West Bengal Bypoll: ભવાનીપુરમાં ચૂંટણી પર પ્રતિબંધની માંગ, ભાજપે કહ્યું- પ્રચાર ન કરી શકીએ તો ચૂંટણી શું કામ

ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષે ટ્વીટ કરતા કહ્યુ કે, તેમની ઉપર ભવાનીપુરના જગુબબર બજારમાં ષડયંત્રપૂર્વક ટીએમસીના ગુંડાઓએ હુમલો કર્યો. ભાજપના નેતાએ આરોપ લગાવ્યો કે તેમને મારવાનું ષડયંત્ર હતું. 
 

West Bengal Bypoll: ભવાનીપુરમાં ચૂંટણી પર પ્રતિબંધની માંગ, ભાજપે કહ્યું- પ્રચાર ન કરી શકીએ તો ચૂંટણી શું કામ

કોલકત્તાઃ West Bengal Bypoll:  ચૂંટણી પંચે આજે પશ્ચિમ બંગાળના ભવાનીપુરમાં થયેલા હંગામાને લઈને રાજ્ય સરકાર પાસે રિપોર્ટ માંગ્યો છે. ચૂંટણી પંચે સાંજે ચાર કલાક સુધીમાં રિપોર્ટ આપવાનું કહ્યું હતું. તો આ મામલે ભાજપે હવે ભવાનીપુર પેટાચૂંટણી રદ્દ કરાવવાની માંગ કરી છે. ભાજપે કહ્યું કે, જો ચૂંટણી પ્રચાર ન કરી શકીએ તો ચૂંટણીનું શું કામ.

ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષે ટ્વીટ કરતા કહ્યુ કે, તેમની ઉપર ભવાનીપુરના જગુબબર બજારમાં ષડયંત્રપૂર્વક ટીએમસીના ગુંડાઓએ હુમલો કર્યો. ભાજપના નેતાએ આરોપ લગાવ્યો કે તેમને મારવાનું ષડયંત્ર હતું. દિલ્હી ઘોષે કહ્યુ કે, આ સત્તામાં રહેલી ટીએમસીની ભયાનક પ્રકૃતિને ઉજાગર કરે છે. શું આ ઘટના બાદ સ્વસ્થ ચૂંટણી થઈ શકે છે? આ સાથે તેમણે સવાલ કર્યો, 'આ રાજ્યમાં આમ આદમીનું જીવન કેટલું સુરક્ષિત છે જ્યારે મુખ્યમંત્રીના ગૃહ ક્ષેત્ર ભવાનીપુરમાં જનપ્રતિનિધિઓ પર હુમલો થઈ રહ્યો છે?'

— ANI (@ANI) September 27, 2021

— ANI (@ANI) September 27, 2021

મહત્વનું છે કે ભવાનીપુરમાં હંગામા દરમિયાન દિલીપ ઘોષને ટોળામાંથી બહાર કાઢવા દરમિયાન તેમના સુરક્ષાકર્મીઓએ બંદુક કાઢવી પડી હતી. દિલીપ ઘોષે કહ્યુ કે, આ પરિસ્થિતિમાં ચૂંટણી સંભવ નથી. આ પેટાચૂંટણીને રદ્દ કરવી જોઈએ. જ્યારે માહોલ શાંત થશે. ત્યારે ચૂંટણીનું આયોજન કરવામાં આવે.

ભાજપ નેતા અગ્નિમિત્રા પોલે કહ્યું કે, મુખ્યમંત્રી મમતા બેનર્જી સહિત ટીએમસી સરકાર અસહિષ્ણુ છે. અમને પ્રચાર કરવાની મંજૂરી આપવામાં આવી રહી નથી. ટીએમસીના ગુંડાઓએ અમારા કાર્યકર્તાઓને હેરાન કર્યા, માર માર્યો. 30 સપ્ટેમ્બરે મતદાન પહેલા નિર્ણય લેવામાં આવે. 

તો આ પહેલા નેતા વિપક્ષ શુભેંદુ અધિકારીએ કહ્યુ- સ્થિતિ ખુબ ગંભીર છે અને ચૂંટણી પંચ કંઈ કરી રહ્યું નથી. અમારી પાર્ટીની એક ટીમ તેમને દિલ્હીમાં મળી અને અહીં પણ (કોલકત્તામાં) અમારૂ પ્રતિનિધિમંડળ અનેકવાર મળ્યું છે, પરંતુ ચૂંટણી પંચે હજુ કોઈ કાર્યવાહી કરી નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news