ફેશન એ સંદેશા વ્યવહારનું શક્તિશાળી માધ્યમ છે: શુભા ભંડારી

ફેશનમાં ઊંડી અભિરૂચી તથા નારીવાદમાં માનતી 120થી વધુ મહિલા ઉદ્યોગ સાહસિકો આજે  ફીક્કી ફલોનાં ચેરપર્સન શુભા ભંડારીની આગેવાની હેઠળ  ફીક્કી ફલોના  અમદાવાદ ચેપ્ટર દ્વારા આયોજીત કાર્યક્રમ “ફેશન ડાયલોગ વીથ ફેશન ડિઝાઈનર પાયલ સિંઘલ એન્ડ સેલિબ્રીટી સ્ટાઈલીસ્ટ સંજય કુમાર”માં સામેલ થઈ હતી. નારીવાદ અને ફેશન વચ્ચેની આ રસપ્રદ કડી અંગે સંવાદ અને જાણકારી આપતી બેઠકમાં ફેશનના આ પાસાને અનાવશ્યક ગણવાને કારણે તેની ખાસ ચર્ચા થતી નથી.
ફેશન એ સંદેશા વ્યવહારનું શક્તિશાળી માધ્યમ છે: શુભા ભંડારી

અમદાવાદ : ફેશનમાં ઊંડી અભિરૂચી તથા નારીવાદમાં માનતી 120થી વધુ મહિલા ઉદ્યોગ સાહસિકો આજે  ફીક્કી ફલોનાં ચેરપર્સન શુભા ભંડારીની આગેવાની હેઠળ  ફીક્કી ફલોના  અમદાવાદ ચેપ્ટર દ્વારા આયોજીત કાર્યક્રમ “ફેશન ડાયલોગ વીથ ફેશન ડિઝાઈનર પાયલ સિંઘલ એન્ડ સેલિબ્રીટી સ્ટાઈલીસ્ટ સંજય કુમાર”માં સામેલ થઈ હતી. નારીવાદ અને ફેશન વચ્ચેની આ રસપ્રદ કડી અંગે સંવાદ અને જાણકારી આપતી બેઠકમાં ફેશનના આ પાસાને અનાવશ્યક ગણવાને કારણે તેની ખાસ ચર્ચા થતી નથી.

સમકાલીન સ્ટાઈલની સમજ અને ફેમિનાઈન ફ્લોરલ પ્રિન્ટ તથા લોયલ સેલિબ્રિટી ક્લાયન્ટ માટે જાણીતી પાયલ સિંઘલ છેક 1999 થી પ્રસંગોએ પહેરવાના વસ્ત્રોનું આધુનિકરણ કરી રહી છે. તેમના વસ્ત્રોને અદિતી રાવ હૈદરી, નેહા ધૂપિયા, ટીસ્કા ચોપરા અને કરીના કપૂર જેવા સેલિબ્રિટીઝ દ્વારા સ્વિકારાયા છે. પાયલ સિંઘલના વસ્ત્રોમાં ભારતીય રૂપકો ધરાવતું સમકાલિન સ્વરૂપ જોવા મળે છે. છેલ્લા 5 વર્ષથી સત્યામ્બીમાં કામ કરતા હેડ સ્ટાઈલિસ્ટ સંજય કુમાર, પ્રિયંકા ચોપરા, કંગના રણૌત, કેટરીના કૈફ, માધુરી દિક્ષિતથી માંડીને આલિયા ભટ્ટ અને આથિયા શેટ્ટી જેવી સેલિબ્રિટીઝ માટે ઝમકદાર વસ્ત્રો તૈયાર કરી રહ્યા છે. ફેશન અને નારીવાદ અંગેની  પેનલના સંચાલક અપર્ણા બાદલાની રિટેઈલીંગ અને  મર્ચન્ડાઈઝિંગના નિષ્ણાત છે.ફેશન, સ્ટાઈલ અને રિટેઈલ ક્ષેત્રનો અનુભવ ધરાવતી આ ત્રિપુટીએ નારીવાદની પશ્ચાદ્દભૂમિકામાં ફેશન અંગે સંવાદ કર્યો હતો અને નારીવાદી ચળવળના નોંધપાત્ર પ્રવાહોને પૂરક કથાઓ અંગે વાત કરી હતી.

ફેશન અને નારીવાદના સંબંધ અંગે વિસ્તૃત વાત કરતાં ફિક્કી ફ્લો અમદાવાદના ચેરપર્સન શુભા ભંડારીએ કહ્યું હતું કે “ફેશન એ સંદેશા વ્યવહારનું શક્તિશાળી માધ્યમ છે. તેમાં સમાજમાં આવતા પરિવર્તનોનું પ્રતિબિંબ તો પડે જ છે, પરંતુ તે પરિવર્તનને ઉદ્દીપક પણ બની રહે છે. નારીવાદની ફેશન સાથે ખૂબ જ સબળ પ્રતિકાત્મક લીંક છે. ઐતિહાસિક રીતે જોઈએ તો વ્યક્તિ તે સમયની ફેશન, કલા, સંગીત સાહિત્ય અને સિનેમાનો અભ્યાસ કરીને સાંસ્કૃતિક અને રાજકિય ચળવળને સમજી શકે છે. વીસીના દાયકામાં ફ્લેપર ડ્રેસીસના બદલે હેમલાઈનનો ઉદય તથા કોર્સેટેડ ડ્રેસીસના બદલે ત્રીસીના દાયકામાં એન્ડ્રોજીનિયસ સ્યુટનું આગમન તથા સિત્તેરના દાયકામાં આધુનિક મહિલાઓ માટે રેપ ડ્રેસીસની શોધ તથા વર્તમાન સમયમાં સેલીબ્રીટી દ્વારા ઓસ્કારમાં કાળા વસ્ત્રોનું પરિધાન  ટાઈમ્સઅપ મૂવમેન્ટના સમર્થનમાં કાળા રંગનું મહત્વ દર્શાવે છે કે ફેશન કઈ રીતે વિવિધ સંવાદોને પ્રતિબિંબીત કરતી હોય છે.”

ફેશન ઉદ્યોગ એ ઘણી મહિલા આઈકોનની માનીતી બાબત છે અને પોતાનો અવાજ અને અભિપ્રાય સ્પષ્ટપણે અને જોરશોરથી રજૂ કરી રહી છે. વિવિયન વેસ્ટવુડ જલવાયુ પરિવર્તન અંગે ભારપૂર્વક અવાજ ઉઠાવે છે. સ્ટેલા મેકકાર્ટની પોતાની બ્રાન્ડનો ઉપયોગ પર્યાવરણ અંગેની ચર્ચાના પ્લેટફોર્મ તરીકે કરે છે. મારીયા ગ્રેઝીયા ચ્યુરીહા પોતાના ટીશર્ટ ઉપર અને રજૂ કરાયેલા ડીઓર કલેક્શનમાં નાઈજીરીયન લેખક ચીમંડા એડીચીના શબ્દો ‘વી શુડ ઓલ બી ફેમિનીસ્ટ’નું  લખાણ લખે છે.

બદલાતા જતા ફેશનના પ્રવાહો અને યુવાનોમાં તેને અપનાવવાની ક્ષમતા અંગે વાત કરતાં પાયલ સીંગલે વધુમાં જણાવ્યું કે "વર્તમાન સમય કદાચ ફેશન ઉદ્યોગમાં રહેવા માટેનો ઉત્તમ સમય છે. મહિલાઓ ડિઝાઈનીંગ અને સ્ટાઈલ અંગે પ્રયોગ કરતી થઈ છેઆથી ડિજાઈનર ગણુ બધુ કરી શકે છે. વધુમાં હું માનુ છું કે વ્યક્તિએ અપનાવવા જેવી ટ્રેન્ડ જેવુ કશું હોતુ નથી. આરામદાયકતા અને મહિલાને શું બંધ બેસે છે અને તે દ્વારા જ આત્મવિશ્વાસનું નિર્માણ થાય છે અને તેના દેખાવમાં  આકર્ષણ પેદા કરી શકે છે તે બાબત મહત્વની છે, તરાહને અનુસરવા કરતાં શરીરના પ્રકારને આધારે પોષાક પસંદ કરવો યોગ્ય રહે છે.  "

અપર્ણા બાદલાણીએ પાયલે કહેલી વાતને પૂરક વાત કરતાં કહ્યું કે આરામદાયકતા ફેશનમાં વિશેષ મહત્વ ધરાવે છે. અમદાવાદમાં પરંપરાગતવસ્ત્રો માટેનો લગાવ છે. પરંતુ વિતેલાં વર્ષોમાં અને ખાસ કરીને ફેશનની વાત કરીએ તો વર્તમાન સમયમાં શહેરમાં ઘણી પ્રગતિ થઈ છે. આધુનિક મહિલાઓ તેમને સારાં લાગે તેવાં અને આરામદાયક લાગે તેવાં વસ્ત્રોના પ્રયોગો કરતી રહે છે. તમે શું છો અને તેમે કેવુ વિચારો છો તો બાબતે વસ્ત્રો ઘણુ કહી જાય છે. ફેશન અને નારીવાદ અંગેની વચ્ચેની કડી અંગે વાત કરતાં અપર્ણાએ કહ્યું કે “ વીસમી સદીના બોબ કટ અને ફલેપ, 60ના દાયકામાં વાયએસએલના પેન્ટ સૂટ્સ  અને ભારતમાં સાડી માટેની ચળવળનો ફરીથી ઉદભવ આ બધુ ફેશનમાં સંસ્કૃતિ અને સામાજીક  ચિત્ર કેવો મહત્વની ભૂમિકા ભજવે છે તે દર્શાવે છે.  હકિકતમાં ફેશન આપણે જે સમાજ અને સમયમાં રહીએ છીએ તેનું પ્રતિબિંબ પાડે છે, તે આવનારા સમયની પણ અભિવ્યક્તિ છે.”

બીજી તરફ સેલીબ્રીટી સ્ટાઈલીસ્ટ સંજય કુમારે ફેશન અને સ્ટાઈલીંગમાં આવેલા પરિવર્તનની વાત કરી હતી. તમેરી તરફ નજર મંડાય તે માટે સારી રીતે પહેરેલો પોષાક વિશેષ મહત્વ ધરાવે છે. સેલીબ્રીટી હોય કે રાજકારણી કે પછી કાર્યરત પ્રોફેશનલ હોય પ્રસંગ, વય અને પ્રદેશ અનુસાર વસત્રો પહેરવાનુ અનેરૂ મહત્વ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news