પંજાબ: બોર્ડર પર જોવા મળ્યું પાકિસ્તાની ડ્રોન, વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ 

પાકિસ્તાની સરહદ પાસે આવેલા પંજાબના ફિરોઝપુર હુસૈનીવાલામાં બીએસએફએ ડ્રોન ઉડતું જોયું છે. ભારત પાકિસ્તાનની સરહદની ચેકપોસ્ટ એચ કે ટાવર પાસે પાકિસ્તાન તરફથી 5 વાર ડ્રોન ઉડતું જોવા મળ્યું. આ ડ્રોન એકવાર ભારતીય સરહદમાં પ્રવેશી પણ ગયું. પાકિસ્તાન તરફથી ઉડેલા આ ડ્રોનને પહેલીવાર રાતે 10 વાગ્યાથી 10.40 વચ્ચે જોવા મળ્યું હતું. ત્યારબાદ રાતે 12 વાગેને 25 મિનિટ પર આ ડ્રોન ફરીથી જોવા મળ્યું હતું. 

પંજાબ: બોર્ડર પર જોવા મળ્યું પાકિસ્તાની ડ્રોન, વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ 

ગુરદર્શન સિંહ સંધુ, ફિરોઝપુર: પાકિસ્તાની સરહદ પાસે આવેલા પંજાબના ફિરોઝપુર હુસૈનીવાલામાં બીએસએફએ ડ્રોન ઉડતું જોયું છે. ભારત પાકિસ્તાનની સરહદની ચેકપોસ્ટ એચ કે ટાવર પાસે પાકિસ્તાન તરફથી 5 વાર ડ્રોન ઉડતું જોવા મળ્યું. આ ડ્રોન એકવાર ભારતીય સરહદમાં પ્રવેશી પણ ગયું. પાકિસ્તાન તરફથી ઉડેલા આ ડ્રોનને પહેલીવાર રાતે 10 વાગ્યાથી 10.40 વચ્ચે જોવા મળ્યું હતું. ત્યારબાદ રાતે 12 વાગેને 25 મિનિટ પર આ ડ્રોન ફરીથી જોવા મળ્યું હતું. 

જુઓ LIVE TV

એવી પણ માહિતી છે કે ત્યારબાદ આ ડ્રોન ભારતીય સરહદમાં પણ પ્રવેશ્યું હતું. જેની સૂચના બીએસએફના જવાનોએ પોતાના ઉચ્ચ અધિકારીઓને આપી હતી. હવે આ  જે સવારથી બીએસએફ અને પંજાબ પોલીસની સાથે સાથે દેશની સુરક્ષા એજન્સીઓ પણ વિસ્તારમાં સર્ચ ઓપરેશન કરી રહી છે. પાકિસ્તાન તરફથી આ ડ્રોન દ્વારા ભારતમાં હથિયારો કે નશાની ખેપ મોકલવામાં આવી છે કે નહીં તે અંગે સર્ચ ઓપરેશન ચાલુ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news