AAP ના દિગ્ગજ નેતાઓ ખેડૂતોને મળવા માટે બોર્ડર પર પહોંચ્યા

ગણતંત્ર દિવસ (Republic Day 2021) ના અવસરે 26 જાન્યુઆરીના રોજ ટ્રેક્ટર પરેડ (Tractor rally) દરમિયાન થયેલી હિંસા પછી એવું લાગતું હતું કે ખેડૂત આંદોલન (Farmers Protest)  નબળું પડી રહ્યું છે પરંતુ હવે તે ફરીથી તેજ થવા માંડ્યુ છે. કૃષિ કાયદા વિરુદ્ધ ગાઝીપુર બોર્ડર પર ખેડૂતો ભેગા થવા લાગ્યા છે. અનેક રાજકીય પક્ષોએ તેમનું સમર્થન કર્યું છે. ભારત કિસાન યુનિયનના રાકેશ ટિકૈત ધરણા પર અડી ગયા છે. તેમણે મુઝફ્ફરનગરમાં થનારી મહાપંચાયત પહેલા નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે યુપી સરકાર પાસે માગણી છે કે પ્રદર્શનસ્થળ પર સુવિધાઓ આપવામાં આવે. અમે ધરપકડ વ્હોરીશું નહી. સરકાર સાથે વાત કરીશું. 

AAP ના દિગ્ગજ નેતાઓ ખેડૂતોને મળવા માટે બોર્ડર પર પહોંચ્યા

નવી દિલ્હી: ગણતંત્ર દિવસ (Republic Day 2021) ના અવસરે 26 જાન્યુઆરીના રોજ ટ્રેક્ટર પરેડ (Tractor rally) દરમિયાન થયેલી હિંસા પછી એવું લાગતું હતું કે ખેડૂત આંદોલન (Farmers Protest)  નબળું પડી રહ્યું છે પરંતુ હવે તે ફરીથી તેજ થવા માંડ્યુ છે. કૃષિ કાયદા વિરુદ્ધ ગાઝીપુર બોર્ડર પર ખેડૂતો ભેગા થવા લાગ્યા છે. અનેક રાજકીય પક્ષોએ તેમનું સમર્થન કર્યું છે. ભારત કિસાન યુનિયનના રાકેશ ટિકૈત ધરણા પર અડી ગયા છે. તેમણે મુઝફ્ફરનગરમાં થનારી મહાપંચાયત પહેલા નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે યુપી સરકાર પાસે માગણી છે કે પ્રદર્શનસ્થળ પર સુવિધાઓ આપવામાં આવે. અમે ધરપકડ વ્હોરીશું નહી. સરકાર સાથે વાત કરીશું. 

આપ નેતાઓ બોર્ડર પર પહોંચ્યા
દિલ્હી (Delhi) ના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન અને આપ વિધાયક રાઘવ ચઢ્ઢા સિંઘુ બોર્ડર પર પહોંચ્યા. અહીં ખેડૂતો કૃષિ કાયદા ( New Farm Laws)  વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યા છે. સત્યેન્દ્ર જૈને કહ્યું કે દિલ્હી સરકાર દ્વારા કરાયેલી પાણી અને શૌચાલયની વ્યવસ્થાનું નિરીક્ષણ કરવા માટે અમે અહીં પહોંચ્યા છીએ. પોલીસે પાણીની ટેન્કરોની અવરજવર રોકી હતી. જેનાથી અહીં પાણી પહોંચતું નહતુ. 

આ બાજુ દિલ્હીના ડેપ્યુટી સીએમ મનિષ સિસોદિયા ગાઝીપુર બોર્ડર પહોંચ્યા છે. જ્યાં ખેડૂતો કૃષિ કાયદાનો વિરોધ ( Farmers Protest)  કરી રહ્યા છે. ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈતે (Rakesh Tikait)  કહ્યું કે અમે પ્રદર્શન સ્થળ ખાલી કરીશું નહીં. અમે પહેલા અમારા મુદ્દાઓ પર ભારત સરકાર સાથે વાત કરીશું. 

"We're here to inspect arrangement of water & toilets done by us. Police stopped movement of water tankers so that they can't reach here" says S. Jain pic.twitter.com/uliCUFJURv

— ANI (@ANI) January 29, 2021

RLD નેતા જયંત ચૌધરીએ પણ કરી મુલાકાત
રાષ્ટ્રીય લોકદળ (RLD)ના નેતા જયંત ચૌધરીએ પણ ગાઝીપુર બોર્ડરની મુલાકાત લીધી અને રાકેશ ટિકૈતને મળ્યા. કૃષિ કાયદા વિરુદ્ધ અહીં ખેડૂતોનું પ્રદર્શન ચાલુ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news