બે અઠવાડિયાથી 8 વર્ષની પુત્રીનો રેપ કરતો હતો કળયુગી પિતા, માતા અચાનક રૂમમાં આવી અને જોયું....

મહારાષ્ટ્રના નાગપુરમાં સંબંધોને તાર તાર કરતો એક મામલો સામે આવ્યો છે.

Updated By: Sep 26, 2021, 11:12 AM IST
બે અઠવાડિયાથી 8 વર્ષની પુત્રીનો રેપ કરતો હતો કળયુગી પિતા, માતા અચાનક રૂમમાં આવી અને જોયું....
પ્રતિકાત્મક તસવીર

નાગપુર: મહારાષ્ટ્રના નાગપુરમાં સંબંધોને તાર તાર કરતો એક મામલો સામે આવ્યો છે. અહીં એક કળયુગી પિતા તેની જ માસૂમ પુત્રીને પોતાની હવસનો શિકાર બનાવતો હતો. આરોપી અનેક દિવસથી તેની જ આઠ વર્ષની પુત્રી સાથે સંબંધ બનાવતો રહ્યો. 

ભત્રીજીને પણ ન છોડી
આરોપીની હેવાનિયત તો જુઓ...તેની મોહલ્લાની બીજી છોકરીઓ ઉપર પણ નજર રહેતી હતી. આરોપીએ તેની સગીર ભત્રીજીને પણ ન છોડી અને તેની સાથે પણ તે અનેક દિવસો સુધી કુકર્મ કરતો રહ્યો. 

માતાએ રંગે હાથ પકડ્યો
ગત શુક્રવારે બપોરે આરોપી બંને બાળકીઓ સાથે ઘરમાં એકલો હતો. તક જોઈને જ્યારે આરોપી દીકરીનો રેપ કરી રહ્યો હતો ત્યારે અચાનક માતા રૂમમાં આવી ગઈ અને પતિને આ હાલમાં જોઈને તેના હોશ ઉડી ગયા. ત્યારબાદ તે તરત જ પોલીસ સ્ટેશન પહોંચી અને મહિલાએ તેના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી દીધી. 

નાગપુર પોલીસના જણાવ્યા મુજબ 40 વર્ષના આ વ્યક્તિને તેની સગીર દીકરી પર બળાત્કાર કરવા અને 7 વર્ષની ભત્રીજી સાથે અપ્રાકૃતિક શારીરિક સંબંધ બનાવવાના આરોપમાં ધરપકડ કરાયો છે. આરોપી છેલ્લા બે અઠવાડિયાથી પુત્રી સાથે ખોટું કામ કરી રહ્યો હતો. 

પતિને છોડી ચૂકી હતી મહિલા
અમારી સહયોગી વેબસાઈટ ઈન્ડિયા ડોટ કોમમાં પ્રકાશિત રિપોર્ટ મુજબ પોલીસે જણાવ્યું છે કે પીડિત બાળકીની માતા તેના આરોપી પતિની હરકતોથી કંટાળી ગઈ હતી અને છોડી દીધો હતો. તે દરમિયાન તેનો પતિ કિન્નર બનીને રસ્તાઓ પર ભીખ માંગતો હતો. પીડિતાની ફરિયાદને આધારે આરોપીને શારીરિક અપરાધોથી બાળકોનું સંરક્ષણ (પોક્સો) અધિનિયમ, અપ્રાકૃતિક યૌન સંબંધ બનાવવા તથા અન્ય કલમો હેઠળ કેસ દાખલ કરીને ધરપકડ કરી લેવાયો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube