કેન્દ્રીય ટીમને ગ્રામીણોએ કહ્યું હાથીઓ પ્રત્યે એટલો જ પ્રેમ હોય તો દિલ્હી લઇ જાઓ
Trending Photos
રાયપુર : છત્તીસગઢમાં કેન્દ્રમાં પહોંચેલી તપાસ ટીમની સામે ગ્રામણીએ કહ્યું કે, સાહેબ અમે લોકો હાથીઓથી ખુબ જ પરેશાન છીએ. ન તો અમે સુરક્ષીત છીએ ન તો મકાન કે અમારો પાક. હાથીઓના ઝુંડ ગામમાં આવે છે અને અમે આખી આખી રાત જાગતા બેસી રહીએ છીએ. અમારા માટે હાથીઓનું શું કામ છે. તમને જો હાથીઓ પ્રત્યે પ્રેમ હોય તો હાથીઓને દિલ્હી લઇ જાઓ. પ્રતાપપુર રેન્જનાં ગણેશપુર અને રાજપુર રેંજના ગોપાલપુર વિસ્તાની મુલાકાત દરમિયાન ટીમના અધિકારીઓ અને વૈજ્ઞાનિકોએ સ્થાનિક ગ્રામીણો સાથે વાત કરી હતી. આ વિસ્તારમાં ત્રણ હાથીઓનાં મોત થયા હતા.
10 દિવસમાં 7 હાથીઓનાં મુદ્દે કેન્દ્રની તપા ટીમ 6 દિવસની મુલાકાતે છત્તીસગઢ ખાતે પહોંચી છે. ટીમના 3 દિવસ પુર્ણ થઇ ચુક્યા છે. હવે ગુરૂવારે સુરજપુર અને બલરામપુરનાં ઘટના સ્થળોનું નિરીક્ષણ કરશે. ત્યાર બાદ શુક્રવારે ધમતરી જશે. એલિફન્ટ પ્રોજેક્ટનાં સાયન્ટિસ્ટ ડૉ. સેલ્વન અને નેશનલ કો ઓર્ડિનેટર પ્રજના પંડા, સીએફ એસએસ કંવર, વન અધિકારીઓએ ગ્રાણીઓની સમસ્યાઓ સાંભળી હતી.
હાથીઓને અટકાવવા માટે ગામની બહાર ખાડા ખોદવા ખાઇ બનાવવા અંગે ચર્ચા
દિલ્હીથી આવેલી ટીમ તમામ જિલ્લામાં મૃત હાથીઓને તપાસ કર્યા બાદ પોતાનો રિપોર્ટ રાજ્ય સરકારને સોંપશે. ગ્રામીણોની સમસ્યા અંગે પણ માહિતગાર કરવામાં આવશે. આ ઉપરાંત પ્રભાવિત ગામોની બહાર હાથીઓને અટકાવવા માટે ખાડા ખોદવા અને ખાઇ બનાવવા જેવા મુદ્દાઓ અંગે પણ ચર્ચા થશે. આ ઉપરાંત ગ્રામીણોની સમસ્યાને સાંભળવા માટે જનસુનવણી કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે