એરસેલ મૈક્સિસ કેસમાં ચિદમ્બરની ઇડીએ કરી કલાકો સુધી પુછપરછ
પ્રવર્તન નિર્દેશાલયે પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરમને એક વાર ફરીથી એરસેલ- મૈક્સિસ મની લોન્ડ્રિંગ મુદ્દે શુક્રવારે ઘણા કલાકો સુધી પુછપરછ કરી
Trending Photos
નવી દિલ્હી : પ્રવર્તન નિર્દેશાલયે પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરમને એક વાર ફરીથી એરસેલ- મૈક્સિસ મની લોન્ડ્રિંગ મુદ્દે શુક્રવારે ઘણા કલાકો સુધી પુછપરછ કરી. અધિકારીક સુત્રોએ જણાવ્યું કે, મની લોન્ડિરિંગ એક્ટ (પીએમએલએ)ના હેઠળ ચિદમ્બરમનું નિવેદન નોંધાવ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે, તપાસ એજન્સી તેને આ મુદ્દે નવેસરથી સવાલ - જવાબ કરવા ઇચ્છે છે.
તે અગાઉ એજન્સીએ સોદો થતા સમયે રહેલ એફઆઇપીબી અધિકારીઓની પુછપરછ કરી હતી અને આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે તેમને પી.ચિદમ્બરની સામે રજુ કરવામાં આવી શકે છે. આ મુદ્દે ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમને પણ ઇડી બે વખત સવાલ કરી ચુક્યા છે. આ મુદ્દે ચિદમ્બરમ અને તેના પુત્ર પર આરોપ છે અને બંન્ને આઠ ઓક્ટોબર સુધી અંતરિમ જામીન પર છે.
અગાઉ જુનમાં પણ ચિદમ્બરની પુછપરછ કરવામાં આવી હતી. ચિદમ્બરમનું કહેવું છે કે તેમણે જે કહેવાનું હતું હતું તે કહી ચુક્યા છે અને નિવેદન પહેલાથી જ સરકારી રેકોર્ડમાં નોંધાયેલ છે. તેમણે એમ પણ કહ્યું કે આ મુદ્દે અત્યાર સુધી કોઇ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી. તેમ છતા તપાસ ચાલુ કરી દેવામાં આવી છે. એરસેલ-મૈક્સિસ ડીલ તે સમયે તપાસના ઘેરામાં આવી ગઇ. જ્યારે એરસેલના માલિક સી. શિવશંકરને ફરિયાદ નોંધાવતા સીબીઆઇને તેમ જણાવ્યું હતુ કે તેમના પર મૈક્સિસને પોતાની હિસ્સેદારી પોતાની હિસ્સેદારી વેચવા માટે દબાણ કરવામાં આવ્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે