Farmers Protest: કૃષિ મંત્રી નરેંદ્ર સિંહ તોમર બોલ્યા- આંદોલનથી લોકોને થઇ રહી છે મુશ્કેલી

કૃષિ કાયદાને લઇને સરકાર અને પ્રદર્શન કરી રહેલા ખેડૂતો વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. એકતરફ ખેડૂતોએ સરકાર પર ફૂટ પાડવાનો આરોપ લગાવ્યો છે તો બીજી તરફ સરકારનું કહેવું છે કે ખેડૂતોના આંદોલનથી સામાન્ય જનતાને મુશ્કેલી થઇ રહી છે.

Farmers Protest: કૃષિ મંત્રી નરેંદ્ર સિંહ તોમર બોલ્યા- આંદોલનથી લોકોને થઇ રહી છે મુશ્કેલી

નવી દિલ્હી: કૃષિ કાયદાને લઇને સરકાર અને પ્રદર્શન કરી રહેલા ખેડૂતો વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. એકતરફ ખેડૂતોએ સરકાર પર ફૂટ પાડવાનો આરોપ લગાવ્યો છે તો બીજી તરફ સરકારનું કહેવું છે કે ખેડૂતોના આંદોલનથી સામાન્ય જનતાને મુશ્કેલી થઇ રહી છે. કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર (Narendra Singh Tomar)એ કહ્યું કે ખેડૂતોનોની મુશ્કેલી પર વિગતવાર ચર્ચા થશે. 

તેમણે કહ્યું કે ખેડૂતો તરફથી જે વિષય આવશે તેનાપર ચર્ચા કરવામાં આવશે ત્યારબાદ જ કોઇ નિર્ણય લેવામાં આવશે. તેમણે કહ્યું કે 3 ડિસેમ્બરના રોજ યૂનિયનના લોકો આવશે તે આ મુદ્દાઓ પર ચર્ચા કરશે. 

— ANI (@ANI) December 2, 2020

કૃષિ મંત્રીએ કહ્યું કે ખેડૂતોના આંદોલનથી દિલ્હીના લોકોને પરેશાની થઇ રહી છે. હું દિલ્હીના લોકોને આગ્રહ કરું છું કે સંયમ રાખે. ખેડૂત ભાઇઓને અનુરોધ છે કે ચર્ચાથી જલદી જ સમાધાન નિકળવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે લાંબા સમય બાદ ખેડૂત બિલ આવ્યું, આ બિલ ખેડૂતોના હિતમાં છે. તમારા આંદોલનથી જનતાને તકલીફ થઇ રહી છે. 

ખેડૂતોએ એક  બાજુ નોઈડાનો રસ્તો ખોલ્યો
આ બધા વચ્ચે દિલ્હી અને નોઈડા બોર્ડર પર ખેડૂતોએ એક બાજુથી રસ્તો ખોલી દીધો છે. હવે દિલ્હીથી મયૂર વિહારના રસ્તે નોઈડા જઈ શકાશે. અત્રે જણાવવાનું કે ખેડૂત આંદોલનના કારણે લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. અક્ષરધામ મંદિર પાસે રસ્તા પર વાહનવ્યવહાર સામાન્ય છે. મયૂર વિહારથી રસ્તા પર કોઈ ટ્રાફિક જામ નથી. જો કે અક્ષરધામથી મયૂર વિહાર તરફથ જતા રસ્તા બંધ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news