો. જમ્મુ કાશ્મીરમાં પણ ધરતી હલી હતી. તે વખતે ભૂકંપની તીવ્રતા 5.9 હતી. 

કેમ આવે છે ભૂકંપ?
ભૂકંપ આવવા પાછળ શું કારણ હોય છે તે પણ જાણવું જરૂરી છે. ધરતીની અંદર 7 પ્લેટ્સ હોય છે જે સતત ઘૂમતી રહે છે. આ પ્લેટ્સ જે જગ્યાએ સૌથી વધુ ટકરાય છે તેને ફોલ્ટ લાઈન ઝોન કહેવામાં આવે છે. વારંવાર ટકરાવવાથી પ્લેટ્સના ખૂણા વળી જાય છે. જ્યારે પ્રેશર વધવા લાગે છે ત્યારે પ્લેટ્સ તૂટવા લાગે છે. તેમના તૂટવાના કારણે અંદરની એનર્જી બહાર આવવાનો રસ્તો શોધે છે. આ ડિસ્ટર્બન્સ બાદ ભૂકંપ આવે છે. 

રિક્ટર સ્કેલ        આંચકાની અસર
0 થી 1.9          ફક્ત સીસ્મોગ્રાફથી ખબર પડે છે. 
2 થી 2.9          હળવા કંપન
3 થી 3.9          કોઈ ટ્રક તમારી નજીકથી પસાર થાય તેવી અસર.
4થી 4.9           બારીઓ તૂટી શકે છે. દીવારો પર લટકાયેલી તસવીરો પડી શકે છે. 
5 થી 5.9          ફર્નીચર હલે છે. 
6થી 6.9           ઈમારતોના પાયા હલી શકે છે. ઉપરના માળને નુકસાન થઈ શકે છે. 
7થી 7.9           ઈમારતો પડી શકે છે, જમીનની અંદર પાઈપ ફાટે છે.
8 થી 8.9          ઈમારતો સહિત મોટા પુલ પડી શકે છે. સુનામીનું જોખમ રહે છે. 
9 કે તેથી વધુ    સંપૂર્ણ તબાહી, કોઈ મેદાનમાં ઊભું હોય તો તેને ધરતી હલતી જોવા મળશે. સમુદ્ર નજીક હોય તો સુનામી. 

જુઓ લાઈવ ટીવી

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news