Maharashtra: આ મહાનગર પાલિકાના 80 કર્મચારીઓ નીકળ્યા કોરોના પોઝિટિવ, વધી રહ્યો છે કોરોનાનો પ્રકોપ

કોરોના વાયરસ (Corona Virus) પોઝિટિવ આવેલા અમરાવતી (Amravati) મહાનગર પાલિકાના કર્મચારીઓમાં ડોક્ટર અને એન્જિનિયર સહિત તમામ પદો પર કામ કરતા લોકો સામલ છે. અમરાવતી મહાનગર પાલિકામાં કામ કરનારા કુલ કર્મચારીઓની સંખ્યા 3000 છે.

Maharashtra: આ મહાનગર પાલિકાના 80 કર્મચારીઓ નીકળ્યા કોરોના પોઝિટિવ, વધી રહ્યો છે કોરોનાનો પ્રકોપ

અનિલ દાલવે, અમરાવતી: મહારાષ્ટ્ર (Maharashtra) ના અમરાવતી (Amravati) માં કોરોના વાયરસનો પ્રકોપ ખુબ ઝડપથી વધી રહ્યો છે. અમરાવતી મહાનગર પાલિકામાં કામ કરતા 80 કર્મચારી કોરોના પોઝિટિવ (Corona Positive)  નીકળ્યા છે. જ્યારે 5 કર્મચારીઓના કોરોના વાયરસ (Corona Virus) સંક્રમણના કારણે મોત થઈ ચૂક્યા છે. 

અમરાવતી મહાનગર પાલિકાના 80 કર્મચારી કોરોના પોઝિટિવ
અત્રે જણાવવાનું કે કોરોના વાયરસ (Corona Virus) પોઝિટિવ આવેલા અમરાવતી (Amravati) મહાનગર પાલિકાના કર્મચારીઓમાં ડોક્ટર અને એન્જિનિયર સહિત તમામ પદો પર કામ કરતા લોકો સામલ છે. અમરાવતી મહાનગર પાલિકામાં કામ કરનારા કુલ કર્મચારીઓની સંખ્યા 3000 છે. આ ઉપરાંત પ્રાઈવેટ રીતે કામ કરવા માટે પણ કર્મચારીઓ રાખવામાં આવ્યા છે. 

ડીએમ ઓફિસમાં 60થી વધુ કર્મચારીઓ પોઝિટિવ
નોંધનીય છે કે અમરાવતી જિલ્લાના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટની ઓફિસમાં કામ કરતા 60-65 કર્મચારીઓ કોરોના પોઝિટિવ હોવાની વાત સામે આવી છે. અમરાવતીના ડીએમની ઓફિસમાં કામ કરનારા કર્મચારીઓની કુલ સંખ્યા 200 છે. 

સંત ગાડગે બાબા અમરાવતી યુનિવર્સિટીમાં 56 કર્મચારીઓ સંક્રમિત
આ બાજુ સંત ગાડગે બાબા અમરાવતી યુનિવર્સિટીમાં કામ કરતા 56 કર્મચારીઓ પણ કોરોના પોઝિટિવ નીકળ્યા છે. કોરોના સંક્રમિત દર્દીઓને ક્વોરન્ટિન કરવામાં આવ્યા છે. અત્રે જણાવવાનું કે ઝડપથી વધી રહેલા કોરોના વાયરસના કેસ જોતા અમરાવતીમાં 2 અઠવાડિયાનું લોકડાઉન લાગુ છે. 8 માર્ચ સુધી અમરાવતીમાં લોકડાઉન ચાલુ રહેશે. ત્યારબાદ હાલાત જોઈને લોકડાઉન આગળ વધારવું કે નહીં તે નિર્ણય લેવાશે. અમરાવતીમાં ગુરુવારે કોરોના વાયરસના 673 નવા કેસ સામે આવ્યા હતા. જ્યારે 9 દર્દીઓના કોરોનાના કારણે મોત થયા હતા. 

Total cases: 1,11,73,761
Total discharges: 1,08,39,894
Death toll: 1,57,548
Active cases: 1,76,319

Total vaccination: 1,80,05,503 pic.twitter.com/dvJmwZijdD

— ANI (@ANI) March 5, 2021

દેશમાં કોરોના વાયરસના નવા 16,838 કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ દેશમાં કોરોના વાયરસના નવા 16,838 કેસ નોંધાયા છે. આ સાથે કુલ કેસની સંખ્યા 1,11,73,761 પર પહોંચી છે. જેમાંથી 1,76,319 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે. જ્યારે 1,08,39,894 લોકો કોરોનાને માત આપવામાં સફળ થયા છે. એક જ દિવસમાં કોરોનાથી 113 લોકોના મૃત્યુ થયા છે. કુલ મૃત્યુનો આંકડો 1,57,548 પર પહોંચ્યો છે. રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 1,80,05,503 લોકોને રસી અપાઈ છે. 

આ સમાચાર પણ વાંચો...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news