EXCLUSIVE: ધરતીનું સ્વર્ગ કાશ્મીરમાં આતંકના ડરનો DNA ટેસ્ટ
છેલ્લા 40 વર્ષમાં અહીંયાની રાજનીતિએ લોકોને ખોટા સપના દેખાડ્યા છે. દિલ્હીની છેલ્લા 40 વર્ષની ભૂલોનું નુંકસાન કાશ્મીર ભોગવી રહ્યું છે.
Trending Photos
શ્રીનગર: કાશ્મીરને ધરતીનું સ્વર્ગ કહેવામાં આવે છે. પરંતુ જન્નત એટલે સ્વર્ગમાં આગ લગાડનારા પણ ઓછા નથી. અહીંયા ચાલી શું રહ્યુ છે? અહીંયાની વાસ્તવિક સ્થિતિ શું છે? ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ શું છે? તે જાણવા માટે જી ન્યૂઝના સંપાદક સુધીર ચૌધરી જાતે કાશ્મીર પહોંચ્યા અને તેમણે જમ્મૂ કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકની સાથે ખાસ વાતચીત કરી છે. મહત્વપૂર્ણ વાત આ છે કે, જી ન્યૂઝની સાથે રાજ્યપાલ સત્યપાલ મલિકની આ વાતચીત રાજ્યભવનના બદલે ડાલ લેકના કિનારે થઇ હતી. રાજ્યપાલ સત્યપાલ મલિકે કોઈક રીતે ભય અને ડરના પ્રશ્નનો જવાબ આપ્યો અને કહ્યું, "મને કોઈને ડરતો નથી, મને જમ્મુ અને કાશ્મીરના લોકો પર વિશ્વાસ છે."
ખીણમાં સુરક્ષાના સવાલ પર રાજ્યપાલે કહ્યું કે, છેલ્લા 40 વર્ષમાં અહીંયાની રાજનીતિએ લોકોને ખોટા સપના દેખાડ્યા છે. દિલ્હીની છેલ્લા 40 વર્ષની ભૂલોનું નુંકસાન કાશ્મીર ભોગવી રહ્યું છે. હું અહીંયા લોકોને એ વિશ્વાસ કરાવવા આવ્યું છું કે દિલ્હી, કાશ્મીર પર રાજ કરી રહ્યુ નથી. દિલ્હી કાશ્મીરનું મિત્ર છે. છેલ્લા 4 મહિનામાં નોંધપાત્ર તફાવત જોવા મળ્યા છે. તેમણે કહ્યું કે, મને PMનો આદેશ મળ્યો છે કે રાજ્યભવને લોકો માટે ખોલી દેવામાં આવે, રાજ્યભવનના દરવાજા કાશ્મીરના લોકો માટે હમેશા ખુલ્લા છે. ‘એક મહીનામાં કાશ્મીરના લોકોને વિશ્વાસ અપાવી કે મોદી સરકાર આપણી છે. કાશ્મીરમાં હવે ‘હું’ નહી... ‘અમે’ની નીતિ.’
કાશ્મીરના નેતા દિલ્હીમાં કંઇક અને કાશ્મીરમાં કંઇક અલગ બોલે છે. કાશ્મીરના નેતા સમજાવતા નથી, તેઓ ઉશ્કેરે છે. દિલ્હીની મીડિયા કાશ્મીરને સંપૂર્ણ સત્ય દર્શાવતા નથી. દેશની મીડિયાને માત્ર પથ્થરબાજીના સમાચારમાં રુચિ છે.
રાજ્યપાલ મલિકે જણાવ્યું હતું કે, કાશ્મીરના યુવા જે નિરાશ છે, તેમને કહેવામાં આવે છે કે મૃત્યુમાં જ સ્વર્ગ છે. આતંકવાદી કાશ્મીરના બાળકોને સ્વર્ગના ખોટા સપના દેખાળી રહ્યા છે. 13થી 20 વર્ષના બાળકોને સમજવું પડશે કે બંદૂકથી કંઇ મળશે નહીં. શ્રીલંકન એલટીટીઈને બંદૂકના જોર પર કંઇપણ મળ્યું નથી. કાશ્મીરમાં આતંકવાદીઓને કંઇપણ મળશે નહીં. મેં યુવાનોને સમજાવ્યા કે તમારા પોતાનો ધ્વજ છે, તમારા પોતાનું બંધારણ છે, તમને એક સારા પીએમ મળ્યા છે. તમે તમારી સમસ્યાઓ જણાવો અમે અહીંયા તેને દુર કરવા માટે જ બેઠા છીએ. કાશ્મીરના લોકોનું ગર્વનર હાઉસ પર વિશ્વાસ વધી રહ્યો છે.
કાશ્મીરમાં નગરપાલિકા ચૂંટણીમાં કોઇનું મોત થયું નથી. ગત ત્રણ મહિનામાં આતંકિઓની ઘૂષણખોરી શૂન્ય થઇ ગઇ છે. કાશ્મીરમાં પથ્થર ફેંકવાની ઘટનામાં ઘટાડો થયો છે. કાશ્મીરના લોકો દેશના પ્રધાનમંત્રીને તેમના હમદર્દ સમજે છે.
યુવાન લોકો માટે થિયેટર, આઇપીએલની ટીમ બનાવે
રાજ્યપાલ સત્યપાલ મલિકે કહ્યું કે જમ્મૂ કાશ્મીરમાં યુવાનો માટે સાંજ 6 વાગ્યા પછી કોઇ કામ નથી. અહીંયા થિયેટર નથી, કોફી હાઉસ નથી. અમે પ્રય્તન કીર રહ્યાં છીએ કે યુવાનો ખાલી બેસવા દેવામાં ના આવે. અહીંયા યુવાનો માટે સારું વાતાવરણ હોય. થિયેટર અને કોફી હાઉસ હોય જ્યાં લોકો બેસી વાતો કરી શકે. નવી નવી વસ્તૂઓને સમજે. કાશ્મીની પોતાની એક આઇપીએલ ટીમ હોય. અમે યુવાનોના હાથમાં બોલ નહી આપીએ તો તેઓ પથ્થર ઉપાડશે. કાશ્મીરના ખેલાડીઓને પ્રોત્સાહનની જરૂરીયાત છે. કાશ્મીરના ફૂટબોલ ખેલાડીઓમાં મોહન બાગનને હરાવવાની ક્ષમતા છે.
કાશ્મીરમાં કેમ રદ થઇ રિલાયંસની વીમા યોજના
જમ્મૂ કાશ્મીરમાં રિલાયંસ વીમા યોજનાને રદ કરવાના સવાલ પર રાજ્યપાલ મલિકે કહ્યું કે, જમ્મૂ-કાશ્મીરમા પ્રથમ વખત એન્ટી કરપ્શન બ્યૂરો એક્ટ બન્યો છે. દેશમાં સૌથી વધારે ભષ્ટચાર કાશ્મીરમાં છે. રાજ્યમાં કર્મચારી વીમા યોજનાનું ટેન્ડર પ્રક્રિયામાં કૌભાંડ થયું છે. તપાસ બાદ આ યોજનાને રદ કરવામાં આવી હતી. કાશ્મીરમાં GST દર પર કામ કરવા માટે નાણાં મત્રીને વિનંતી કરી છે.
કાયમી સરકાર બનવાની સંભાવનાને નકારી કાઢવી
જમ્મૂ કાશ્મીર વિધાનસભાની હાલની સ્થિતિમાં કાયમી સરકાર બનાવવાના સવાલો પર રાજ્યપાલ મલિકે કહ્યું કે તે અસંભવ સમાન છે. ધારા 370ના સવાલ પર રાજ્યપાલે કહ્યું કે, કાશ્મીરની ચૂંટાયેલી સરકાર ધારા 370 પર નિર્ણય કરશે. કાશ્મીરમાં ચૂંટણીથી જ મજબૂત સરકાર બની શકશે.
હુર્રીયત અને પીડીપી પર સાધ્યુ નિશાન
રાજ્યપાલ સત્યપાલ મલિકે કહ્યું કે હુર્રીયતના નેતાઓ વાતચીતમાં પાકિસ્તાનને દૂર રાખવું જ જોઇએ. હુર્રીયતના નેતા પાકિસ્તાનના ઇશારા પર ચાલી રહ્યા છે. તેઓ બાથરૂમ પણ પાકિસ્તાનને પૂછીને જાય છે. તેમણે કહ્યું કે પીડીપી સરકારની દરમિયાન કટ્ટરવાદીઓને પ્રોત્સાહન આપવામાં આવે છે. પાકિસ્તાન પર નિશાન સાધતા રાજ્યપાલ મલિકે કહ્યું કે પાકિસ્તાન સોશિયલ મીડિયાના દ્વારા કાશ્મીરમાં ઝહેર ફેલાવી રહ્યા છે. પાકિસ્તાનની સેના ક્યારેય કાશ્મીરના મુદ્દાનો ઉકેલવાની પરવાનગી આપશે નહીં. પાકિસ્તાન કાશ્મીરથી બાંગ્લાદેશની હારનો બદલો લઇ રહ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે