કોશામ્બી: લાંચીયા અધિકારીઓથી ત્રસ્ત ખેડૂતે કરી આત્મહત્યા
કૌશામ્બીમાં ડેપ્યુટી સીએમ કેશવપ્રસાદ મોર્યનાં પાડોશી ખેડૂત વિજળી વિભાગનાં અધિકારીઓ દ્વારા લાંચખોરીથી પરેશાન થઇને મોતને ગળે લગાવ્યું હતું
Trending Photos
કૌશામ્બી : કૌશામ્બીમાં એક ખેડૂતે આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાસ્થળેથી મળી આવેલી સુસાઇડ નોટ અનુસાર ખેડૂત વિજળી વિભાગનાં કર્મચારીઓની લાંચીયા સ્વભાવથી પરેશાન હતો. પરિવારના લોકોનો આરોપ છે કે ભગૌતી પ્રસાદ મૌર્યાએ એક વર્ષ પહેલા વિજળી વિભાગનાં કર્મચારીઓને પોતાનાં ઘરેલુ વિજ બિલને યોગ્ય કરીને જમા કરાવવા માટે કહ્યું હતું. જો કે વિભાગનાં કર્મચારીએ બિલ યોગ્ય કરવાનાં નામે હજારો રૂપિયાની લાંચ માંગી હતી અને વિજ બિલ પણ યોગ્ય કર્યું નહોતું. મૃતક ખેડૂત પાસેથી મળેલી સુસાઇડ નોટમાં કર્મચારીનું નામ પણ લખેલું છે.
ખેડૂતે મરતા પહેલા આત્મહત્યા કરવાનાં કારણોનો પણ ઉલ્લેખ કર્યો છે. આ ઘટના બાદ વિજ વિભાગમાં હડકંપ મચેલો છે. વિભાગનાં મોટા અધિકારીઓ અને જવાબદાર અધિકારી પોતાની ઓફીસમાં છે. પોલીસનું કહેવું છે કે પુરાવાનાં આધારે કાર્યવાહી કરવામાં આવશે. મળતી માહિતી અનુસાર મૃતક ખેડૂત પ્રદેશનાં ડેપ્યુટી સીએમ કેશવપ્રસાદ મોર્યનાં પાડોશી છે.
આરોપી અધિકારીનું નામ સુસાઇડ નોટમા નોંધાયેલું છે.
સુસાઇડ નોટમાં લખ્યું છે કે વિજ વિભાગનાં એક કર્મચારી આશીષ શ્રીવાસ્તવે વિજનું બિલ યોગ્ય કરાવવાનાં નામે હજારો રૂપિયાની લાંચ માંગી હતી. લાંચ લેવા છતા ખોટી વિજળીના બિલ યોગ્ય નહોતી કરવામાં આવ્યા. પરિવારના સભ્ય રામ સુમેરના અનુસાર, ભગૌતી મોર્યએ પોતાનાં ઘરમાં ફાંસી લગાવતા પહેલા લખેલી સુસાઇડ નોટમાં સ્પષ્ટ રીતે લખ્યું કે વિજ વિભાગના આશીષ શ્રીવાસ્તવે તેને ધોખો આપ્યો છે. તેનાં કારણે તેઓ માનસિક રીતે પરેશાન છે અને મોતને ગળે લગાવ્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે