ગાંધીજીનો વિરોધ કરનાર પણ તેમના પર સવાલ ઉઠાવી શકતા નથી: મોહન ભાગવત

ગાંધીજીને મળેલી પારિસ્થિતિ અને જે સમાજ મળ્યો ત્યારે તેના અનુસાર વિચારસણી, આજે જે પરિસ્થિતિ છે, તેમાં આપણે કાર્બન કોપી ન કરી શકીએ. ગાંધીજી તો પણ રોકી ન શકતા. જે નિર્ભય છે, તેને જ સત્ય મળે છે. ગાંધીજીની સત્યનિષ્ઠા નિર્વિવાદ છે. જે તેમનો મોટો વિરોધ કરનાર છે, તે પણ સવાલ ઉઠાવી શકતા નથી.

ગાંધીજીનો વિરોધ કરનાર પણ તેમના પર સવાલ ઉઠાવી શકતા નથી: મોહન ભાગવત

નવી દિલ્હી: ગાંધીજીને મળેલી પારિસ્થિતિ અને જે સમાજ મળ્યો ત્યારે તેના અનુસાર વિચારસણી, આજે જે પરિસ્થિતિ છે, તેમાં આપણે કાર્બન કોપી ન કરી શકીએ. ગાંધીજી તો પણ રોકી ન શકતા. જે નિર્ભય છે, તેને જ સત્ય મળે છે. ગાંધીજીની સત્યનિષ્ઠા નિર્વિવાદ છે. જે તેમનો મોટો વિરોધ કરનાર છે, તે પણ સવાલ ઉઠાવી શકતા નથી. આ વાતો રાષ્ટ્રીય સ્વંસેવક સંઘ (Rashtriya Swayamsevak Sangh)ના સરસંઘચાલક ડો. મોહન ભાગવત  (Mohan Bhagwat)એ સોમવારે દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમમાં કહી. મોહન ભાગવતે શિક્ષણવિદ્ જગમોહન સિંહ રાજપૂત દ્વારા લિખિત પુસ્તક 'ગાંધી કો સમજને કા યહી સમય'નું વિમોચન પણ કર્યું. 

આરએસએસ પ્રમુખેક અહ્યું કે 'ગાંધીજી બેરિસ્ટર બનીને આવ્યા, પૈસા કમાઇ શકતા હતા. ગાંધીજીને પોતાના હિંદુ હોવાની ક્યારેય લજ્જા ન હતી. તેમણે કહ્યું કે ગાંધીજી સનાતની હિંદુ છે પરંતુ બીજા ધર્મનું સન્માન કર્યું. મહાત્મા ગાંધીએ ક્યારેય પણ લોકપ્રિયતા અને સફળતા અને અસફળતાની ચિંતા ન કરી. અંતિમ વ્યક્તિના વિકાસની પરીક્ષા છે. તેમનો આ પ્રયોગ હતો, અને જ્યારે પણ કોઇ ભૂલ થઇ પ્રયોગમાં તો તેમને સ્વિકાર્યું કે રીત ખોટી છે.''

સંઘ પ્રમુખ ભાગવતે કહ્યું કે ''ગાંધીજીની પ્રમાણિતકતાના પાઠને આજથી શરૂ કરવો જોઇએ. ઇમાનદારી જ સૌથી સારી નીતિ છે. ઇમાનદારી જ બધુ છે. તેમણે આગળ કહ્યું કે ''હેડગેવારજીએ કહ્યું હતું કે ગાંધીજીના જીવનનું અનુસરણ કરવું જોઇએ. એક સમય હતો જ્યારે આપણી વસ્તુઓને ખોટી ગણીને જતો રહેતા હતા, પરંતુ હવે સ્થિતિ બદલાઇ રહી છે. શિક્ષણમાં એ જણાવવું જોઇએ નહી કે આ આપણા પક્ષનો છે અને આ વિપક્ષનો. શિક્ષણમાં સત્યપરકતા હોવી જોઇએ. 

સંઘ પ્રમુખે કહ્યું કે 'મને આશા છે કે પરિસ્થિતિઓ બદલાશે અને સારો રંગ એક હશે. ગાંધીજીના આંદોલનમાં ગડબડી હોવી જોઇએ તો પ્રાયશ્વિત કરતા હતા. આજના આંદોલનમાં કોઇ પ્રાયશ્વિત લેનાર નથી પરંતુ આજે આંદોલનમાં જે માર ખાય ચે અથવા જે જેલમાં જાય છે તો પ્રાયશ્વિત કરે છે. જે કરે છે તે હારે છે અથવા જીતે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news