close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

કુમારસ્વામી

કર્ણાટકના ભાજપના સીનિયર નેતા આજે દિલ્હીમાં કરી શકે છે શાહ અને નડ્ડા સાથે મુલાકાત

કર્ણાટકના ભાજપના સીનિયર નેતા ગુરૂવારે દિલ્હીમાં પાર્ટી અધ્યક્ષ અમિત શાહ અને કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી શકે છે. મુલાકાત દરમિયાન રાજ્યમાં પાર્ટીના આગામી પગલા પર ચર્ચા કરવામાં આવશે.

Jul 25, 2019, 07:44 AM IST

Karnataka News Live: કર્ણાટકમાં કુમારસ્વામી સરકારનું પતન, યેદિયુરપ્પા રજૂ કરશે સરકાર બનાવવાનો દાવો

karnataka politics crisis: કર્ણાટક વિધાનસભામાં ચાલી રહેલ રાજકીય ડ્રામા હવે અંતિમ તબક્કામાં છે. વિશ્વાસ મત રજૂ કરે એ પહેલા જ કુમારસ્વામી સરકારનું પતન થયું છે અને હવે ફરી એકવાર કર્ણાટકની શાસન ધુરા ભાજપના હાથમાં આવી શકે એમ છે. ભાજપના નેતા યેદિયુરપ્પા સરકાર બનાવવાનો દાવો કરી શકે એમ છે.

Jul 24, 2019, 10:39 AM IST

કર્ણાટક સંકટમાં દોષનો ટોપલો બીજેપી પર ન ઢોળી શકાય, 14 મહિનામાં ઘણુ બધું થઈ ગયું...

કર્ણાટકમાં 14 મહિના જૂની એચડી કુમારસ્વામી સરકાર પોતાના અંતર્વિરોધીઓને કારણે આખરે પડી ભાંગી. કોંગ્રેસનું કહેવું છે કે, બીજેપીએ લાલચ આપીને કોંગ્રેસ અને જેડીએસના 16 ધારાસભ્યોને તોડ્યા છે. પરિણામે અમારી સરકાર પડી ભાંગી. તેમણે આ માટે બીજેપીના નેતા યેદિયુરપ્પાને 2008ના ઓપરેશન કમલ ફોર્મ્યુલા માટે જવાબદાર ગણાવ્યા. હવે સવાલ એ ઉઠે છે કે, શું કોંગ્રેસના દાવામા ખરેખર દમ છે કે કુમાર સ્વામીની સરકાર પાડવામાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે બીજેપીનો હાથ છે. 

Jul 24, 2019, 10:01 AM IST

કર્ણાટકઃ કુમારસ્વામીએ આપ્યું રાજીનામું, ભાજપ આવતીકાલે સરકાર રચવાનો કરશે દાવો

કર્ણાટકમાં 23 દિવસથી ચાલી રહેલા રાજકીય નાટકનો આખરે અંત આવ્યો છે અને વિશ્વાસ મત પ્રક્રિયા દરમિયાન 14 મહિના જુની કુમારસ્વામી સરકારનું પતન થયું છે 
 

Jul 23, 2019, 10:34 PM IST

કર્ણાટકઃ કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન સરકારનું પતન, કુમારસ્વામી બહુમત ન મેળવી શક્યા

વિશ્વાસ મત પ્રક્રિયા દરમિયાન કોંગ્રેસને 99 જ્યારે ભાજપને 105 વોટ મળ્યા હતા. આ સાથે જ કોંગ્રેસ-જેડીએસ સરકાર ગૃહમાં બહુમતિ સાબિત કરવામાં નિષ્ફળ સાબિત થઈ છે. બેંગલુરુમાં સાંજે 6 વાગ્યાથી આગામી 48 કલાક માટે ધારા-144 લાગુ કરી દેવામાં આવી છે. આ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી કુમારસ્વામીએ વિશ્વાસ પ્રસ્તાવ પર ચાલી રહેલી ચર્ચા દરમિયાન ગઠબંધન સરકાર તુટી પડવાના સંકેત આપ્યા છે. બીજી તરફ કોંગ્રેસના નેતા અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ જણાવ્યું છે કે, બળવાખોર ધારાસબ્યોને ગેરલાયક ઠેરવવામાં આવશે. બળવાખોર ધારાસભ્યોની 'રાજકીય સમાધી' બનાવવામાં આવશે

Jul 23, 2019, 06:32 PM IST

કોંગ્રેસ-JDS નું વ્હિપ, જે ધારાસભ્યો સત્રમાં ગેરહાજર રહેશે, અયોગ્ય ઠરશે

કર્ણાટકમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન સરકારનાં ચીફ વ્હિપ ગણેશ હુક્કેરીએ પાર્ટી ધારાસભ્યોને શુક્રવારે ચાલુ થનારા મોનસુન સત્રમાં ભાગ લેવા માટે વ્હિપ ઇશ્યું કર્યું છે. હુક્કેરીનાં નાણા વિધેયક પાસ કરાવવા માટે વ્હિપ ઇશ્યું કર્યું છે. તેમણે કહ્યું કે, વિધાનસભામાં કોઇ મહત્વપુર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે અને ગેરહાજર ધારાસભ્યોને દલ બદલ કાયદા હેઠળ અયોગ્ય ઠેરવવામાં આવશે. 

Jul 11, 2019, 10:59 PM IST

કર્ણાટક સંકટઃ બળવાખોર ધારાસભ્યોને મુંબઈથી ગોવા લઈ જવાયા, જેડીએસ પણ એક્શનમાં

કર્ણાટકનું રાજકીય સંકટ દિવસે ને દિવસે ઘેરું બનતું જઈ રહ્યું છે, સોમવારે મંત્રીમંડળમાં રહેલા કોંગ્રેસના વધુ એક ધારાસભ્યએ મંત્રીપદેથી રાજીનામું આપી દીધું તો અન્ય એક અપક્ષ ધારાસભ્યએ પણ મંત્રીમંડળમાંથી રાજીનામું આપી દીધું છે. 
 

Jul 8, 2019, 08:23 PM IST
Karanataka: Congress Leaders Resign PT7M10S

કર્ણાટક સરકાર પર ઘેરાયું સંકટ, કોંગ્રેસના તમામ મંત્રીઓએ આપ્યું રાજીનામું

કર્ણાટક : સરકાર તૂટતી બચાવવા કોંગ્રેસનો અંતિમ પ્રયાસ, કાલે કુમારસ્વામી રાજીનામું આપી શકે છેઃ સૂત્ર-

Jul 8, 2019, 01:50 PM IST

કર્ણાટક સંકટઃ ભાજપે 30 રૂમ બૂક કર્યા, કોંગ્રેસે બોલાવી ધારાસભ્યોની વિશેષ બેઠક

9 જુલાઈના રોજ યોજાનારી કોંગ્રેસના ધારાસભ્યોની બેઠકમાં કર્ણાટક કોંગ્રેસના ઈન્ચાર્જ કે.સી. વેણુગોપાલ અને કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ દિનેશ ગુંડુ રાવ પણ ભાગ લેશે 
 

Jul 7, 2019, 08:50 PM IST

કર્ણાટક સંકટઃ 10 બળવાખોર ધારાસભ્ય મુંબઈ પહોંચ્યા, કોંગ્રેસની ઈમરજન્સી બેઠક

બંને પક્ષોના કુલ મળીને 14 ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા છે, જોકે, તેમનાં રાજીનામાનો હજુ સુધી વિધાનસભા સ્પીકર દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો નથી 
 

Jul 6, 2019, 08:22 PM IST

સિદ્ધારમૈયાને મુખ્યમંત્રી બનાવવા કોંગ્રેસીઓની માગ, અત્યાર સુધી 14 રાજીનામા

બેંગલુરુઃ કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનની સરકાર લઘુમતિમાં આવી જવાની સંભાવનાઓ વધી ગઈ છે. શનિવારે કોંગ્રેસ અને જેડીએસના 14 ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે. જેના કારણે, ગઠબંધન સરકારના ધારાસભ્યોની સંખ્યા 105 થઈ જશે, જ્યારે વિધાનસભામાં બહુમતિ માટે 116નો આંક હોવો અનિવાર્ય છે.

Jul 6, 2019, 05:33 PM IST

કુમાર સ્વામીનું દર્દ છલકાયુ, હું રોજિંદી કેટલી પીડાથી પસાર થઇ રહ્યો છું, તે વર્ણવવું અશક્ય

કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસ ગઠબંધન વચ્ચેની ખાઇ વધી ચુકી છે, સરકાર ચલાવવામાં પડી રહેલ અડચણો મુદ્દે કુમાર સ્વામીનું દર્દ અવારનવાર સામે આવતું રહ્યું છે

Jun 19, 2019, 09:44 PM IST

કર્ણાટકમાં ગઠબંધન સરકાર પડી ભાંગશે તો અમે વિકલ્પ શોધીશું: ભાજપ

કર્ણાટકમાં કોંગ્રેસ-જેડી(એસ) ગઠબંધન સરકાર ડગમગી રહી છે, ત્યારે સૌથી મોટી પાર્ટી ભાજપ તેનો વિકલ્પ શોધશે

Jun 3, 2019, 08:42 PM IST

કર્ણાટક: કોંગ્રેસ અને JDS વચ્ચે ટેંશન વધ્યું, સિદ્ધરમૈયાને CM બનાવવાની માંગ પ્રબળ બની

બંન્ને ટોપનાં નેતાઓ વચ્ચે વિવાદ એવા સમયે ચાલુ થયો છે જ્યારે લોકસભા ચૂંટણી પરિણામ આવ્યા બાદ ગઠબંધન સરકાર લાંબુ નહી ખેંચે તેવી અટકળો ચાલી રહી છે

May 12, 2019, 11:43 PM IST

ચૂંટણી પંચના અધિકારીએ મુખ્યમંત્રીના કાફલાને અટકાવી ચેકિંગ કર્યું

ચૂંટણી પંચના અધિકારીઓએ કર્ણાટકના મુખ્યમંત્રી એચ.ડી કુમાર સ્વામીનાં વાહનમાં સર્ચ કર્યુંહ તું. જો કે ચૂંટણી પંચના અધિકારીઓને કંઇ પણ વિવાદાસ્પદ મળી આવ્યું નહોતું. ચૂંટણી પંચના અધિકારીઓનાં અનુસાર આ એક સામાન્ય તપાસ હતી. સમાચાર એજન્સીનાં અનુસાર ચૂંટણી પંચના અધિકારી એન.એસ દર્શને કહ્યું કે, બેંગ્લુરૂ-હાસન હાઇવે પર આવેલ એક ચેક પોસ્ટ પર આ એક રુટીન તપાસ હતી. 

Apr 4, 2019, 07:17 PM IST
Kumar Swamy released Audio tape of 4 horse trading MLA PT50S

કુમારસ્વામી અને કોંગ્રેસમાં અંટસ પડી, કોંગ્રેસના 4 બળવાખોર ધારાસભ્યો અંગેની ઓડિયો ટેપ જાહેર કરી

કર્ણાટકના CM કુમારસ્વામીએ કોંગ્રેસના 4 બળવાખોર ધારાસભ્યો અંગેની ઓડિયો ટેપ જાહેર કરી છે. ટેપમાં યેદિયુરપ્પા વાતચીત કરતા હોવાનો આરોપ લગાવાયો છે. યેદિયુરપ્પાએ ઓડિયો ટેપને બનાવટી ગણાવી છે.જો આ ટેપ સાચી સાબિત થાય તો રાજનીતિથી સંન્યાસ લઈ લઈશ તેવું યેદિયુરપ્પાએ જણાવ્યું છે.

Feb 9, 2019, 10:55 AM IST

કર્ણાટક: કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનમાં ધમસાણ, કુમારસ્વામી ફરી વિફર્યા, પદ છોડવાની આપી ધમકી

કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન વચ્ચે સંબંધો દિન પ્રતિદિન વણસી રહ્યાં હોય  તેવું લાગે છે.

Jan 31, 2019, 07:54 AM IST
Karnataka CM Kumaraswamy warns Congress, says; ready to step down PT2M20S

કર્ણાટક: કોંગ્રેસ ભીંસમાં, કુમારસ્વામીએ CM પદ છોડવાની ધમકી આપી

કર્ણાટકના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ સોમવારના ફરી એકવાર કોંગ્રેસ પર રોષ વ્યક્ત કર્યો છે. મીડિયાના આ સવાલ પર કે કોંગ્રેસ ધારાસભ્ય સિદ્ધરમૈયાને તેમના મુખ્યમંત્રી માને છે? કુમારસ્વામીએ ગુસ્સામાં જવાબ આપતા કહ્યું કે, હવે કોંગ્રેસ નેતા તેમની સીમા ક્રોસ કરી રહ્યાં છે. કોંગ્રેસે આ નેતાઓ પર કંટ્રોલ કરવો જોઇએ, જો તેઓ આ પ્રકારની વાતો ચાલુ રાખે છે, તો તો હું મુખ્યમંત્રી પદથી હટવા માટે તૈયાર છું. તેમણે વધુમાં કહ્યું કે કોંગ્રેસે આ મુદ્દાઓ પર નજર રાખવી જોઇએ. હું તેના માટે જવાબદાર વ્યક્તિ નથી.

Jan 28, 2019, 03:40 PM IST

કર્ણાટકઃ બે અપક્ષ ધારાસભ્યોએ ટેકો પાછો ખેંચતા JDS-Congress સરકાર સંકટમાં

બે અપક્ષ ધારાસબ્ય આર. શંકર અને એચ. નાગેશે કુમાર સ્વામી સરકારને આપેલો ટેકો પાછો ખેંચી લીધો છે, તેની સાથે જ કર્ણાટકમાં રાજકારણ ગરમાઈ ગયું છે 

Jan 15, 2019, 04:42 PM IST

કર્નાટક: ભાજપે સાધ્યું નિશાન, કુમારસ્વામીને કહ્યા ‘એક્સીડેન્ટલ ચીફ મિનિસ્ટર’

ભાજપે કર્નાટક એકમને ટ્વિટ કરી કહ્યું, જ્યારથી નવી સરકાર આવી છે, 377 ખેડૂતો આત્મહત્યા કરી ચૂક્યા છે. 156 તાલુકાઓને દુકાળગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. દેવુ માફી હજૂ સુધી કરવામાં આવ્યું નથી.

Dec 29, 2018, 07:41 PM IST