રાજસ્થાનમાં ચૂંટણી પહેલા જ કોંગ્રેસ વિવાદમાં, રાહુલ ગાંધીના બનેવીની જમીન ડીલ મામલે રાજકીય ઘમાસાણ

યુપીએના અધ્યક્ષ સોનિયા ગાંધીના જમાઈ, રાહુલ ગાંધીના બનેવી અને પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાની મુશ્કેલીઓ વધી રહી છે. 

રાજસ્થાનમાં ચૂંટણી પહેલા જ કોંગ્રેસ વિવાદમાં, રાહુલ ગાંધીના બનેવીની જમીન ડીલ મામલે રાજકીય ઘમાસાણ

નવી દિલ્હી: યુપીએના અધ્યક્ષ સોનિયા ગાંધીના જમાઈ, રાહુલ ગાંધીના બનેવી અને પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાની મુશ્કેલીઓ વધી રહી છે. એન્ફોર્સમેન્ટ ડાઈરેક્ટોરેટ (ઈડી)એ રોબર્ટ વાડ્રાને લેન્ડ ડીલ કેસમાં સમન પાઠવ્યું છે. આમ રાજસ્થાનની ચૂંટણી પહેલા વાડ્રાની જમીન ડીલ પર રાજકીય ઘમાસાણ થતું જોવા મળી રહ્યું છે. કહેવાય છે કે ઈડીએ રોબર્ટ વાડ્રાને 13 નવેમ્બરે સમન પાઠવ્યું હતું અને તેમને 26 નવેમ્બર હાજર થવા જણાવ્યું હતું. પરંતુ તેઓ ઈડી સમક્ષ હાજર થયા નહીં. 

વાત જાણે એમ છે કે બીકાનેરની વિવાદાસ્પદ જમીનની ડીલના અનેક મામલાઓની તપાસ કરી રહેલા ઈડીની તપાસમાં મોટો ખુલાસો થયો છે. એવી વાત સામે આવી રહી છે કે વાડ્રાની  જમીન ખરીદવા માટે લોન આપનારી કંપનીને ટેક્સ પેનલ દ્વારા મોટા પાયે છૂટ મળી છે. ઈડી જે વિવાદિત જમીનની ડિલ મામલે તપાસ કરી રહ્યું છે તેમાં વાડ્રાની સંપત્તિ પણ સામેલ હતી. 

હવે ઈડીએ ઈન્કમ ટેક્સ સેટલમેન્ટ કમિશન પાસે ભૂષણ પાવર એન્ડ સ્ટીલ લિમિટેડ (બીપીએસએલ) સંબંધિત કાર્યવાહીની પણ જાણકારી માંગી છે. બીપીએસએલ જ એ કંપની છે જેણે વાડ્રાની જમીન ખરીદનારી કંપનીને લોન આપી છે. આ કંપનીએ નક્કી કિંમતથી સાત ગણી વધારે કિંમત પર જમીન ખરીદી. તત્કાલિન ઈડી ડાઈરેક્ટર કરનૈલ સિંહે બે મહિના પહેલા જ કમિશનને પત્ર લખીને બીપીએસએલ કેસ અંગે જાણકારી માંગી  હતી. આ સાથે જ તે ચુકાદાની પણ જાણકારી માંગી હતી જેને અનામત રાખવામાં આવ્યો હતો. કરનૈલ સિંહે પુર્નરચિત પેનલની જાણકારી પણ માંગી હતી. જેણે કથિત રીતે બીપીએસએલને રાહત આપવા માટે નિયમોમાં ફેરફાર કર્યા હતાં. 

આવકવેરા વિભાગ ઉપર સકંજો કસાયો
EDએ આવકવેરા વિભાગ ઉપર પણ સકંજો કસી રહી છે. વાડ્રા મામલે આરોપ છે કે જે કંપનીએ વાડ્રાની કંપની પાસેથી જમીન ખરીદી તે કંપનીને ભૂષણ પાવર એન્ડ સ્ટીલએ 5.64 કરોડની લોન આપી. આરોપ છે કે જ્યારે 2011માં આવકવેરા વિભાગે ભૂષણ પાવર એન્ડ સ્ટીલની આવકનું આકલન કરીને જવાબ માંગ્યો હતો, ત્યાર બાદ જ ભૂષણ પાવર એન્ડ સ્ટીલ કંપનીએ રોબર્ટ વાડ્રાની જમીન ખરીદવા માટે એલીજીની કંપનીને લોન આપી હતી. આ લોન બાદ આવકવેરા વિભાગે કથિત રીતે ભૂષણ પાવર એન્ડ સ્ટીલની અરજી સેટલમેન્ટ કમીશનની સામે મંજૂર થઈ ગઈ. હવે આવકવેરા વિભાગના અધિકારીઓની પણ ઈડી પૂછપરછ કરી શકે છે. 

અમિત શાહે કર્યો કટાક્ષ
નાગોરમાં આજે ચૂંટણી પ્રચાર માટે પહોંચેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે રોબર્ટ વાડ્રા પર સીધેસીધા પ્રહાર કરતા કહ્યું કે એક બહુ મોટી કંપનીને હજારો કરોડની  લોન મળી અને કમિશન દામાદ (વાડ્રા)ના ખાતામાં ગયું. તેમણે વધુમાં કહ્યું કે લોન લઈને કામ કરનારા એટલા માટે ભાગ્યા કારણ કે તેમને સળિયા પાછળ જવાનો ડર હતો. કોંગ્રેસ સમયે એટલા માટે ન ભાગ્યા કારણ કે તેમને કોંગ્રેસ સાથે ગાઢ સંબંધો હતો. 

તેમણે કહ્યું કે કોંગ્રેસ સમયે તે લોકો લોનને રિન્યુ પર રિન્યુ કરતા હતાં. તેમણે કોંગ્રેસ પર આરોપ લગાવતા કહ્યું કે કોંગ્રેસ ગાંધી નહેરુ પરિવારની પ્રાઈવેટ ફર્મ છે. શાહે કહ્યું કે જેમને ભારત માતાની જય બોલતા શરમ આવે છે તેઓ ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરે.

राजस्थान: अमित शाह ने वाड्रा पर किया तंज, कहा- करोड़ों के लोन में दामाद को मिला कमीशन

શું છે સમગ્ર મામલો?
વાત જાણે એમ છે કે બીકાનેરમાં વિવાદાસ્પદ જમીન ડીલ મામલે તપાસ સમયે ઈડીએ ઈન્કમ ટેક્સ સેટલમેન્ટ કમિશન પાસે ભૂષણ પાવર એન્ડ સ્ટીલ લિમિટેડ (બીપીએસએલ) સંબંધિત કાર્યવાહીની પણ જાણકારી માંગી છે. બીપીએસએલ જ એ કંપની છે જેણે વાડ્રાની જમીન ખરીદનારી કંપનીને લોન આપી છે. આ કંપનીએ નક્કી કિંમતથી સાત ગણી વધારે કિંમત પર જમીન ખરીદી. 

મીડિયા રિપોર્ટ મુજબ 2011-12માં બીપીએસએલએ દિલ્હી સ્થિત એલેજેની ફિનલીઝ પ્રાઈવેટ લિમિટેડને 5.64 કરોડ રૂપિયાની લોન આપી હતી. રેકોર્ડ્સ મુજબ આ પૈસાનો ઉપયોગ વાડ્રાના સ્વામિત્વવાળી સ્કાઈલાઈટ હોસ્પિટાલિટીએ બીકાનેરમાં જમીન ખરીદવા માટે કર્યો હતો. 2011માં જ સેટલમેન્ટ કમિશને એક આદેશ જારી કર્યો હતો. જેમાં તેમણે સ્વીકાર્યુ હતું કે તેમણે આવકવેરા વિભાગ વિરુદ્ધ બીપીએસએલની અરજીને સ્વીકારી હતી. ત્યારબાદ આવકવેરા વિભાગ દ્વારા બીપીસીએલ વિરુદ્ધ કારણ બતાવો નોટિસ પણ જારી કરવામાં આવી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે 2004-05થી લઈને 2011-12 સુધી કંપનીના અંગત ખાતાઓમાં 800 કરોડથી વધુની રકમ છે જેને જોડવી. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news