મુંબઈ: ફોર્ટ વિસ્તારની એક ઈમારતમાં ભીષણ આગ, જુઓ VIDEO
દક્ષિણ મુંબઈના ફોર્ટ વિસ્તારમાં શનિવારે વહેલી સવારે એક ઈમારતમાં ભીષણ આગ લાગી ગઈ છે. આગ એટલી વિકરાળ હતી કે ફાયરની 16 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી.
Trending Photos
મુંબઈ: દક્ષિણ મુંબઈના ફોર્ટ વિસ્તારમાં શનિવારે વહેલી સવારે એક ઈમારતમાં ભીષણ આગ લાગી ગઈ છે. આગ એટલી વિકરાળ છે કે ફાયરની 16 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી. મળતી માહિતી મુજબ આગને ઓલવવામાં ફાયરના 2 કર્મચારીઓ પણ દાઝી ગયા છે. અત્રે જણાવવાનું કે ગત એક અઠવાડિયામાં દક્ષિણ મુંબઈમાં આગ લાગવાની આ બીજી મોટી દુર્ઘટના છે.
#WATCH: A Level-4 fire broke out inside Patel Chambers in Mumbai's Fort area.18 Fire tenders present at the spot. pic.twitter.com/5cv3WDeCUj
— ANI (@ANI) June 9, 2018
કહેવાય છે કે આગ કોઠારી મેન્શન નામની 6 માળની ઈમારતમાં લાગી. આગથી બિલ્ડિંગનો અડધો ભાગ તૂટી પડ્યો છે. જો કે રાહતની વાત એ છે કે આટલી મોટી દુર્ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. જે સમયે આગ લાગી તે સમયે ઈમારત ખાલી હતી. પટેલ ચેમ્બર્સની અંદર આ આગ લાગી હતી. ફાયરના અધિકારીઓના કહેવા મુજબ આગ પહેલા 3 લેવલની હતી પરંતુ વધીને 4થા લેવલની કરી દેવાઈ.
2 fire fighters had minor injuries, rest everybody is safe. We deployed 16 fire engines, 11 tankers & 150 fire officers, situation is under control. Cause of fire is matter of investigation as building was completely vacant: Chief Fire Officer on fire at #Mumbai's Patel Chambers pic.twitter.com/s4vTY8M5jU
— ANI (@ANI) June 9, 2018
આગ કયા કારણસર લાગી તે હજુ જાણી શકાયું નથી. ટ્રાફિક હાલ રોકી દેવાયો છે. કહેવાય છે કે બીએમસીએ આ ઈમારતને પહેલેથી જ જોખમી ગણાવી દીધી હતી. આ અગાઉ ગત શુક્રવારે જ દક્ષિણ મુંબઈમાં આવકવેરા વિભાગના સિંધિયા હાઉસમાં ભીષણ આગ લાગી હતી. આ વિભાગની ઓફિસમાં નીરવ મોદી જેવા અનેક આર્થિક અપરાધીઓ સંલગ્ન કાયદાકીય દસ્તાવેજો રખાયા હતાં.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે