Home Loan: ફટાફટ ઉતરશે હોમ લોનનો બોજ, આ રીતે કરો પ્લાન

ઘરના ઘરનું સપનું સૌ કોઈનું હોય છે અને આ સપનાને પુરું કરવામાં હોમ લોન મદદ કરે છે. પરંતુ આ હોમ લોન તમારે હપ્તે હપ્તે પાછી પણ ચૂકવવાની હોય છે. દર મહિને તમારે એનો ઈએમઆઈ ભરવો પડે છે. હાલ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ રેપો રેટમાં વધારો કર્યો હોવાથી લોનની ઈએમઆઈ વધી ચૂકી છે અને જેથી લોકો પહેલા કરતા વધુ પૈસા આપવા પડી રહ્યા છે. જેના કારણે લોકોનું મહિનાનું બજેટ પણ બગડી રહ્યું છે. તો આજે એવી કેટલીક રીત જાણીશું જેનાથી તમે સરળાથી હોમ લોન ચૂકવી શકો છો.

Home Loan: ફટાફટ ઉતરશે હોમ લોનનો બોજ, આ રીતે કરો પ્લાન

લોનની ઈએમઆઈ વધી ચૂકી છે અને જેથી લોકો પહેલા કરતા વધુ પૈસા આપવા પડી રહ્યા છે. જેના કારણે લોકોનું મહિનાનું બજેટ પણ બગડી રહ્યું છે. તો આજે એવી કેટલીક રીત જાણીશું જેનાથી તમે સરળાથી હોમ લોન ચૂકવી શકો છો.

ઘરના ઘરનું સપનું સૌ કોઈનું હોય છે અને આ સપનાને પુરું કરવામાં હોમ લોન મદદ કરે છે. પરંતુ આ હોમ લોન તમારે હપ્તે હપ્તે પાછી પણ ચૂકવવાની હોય છે. દર મહિને તમારે એનો ઈએમઆઈ ભરવો પડે છે. હાલ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ રેપો રેટમાં વધારો કર્યો હોવાથી લોનની ઈએમઆઈ વધી ચૂકી છે અને જેથી લોકો પહેલા કરતા વધુ પૈસા આપવા પડી રહ્યા છે. જેના કારણે લોકોનું મહિનાનું બજેટ પણ બગડી રહ્યું છે. તો આજે એવી કેટલીક રીત જાણીશું જેનાથી તમે સરળાથી હોમ લોન ચૂકવી શકો છો.

વર્ષમાં ઓછામાં ઓછું એકવાર પાર્ટ પેમેન્ટ કરો
તમારે તમારી હોમ લોન માટે વર્ષમાં ઓછામાં ઓછું એકવાર પાર્ટ પેમેન્ટ કરવું છે. એટલે કે લોનનો અમુક હિસ્સો ચૂકવવો જોઈએ. તમે હોમ લોનના 20 કે 25 ટકા જે પણ ચૂકવી શકો એ. જેનાથી તમારી લોનની ઈએમઆઈની રકમ ઓછી થઈ જશે. એની સાથે તમે લોકો પાછી ચૂકવવાની સમય સીમા છે તેને પણ ઘટાડી શકો છો. પાર્ટ પેમેન્ટ વર્ષમાં એકવાર કરી શકાય છે. અથવા તો જ્યારે પૈસા આવે ત્યારે.

હોમ લોનની ઈએમઆઈ વધારો
બેંક તમને હોમ લોન સમયે 2 ઓપ્શન આપે છે. તમે ઈએમઆઈ ઓછી કરાવશો તો લોનનો સમયગાળો લાંબો હશે. જ્યારે બીજો ઓપ્શન છે જેમાં તમે દર મહિને વધુ ઈએમઆઈ ચૂકવીને ઓછા સમયમાં લોન ચૂકવી શકો છો. આ સાથે જ તમે દર વર્ષે 10 ટકા ઈએમઆઈ વધારી શકો છો.

ઓછા સમયમાં ચૂકવણીનો ઓપ્શન
જો તમે હોમ લોન લીધી છે તો તમે ઓછા ટેન્યોરમાં હોમ લોન ચૂકવવાનો ઓપ્શન પસંદ કરી શકો છો. જો તમે ઓછા ટેન્યોરમાં ભરપાઈનો ઓપ્શન ચેન્જ કરો છો, તો તમારે વધુ ઈએમઆઈ ચૂકવવો પડશે અને ઓછું વ્યાજ આપવું પડશે. આવી રીતે તમે લોન જલ્દી ભરપાઈ કરી શકશો.

લોનનો હપ્તો ચૂકાઈ જાય તો..
જો તમે લોનનો હપ્તો ચૂકી જાવ તો તમારે પેનલ્ટી ભરવી પડી શકે છે. સાથે જ તમારો ક્રેડિટ સ્કોર ઓછો થઈ શકે છે. એટલું જ નહીં તમે હોમ લોન પર ટેક્સ છૂટ ક્લેઈમ કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news