કાયદો વ્યવસ્થા ખાડે! યુવક તલવાર લહેરાવતો શાળામાં ઘૂ્સ્યો, ગાળાગાળી કરી બોલ્યો-કાપી નાખીશ
આ ખરેખર એક ચોંકાવનારા સમાચાર છે. એક યુવક તેના બાળકની શાળામાં ખુલ્લી તલવાર સાથે પહોંચી ગયો અને હેડમાસ્ટર સાથે ગાળાગાળી કરી, 24 કલાકનું અલ્ટીમેટમ પણ આપ્યું. જાણો શું છે મામલો.
Trending Photos
બિહારના અરરિયા જિલ્લાનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક યુવક ગુસ્સામાં તલવાર લહેરાવતો જોવા મળે છે. યુવક હાથમાં તલવાર લઈને શાળાએ પહોંચ્યો છે અને શિક્ષકો પર પોતાનો ગુસ્સો કાઢી રહ્યો છે. એટલું જ નહીં તે હેડમાસ્ટર સાથે ગાળાગાળી કરી રહ્યો છે અને કહે છે કે આ તલવારથી કાપી નાખીશું.
વાત જાણે એમ છે કે શાળામાં પોતાના બાળકને પોષાક અને પુસ્તકોની રકમ નહીં મળતા યુવક ગુસ્સે ભરાયો અને તલવાર લઈને શાળાએ પહોંચી ગયો. તલવાર લહેરાવતા સ્કૂલના હેડમાસ્ટર સાથે ગાળાગાળી કરીન અને તલવારથી કાપી નાખવાની ધમકી પણ આપી દીધી.
આ ઘટના અરરિયાના જોકીહાટના ભગવાનપુર ઉત્ક્રમિત મધ્ય વિધ્યાલયની છે. યુવકે ખુલ્લી તલવાર લઈને શાળામાં ધિંગાણું મચાવતા ભીડ ભેગી થઈ ગઈ અને તેમાંથી કોઈએ આ ઘટનાનો વીડિયો બનાવી લીધો જે હવે વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના 2 દિવસ પહેલાની હોવાનું કહેવાય છે.
Bihar | Father reached his child's school with a sword and threatened teachers allegedly after he didn't get money for school uniform in Araria.
"An FIR has been registered in this matter," said Jokihat SHO (07.07) pic.twitter.com/FFhaCwyES9
— ANI (@ANI) July 8, 2022
જે વ્યક્તિ હાથમાં તલવાર લઈને શાળાએ પહોંચી ગયો તેનું નામ અકબર છે. તેના બાળકને પોષાકની રકમ ન મળતા તે શાળામાં પહોંચી ગયો અને ખુબ હોબાળો મચાવ્યો. એટલું જ નહીં તેણે શાળાના પ્રિન્સિપાલને 24 કલાકનું અલ્ટીમેટમ પણ આપી દીધુ. આ બાજુ પ્રિન્સિપાલે જિલ્લા શિક્ષણ પદાધિકારીને તેની મૌખિક સૂચના આપી છે. આ સાથે જ શાળા દ્વારા આ મામલે લેખિત ફરિયાદ જોકીહાટ પોલીસ મથકમાં પણ અપાઈ છે. પોલીસ હાલ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. જોકીહાટ એસએચઓના જણાવ્યાં મુજ આ મામલે એફઆઈઆર નોંધવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે