પ્રથમ તબક્કા પર રાજકીય પક્ષોનું ધ્યાન તો રાહુલે આપી ગરીબી દૂર કરવાની ગેરન્ટી, મોદીએ કોંગ્રેસને ગણાવી મહાપાપી

Loksabha Election 2024: લોકસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કા માટે 19 એપ્રિલે મતદાન થવાનું છે. પ્રથમ તબક્કા માટે જોરશોરથી ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે. આજે પીએમ મોદી અને રાહુલ ગાંધીએ રાજસ્થાનમાં પ્રચાર કર્યો હતો.
 

પ્રથમ તબક્કા પર રાજકીય પક્ષોનું ધ્યાન તો રાહુલે આપી ગરીબી દૂર કરવાની ગેરન્ટી, મોદીએ કોંગ્રેસને ગણાવી મહાપાપી

જયપુરઃ પ્રથમ તબક્કાની ચૂંટણીને લઈને હવે રાજકીય પક્ષોના પ્રચાર તેજ થઈ ગયા છે... આજે રાજસ્થાનના રણસંગ્રામમાં મોદી-રાહુલની શાબ્દિક લડાઈ થઈ... મોદીએ કોંગ્રેસને મહાપાપી ગણાવી... તો રાહુલ ગાંધીએ ભાજપને નિશાને લેવાની સાથે કોંગ્રેસની ગેરન્ટી ગણાવી... રાહુલ ગાંધીએ તો એવો મંત્ર બતાવ્યો કે દેશમાંથી એક ઝટકામાં ગરીબી દૂર થઈ જાય.. ત્યારે પ્રથમ તબક્કાના મતદાન માટે કેવો છે રાજકીય પક્ષોનો પ્રચાર, જોઈએ આ વિશેષ અહેવાલમાં...  

લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનનો દિવસ હવે એકદમ નજીક છે.. ત્યારે ચૂંટણી પ્રચાર અને શાબ્દિક હુમલાઓ વધુ તેજ થઈ ગયા છે.. કોઈ વિરોધી પર વાર કરે છે, તો કોઈ આપે છે જનતાને ગેરન્ટી.. પ્રધાનમંત્રી મોદી અને રાહુલ ગાંધીએ આજે રાજસ્થાનના ચૂંટણી રણમાં પ્રચંડ પ્રચાર કર્યો... એક તરફ મોદીએ કરૌલીમાં સભા કરીને કોંગ્રેસને આડેહાથ લીધી... રાજસ્થાનમાં જળસંકટ માટે કોંગ્રેસને જવાબદાર ઠેરવી.. સાથે જ આક્ષેપ કર્યો કે, કોંગ્રેસ સરકારે પાણીમાંથી પૈસા કમાવવાનું પાપ કર્યું છે.. આ ઉપરાંત કહ્યું કે, કોંગ્રેસે રાજસ્થાનમાં તૃષ્ટીકરણ રાજકારણ રમીને મહાપાપ કર્યું છે, જેની ક્ષમા ક્યારેય ન આપી શકાય.... 

આ તરફ કરૌલીથી 650 કિલોમીટર દૂર અનુપગઢમાં રાહુલ ગાંધીએ લોકોને ગરીબી હટાવવાની ગેરન્ટી આપી.. રાહુલ ગાંધીએ કહ્યું કે, કોંગ્રેસ સરકાર આવશે અને એક ઝટકામાં લોકો ગરીબીથી બહાર આવશે.. આ ઉપરાંત રાહુલ ગાંધીએ બેરોજગારી મુદ્દે પણ મોદી સરકાર પર વાર કર્યા..

રાજસ્થાનમાં પ્રચાર પહેલા પીએમ મોદીએ ઉત્તરાખંડના ઋષિકેશમાં સભા ગજવી હતી.. મોદીએ સ્ટેજ પરથી ડમરુ વગાડીને કોંગ્રેસ પર શાબ્દિક પ્રહાર કર્યા હતા.. પીએમ મોદીએ ભ્રષ્ટાચાર મુદ્દે ઈન્ડિયા ગઠબંધનને નિશાને લીધી.. તો સાથે સાથે કહ્યું કે, કમજોર સરકાર સમયે દુશ્મનો ફાયદો ઉઠાવતા હતા.. પરંતુ આજે ભારતનો તિરંગો સુરક્ષાની ગેરન્ટી છે. 

આગામી 19 તારીખે દેશમાં પ્રથમ તબક્કાનું મતદાન છે... દેશના 21 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોની કુલ 102 બેઠકો પર મતદાન થશે... જેના માટે 1625 ઉમેદવારો મેદાને ઉતર્યા છે. NDA અને ઈન્ડિયા ગઠબંધન બંને માટે પ્રથમ તબક્કાનું મતદાન મહત્વનું સાબિત થશે... કેમ કે પ્રથમ તબક્કામાં દેખાડેલી તાકાત અન્ય 6 તબક્કામાં અસર કરી શકે છે.. રાજસ્થાન અને ઉત્તરાખંડમાં 2014 અને 2019માં ભાજપે તમામ બેઠકો પોતાના નામે કરી હતી. જેનું પુનરાવર્તન કરવા ભાજપ દમ લગાવી રહ્યું છે.. તો બીજી તરફ કોંગ્રેસ આ વખતે આ બંને રાજ્યમાં પક્ષના હાથને વધુ મજબૂત બનાવી ભાજપને પોતાના લક્ષ્યથી રોકવા માગે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news