રેલ યાત્રી ધ્યાન દે! રેલવે સ્ટેશન પર નાસ્તા-પાણી થયા મોંઘા, જાણો શું હશે નવા ભાવ
રેલવેએ મેલ અને એક્સપ્રેસ ટ્રેનોમાં નાસ્તાના ભાવ વધાર્યા બાદ હવે રેલવે સ્ટેશનો પર મળનાર ભોજનના ભાવ વધી ગયા છે. આ ભાવ આઇઆરસીટીસી તરફથી સ્ટેશન પર જે સ્ટેટિક યૂનિટ એટલે કે આહાર કેન્દ્ર અને નાસ્તા-પાણીની દુકાનો છે તેના પર લાગૂ થશે. આઇઆરસીટીસીના પ્રવક્તા સિદ્ધાર્થ સિંહના અનુસાર રેલવે બોર્ડે તેને લઇને સર્કુલર જાહેર કરી દીધું છે.
Trending Photos
નવી દિલ્હી: રેલવેએ મેલ અને એક્સપ્રેસ ટ્રેનોમાં નાસ્તાના ભાવ વધાર્યા બાદ હવે રેલવે સ્ટેશનો પર મળનાર ભોજનના ભાવ વધી ગયા છે. આ ભાવ આઇઆરસીટીસી તરફથી સ્ટેશન પર જે સ્ટેટિક યૂનિટ એટલે કે આહાર કેન્દ્ર અને નાસ્તા-પાણીની દુકાનો છે તેના પર લાગૂ થશે. આઇઆરસીટીસીના પ્રવક્તા સિદ્ધાર્થ સિંહના અનુસાર રેલવે બોર્ડે તેને લઇને સર્કુલર જાહેર કરી દીધું છે. વધેલા ભાર અનુસાર હવે રેલવે સ્ટેશન પર વેજ બ્રેકફાસ્ટ 35 રૂપિયામાં જ્યારે નાનવેજ બ્રેકફાસ્ટ 45 રૂપિયામાં મળશે. સ્ટાર્ડડ મીલ વેજ 70 રૂપિયામાં તો એગ કરી સાથે મીલ 80 રૂપિયામાં મળશે.
આ સાથે જ સ્ટાડર્ડ મીલમાં ચિકન કરીને રાખવામાં આવી છે જેનો ભાવ 120 રૂપિયા હશે. વેજ બિરયાની 70 રૂપિયા પ્લેટ જ્યારે નોનવેજ ચિકન બિરયાની 100 રૂપિયામાં મળશે. એક બિરયાની માટે 80 રૂપિયાનો ભાવ નક્કી કરવામાં આવ્યો છે. સ્નેક્સ મીલની કિંમત 50 રૂપિયા રાખવામાં આવી છે. આઇઆરસીટીસીના પ્રવક્તાનું કહેવું છે કે સ્ટેટિક યૂનિટમાં ફૂડ રેટ વર્ષ 2012માં વધી ગયા હતા અને હવે તેમનું રિવીઝન કરી વધારો કરવામાં આવ્યો છે.
પરંતુ સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે નોનવેજ ખાનારાઓ માટે રેલવે સ્ટેશન પર જ રેલવેએ ચિકન બિરયાની અને ચિકન કરીને ખાણી-પીણીમાં સામેલ કરી છે. જોકે રેલવે અધિકારી આ વાતથી ડરી રહ્યા છે કે રેલવે સ્ટેશન પર ચિકન કરી અને ચિકન બિરયાનીની શરૂઆતનો ક્યાંક શાકાહારી વર્ગ વિરોધ ન કરવા લાગે જોકે વધેલા ભાવ પર રેલવે મંત્રાલયના અધિકારી બોલતાં ડરી રહ્યા છે.
તો બીજી તરફ આઇઆરસીટીસીના પ્રવક્તાનું કહેવું છે કે રેલ મંત્રાલયનું ભાવ વધારાવાળું લિસ્ટ મળ્યું છે તેને આગામી મહિનાથી લાગૂ કરવાની સંભાવના છે એટલે કે હવે સ્ટેશન પર ખાણી-પીણી માટે તમારે પણ ખિસ્સું ઢીલું કરવું પડશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે