Lok Sabha Election 2024: ગુજરાતની 26 સહિત કુલ 94 સીટ માટે શુક્રવારથી શરૂ થશે નોમિનેશન, ઉમેદવારોનું ભાગ્ય હશે દાવ પર

Lok Sabha Election 2024: દેશમાં સાત તબક્કામાં લોકસભા ચૂંટણી યોજાવાની છે. પ્રથમ તબક્કા માટે 19 એપ્રિલે મતદાન થશે. જ્યારે ગુજરાતમાં 7 મેએ મતદાન થવાનું છે. 4 જૂને ચૂંટણી પરિણામ જાહેર થશે.

Lok Sabha Election 2024: ગુજરાતની 26 સહિત કુલ 94 સીટ માટે શુક્રવારથી શરૂ થશે નોમિનેશન, ઉમેદવારોનું ભાગ્ય હશે દાવ પર

નવી દિલ્હીઃ Lok Sabha Election: લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કા માટે ઉમેદવારી શુક્રવાર (12 એપ્રિલ) થી શરૂ થશે. આ તબક્કામાં 12 રાજ્યોની 94 લોકસભા સીટો પર 7 મેએ મતદાન થવાનું છે. જેમાં ગુજરાતની 26 સીટ પર સામેલ છે. 

ત્રીજા તબક્કા માટે 19 એપ્રિલ સુધી ઉમેદવારી પત્ર ભરાશે0
ત્રીજા તબક્કાની ચૂંટણી માટે ઉમેદવારી દાખલ કરવાની અંતિમ તારીખ 19 એપ્રિલ છે. ઉમેદવારી પરત ખેંચવાની અંતિમ તારીખ 22 એપ્રિલ છે. ત્રીજા તબક્કામાં જે રાજ્યોમાં મતદાન થવાનું છે. તેમાં મધ્ય પ્રદેશ, અસમ, બિહાર, છત્તીસગઢ, દાદરા-નગર-હવેલી, દમણ અને દીવ, ગોવા, ગુજરાત, જમ્મુ-કાશ્મીર, કર્ણાટક, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ સામેલ છે.

લોકસભા ચૂંટણી સાત તબક્કામાં યોજવામાં આવી રહી છે. પ્રથમ તબક્કા માટે 19 એપ્રિલે મતદાન થશે. બીજા તબક્કા માટે 26 એપ્રિલ, ત્રીજા તબક્કા માટે 7 મે, ચોથા તબક્કા માટે 13 મે, પાંચમાં તબક્કા માટે 20 મે, છઠ્ઠા તબક્કા માટે 25 મે, સાતમાં અને અંતિમ તબક્કામાં 1 જૂને મતદાન થવાનું છે. 4 જૂને પરિણામ જાહેર કરવામાં આવશે.

ક્યારે કેટલી સીટો માટે મતદાન?
આગામી લોકસભા ચૂંટણી માટે પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે 107 સીટો પર મતદાન થવાનું છે. બીજા તબક્કામાં 26 એપ્રિલે 89 સીટો પર મતદાન થશે. ત્રીજા તબક્કાનું મતદાન 7 મેએ 94 સીટો પર થશે. ચોથા તબક્કા માટે 13 મેએ 96 સીટો પર મતદાન થશે. 

પાંચમાં તબક્કામાં ચૂંટણી 20 મેએ થશે, જેમાં 49 સીટો માટે મતદાન થશે. છઠ્ઠા તબક્કામાં 25 મેએ મતદાન થશે, આ દરમિયાન 57 સીટો માટે મતદાન થશે. સાતમા અને અંતિમ તબક્કામાં 1 જૂને 57 લોકસભા સીટો પર મતદાન થશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news