Disha Ravi ની ધરપકડ પર પ્રિયંકા ગાંધી-અરવિંદ કેજરીવાલ સહિત અનેક નેતાઓએ ઉઠાવ્યા સવાલ, જાણો શું કહ્યું?

ટૂલકિટ મામલે ક્લાઈમેટ એક્ટિવિસ્ટ દિશા રવિ (Disha Ravi) ની ધરપકડ બાદ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત વિપક્ષના અનેક નેતાઓએ સવાલ ઉઠાવ્યા છે.

Disha Ravi ની ધરપકડ પર પ્રિયંકા ગાંધી-અરવિંદ કેજરીવાલ સહિત અનેક નેતાઓએ ઉઠાવ્યા સવાલ, જાણો શું કહ્યું?

નવી દિલ્હી: ટૂલકિટ (Toolkit) મામલે ક્લાઈમેટ એક્ટિવિસ્ટ દિશા રવિ (Disha Ravi) ની ધરપકડ બાદ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત વિપક્ષના અનેક નેતાઓએ સવાલ ઉઠાવ્યા છે. કેજરીવાલે તેને લોકતંત્ર પર હુમલો ગણાવ્યો છે. જ્યારે પ્રિયંકા ગાંધીએ શાયરી લખીને કેન્દ્ર સરકાર પર કટાક્ષ કર્યો છે. 

પ્રિયંકા ગાંધીએ શેર કરી શાયરી
દિશા રવિ  (Disha Ravi) ની ધરપકડ પર પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi) એ ટ્વીટ કરીને લખ્યું કે, 'ડરતે હૈ બંદૂકોવાલે એક નિહત્થી લડકી સે, ફેલે હૈ હિંમત કે ઉજાલે એક નિહત્થી લડકી સે.' આ સાથે જ તેમણે 3 હેશટેગ(#ReleaseDishaRavi #DishaRavi #IndiaBeingSilenced) સાથે દિશાના છૂટકારાની માગણી કરી. 

— Priyanka Gandhi Vadra (@priyankagandhi) February 15, 2021

કેજરીવાલે ગણાવ્યો લોકતંત્ર પર હુમલો
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal)  લખ્યું- '21 વર્ષની દિશા રવિની ધરપકડ લોકતંત્ર પર અભૂતપૂર્વ હુમલો છે. પોતાના ખેડૂતોનું સમર્થન કરવું એ અપરાધ નથી.'

— Arvind Kejriwal (@ArvindKejriwal) February 15, 2021

ચિદમ્બરમે અવાજ ઉઠાવવાની માંગણી કરી
કોંગ્રેસ (Congress) ના નેતા પી. ચિદમ્બરમે લખ્યું કે, 'જો માઉન્ટ કાર્મેલ કોલેજની 22 વર્ષની વિદ્યાર્થી અને જળવાયુ કાર્યકર દિશા રવિ દેશ માટે જોખમ બની ગઈ છે, તો ભારત ખુબ જ નબળા પાયા પર ઊભો છે. ચીની સૈનિકો દ્વારા ભારતીય વિસ્તારમાં ધૂસણખોરીની સરખામણીમાં ખેડૂતોના વિરોધ પ્રદર્શનનું સમર્થન કરવા માટે લાવવામાં આવેલી એક ટૂલકિટ વધુ ખતરનાક છે.'  તેમણે વધુમાં લખ્યું કે 'ભારત રંગમંચ બની રહ્યો છે અને એ દુ:ખદ છે કે દિલ્હી પોલીસ ઉત્પીડકોનું ઔજાર બની ગઈ છે. હું દિશા રવિની ધરપકડની કડક શબ્દોમાં ટીકા કરું છું અને તમામ વિદ્યાર્થીઓ અને યુવાઓને આગ્રહ કરું છું કે તેઓ નિરંકુશ શાસન વિરુદ્ધ અવાજ ઉઠાવે.'

— P. Chidambaram (@PChidambaram_IN) February 14, 2021

કપિલ સિબ્બલે પીએમ મોદી પર સાધ્યું નિશાન
દિશા રવિની ધરપકડ પર સવાલ ઉઠાવતા કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલે લખ્યું કે દિશા રવિ, જળવાયુ કાર્યકર. શું દેશ એટલો નબળો છે કે એક ટ્વીટથી તેમની સુરક્ષાને જોખમ છે? શું દેશ એટલો વિપરિત છે કે 22 વર્ષની કાર્યકરથી રાષ્ટ્રીય સુરક્ષાને જોખમ છે? શું દેશ એટલો સહિષ્ણુ છે કે તે ખેડૂતોની સાથે ઊભેલા યુવાઓને સહન કરી શકતો નથી? શું આ 'બદલાવ' ઈચ્છતા હતા મોદીજી?

Is the state so weak that a tweet threatens its security ?
Is the state so paranoid that a 22 year is a national security threat ?
Is the state so intolerant that it cannot tolerate youth standing with farmers ?
Is this the “badlav” Modiji wanted?

— Kapil Sibal (@KapilSibal) February 15, 2021

અજીબ આરોપ લગાવવો શરમજનક-દિગ્વિજય સિંહ
દિશા રવિની ધરપકડ પર દિગ્વિજય સિંહે કહ્યું કે 'ગ્રેટા થનબર્ગ દ્વારા શેર કરાયેલી ટૂલકિટ પર 21 વર્ષની દિશા રવિની ધરપકડ કરી? બિલકુલ શરમજનક. ગ્લોબલ ક્લાઈમેટ ચેન્જ સાથે જોડાયેલી એક યુવા એક્ટિવિસ્ટ પર અજીબ આરોપ લગાવવામાં આવ્યો છે.'

દિશા રવિ પર શું છે આરોપ?
પોલીસે આરોપ લગાવ્યો છે કે ભારત વિરુદ્ધ વૈમનસ્ય ફેલાવવા બદલ દિશા રવિ અને અન્યએ ખાલિસ્તાન સમર્થક સમૂહ 'પોએટિક જસ્ટિસ ફાઉન્ડેશન' સાથે સાંઠગાંઠ કરી. પોલીસે જણાવ્યું કે ગ્રેટા થનબર્ગ સાથે ટૂલકિટ શેર કરનારાઓમાંથી એક દિશા રવિ પણ હતી. પોલીસના જણાવ્યાં મુજબ રવિની તેના ઘરેથી અટકાયત કરાઈ અને ત્યારબાદ 'ટૂલકિટ' બનાવવા ઉપરાંત તેના પ્રચાર-પ્રસારમાં સંડોવણીના આરોપમાં તેની ધરપકડ કરાઈ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news