મહારાષ્ટ્રમાં ચાલુ રહેશે દૂધ આંદોલન, આજથી ઉત્પાદકો કરશે શહેરોમાં ચક્કાજામ 

મહારાષ્ટ્રમાં દૂધના ભાવોને લઈને કરવામાં આવી રહેલુ આંદોલન આજથી ઉગ્ર બનવા જઈ રહ્યું છે. સ્વાભિમાની શેતકારી સંગઠન આજથી મહારાષ્ટ્રના તમામ નેશનલ હાઈવે પર ચક્કાજામ કરશે.

મહારાષ્ટ્રમાં ચાલુ રહેશે દૂધ આંદોલન, આજથી ઉત્પાદકો કરશે શહેરોમાં ચક્કાજામ 

પુણે: મહારાષ્ટ્રમાં દૂધના ભાવોને લઈને કરવામાં આવી રહેલુ આંદોલન આજથી ઉગ્ર બનવા જઈ રહ્યું છે. સ્વાભિમાની શેતકરી સંગઠન આજથી મહારાષ્ટ્રના તમામ નેશનલ હાઈવે પર ચક્કાજામ કરશે. સંગઠન પહેલા જ આ વાતની જાહેરાત કરી ચૂક્યું છે કે તેઓ પશુઓને લઈને મુખ્ય હાઈવે પર ચક્કાજામ કરશે. એટલું જ નહીં પરંતુ આ પ્રદર્શનમાં ખેડૂતો સાથે તેમના બાળકો અને મહિલાઓ પણ સામેલ થશે.

આ વિસ્તારોમાં જોવા મળશે ચક્કાજામની અસર
પશ્ચિમ મહારાષ્ટ્ર, પુણે, સતારા, કોલ્હાપુર, સાંગલી, સોલાપુર, વિદર્ભ, બુલડાણામાં સૌથીવધુ ચક્કાજામની અસરો જોવા મળી શકે છે. કહેવાય છે કે રાજુ શેટ્ટી કોલ્હાપુર જિલ્લાથી આવે છે. તેમની સાથે સ્વાભિમાનીના બીજા મોટા નેતા રવિકાંત તુપકર વિદર્ભના બુલડાણા જિલ્લાના છે. તો ત્યાં પણ આંદોલનની અસર જોવા મળશે. જો કે ઉત્તર મહારાષ્ટ્ર અને મરાઠાવાડામાં સ્વાભિમાની શેતકરી સંગઠનનો એટલો પ્રભાવ નથી. તો મુંબઈની પાસે પાલઘર જિલ્લામાં પણ સ્વાભિમાની શેતકરી સંગઠન પાસે કાર્યકર્તાઓ નથી. એવામાં આ વિસ્તારોમાં ચક્કાજામની અસરો ખાસ જોવા મળશે નહીં. 

રાજુ શેટ્ટીની સરકાર સાથે વાતચીત નિષ્ફળ ગઈ
મહારાષ્ટ્રમાં આંદોલન કરી રહેલા ખેડૂતોને રોકવા માટે સ્વાભિમાની પક્ષના સાંસદ રાજુ શેટ્ટીએ મહારાષ્ટ્રના જળ સંસાધન મંત્રી ગિરીશ મહાજન સાથે મુલાકાત કરી હતી. જો કે આ મુલાકાતમાં કોઈ પણ પરિણામ ન આવવાના કારણે મહારાષ્ટ્રના રસ્તાઓ પર ચક્કાજામ આંદોલન કરવામાં આવશે. 

16 જુલાઈના રોજ શરૂ થયું હતું આંદોલન
સાંસદ રાજુ શેટ્ટીએ આ મહિનાની 16 તારીખના રોજ મુંબઈમાં દૂધ રોકવાનું આંદોલન શરૂ કર્યું હતું. આ આંદોલન હેઠળ મહારાષ્ટ્રના તમામ શહેરોમાંથી આવતા દૂધને રસ્તામાં રોકી દેવાયું હતું. આમ ધીરે ધીરે દૂધનો સપ્લાય ઠપ્પ થઈ ગયો હતો. આ આંદોલનનું નેતૃત્વ રાજુ શેટ્ટી કરી રહ્યાં છે. અત્રે જણાવવાનું કે રાજુના સમગ્ર સંગઠને પશ્ચિમ મહારાષ્ટમાં કે જે સૌથી મોટો મિલ્ક બેલ્ટ ગણાય છે ત્યાં દૂધ સંકલન રોકીને રાખ્યું છે. એટલું જ નહીં પરંતુ ગુજરાતથી આવતા દૂધને રોકવા માટે રાજુ શેટ્ટી પોતે મહારાષ્ટ્ર અને ગુજરાતની બોર્ડર પર પાલઘર જિલ્લામાં ડટેલા છે. 

સંગઠને સરકાર પર અનેક ગંભીર આરોપો લગાવ્યાં
અત્રે જણાવવાનું કે આંદોલન કરી રહેલા સંગઠનોનો આરોપ છે કે રાજ્ય સરકારે ગાયના દૂધ પર 27 રૂપિયે પ્રતિ લીટર ભાવ આપવાની જાહેરાત કરી છે. પરંતુ ખેડૂતોને ફક્ત 17થી 20 રૂપિયા જ મળે છે. જ્યારે બજારમાં આ જ દૂધ 40થી 45 રૂપિયાના ભાવે વેચવામાં આવે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news