બિહારમાં ચૂંટણી ટાણે જ મોટો હડકંપ, એક પક્ષીના મૃતદેહમાંથી નીકળી ચોંકાવનારી વસ્તુ

મૃત વિદેશી પક્ષીના શરીરમાંથી ઈલેક્ટ્રોનિક ડિવાઈસ મળી આવતા હડકંપ મચ્યો છે. આ ઘટના બિહારના વૈશાલી જિલ્લાના મહનાર પોલીસ સ્ટેશન વિસ્તારની છે. અહીં પોલીસને એક મૃત વિદેશી પક્ષી મળી આવ્યું છે. જેના શરીરમાં અનેક ઈલેક્ટ્રોનિક ડિવાઈસ લાગેલા છે. પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. 
બિહારમાં ચૂંટણી ટાણે જ મોટો હડકંપ, એક પક્ષીના મૃતદેહમાંથી નીકળી ચોંકાવનારી વસ્તુ

હાજીપુર: મૃત વિદેશી પક્ષીના શરીરમાંથી ઈલેક્ટ્રોનિક ડિવાઈસ મળી આવતા હડકંપ મચ્યો છે. આ ઘટના બિહારના વૈશાલી જિલ્લાના મહનાર પોલીસ સ્ટેશન વિસ્તારની છે. અહીં પોલીસને એક મૃત વિદેશી પક્ષી મળી આવ્યું છે. જેના શરીરમાં અનેક ઈલેક્ટ્રોનિક ડિવાઈસ લાગેલા છે. પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. 

મહનારના પોલીસ સ્ટેશન પ્રભારી ઉદય શંકરે જણાવ્યું કે, "હસનપુર ગામમાં ગુરુવારે સ્થાનિક પક્ષીઓએ બહારથી આવેલા એક પક્ષીને મારી નાખ્યું. મૃત પક્ષી ઢળી પડતા જ તેને જોઈને ગ્રામીણો તેની નજીક પહોંચ્યા તો જોયું કે તેના શરીરમાં ઈલેક્ટ્રોનિક ડિવાઈસ (ચિપ) લાગેલી હતી. પગમાં પીતળનો એક ટેગ પણ લાગેલો હતો. ગ્રામીણોએ આ અંગે પોલીસને જાણ કરી."

मृत विदेशी पक्षी के शरीर से बरामद किया गया इलेक्ट्रानिक डिवाइस, पुलिस जांच में जुटी

તેમણે જણાવ્યું કે પોલીસે પક્ષીના મૃતદેહને જપ્ત કરીને તેને વન વિભાગને સોંપી દીધો છે. આ મામલે તપાસ ચાલુ છે. તેમણે જો કે એવી સંભાવના વ્યક્ત કરતા કહ્યું કે અનેકવાર એવું બનતું હોય છે કે વૈજ્ઞાનિકો દ્વારા પક્ષીઓ અંગે સમગ્ર જાણકારી, તેમના આવવા અને જવાની જાણકારી માટે પણ તેમના શરીરમાં ખાસ પ્રકારના ડિવાઈસ લગાવવામાં આવતા હોય છે. 

જુઓ LIVE TV 

પોલીસ સ્ટેશન પ્રભારીએ કહ્યું કે આ ડિવાઈસની તપાસ થઈ રહી છે. તપાસ બાદ જ સમગ્ર મામલે સત્ય જાણવા મળશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news